ફરહાન અખ્તરે જ્યારે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ (2001) ની સ્ક્રિપ્ટ લખી ત્યારે ત્રણ મુખ્ય અભિનેતાઓ તરીકે રિતિક
રોશન, અભિષેક બચ્ચન અને અક્ષય ખન્નાને લેવાનો વિચાર કર્યો હતો. એમાં આમિર ખાન અને સૈફ અલી ખાન કેવી રીતે આવ્યા તેની રસપ્રદ અને અજાણી વાતો ફરહાને એક મુલાકાતમાં કહી હતી.
ફિલ્મની વાર્તા એવી હતી કે ફરહાન ત્રણ યુવાન કલાકારો સાથે કામ કરવાનું ઇચ્છતા હતા. પણ અક્ષય સિવાયના બંને અભિનેતાએ કોઈને કોઈ કારણસર ના પાડી દીધી હતી. ત્યારે આમિર એમાં કામ કરી શકે એવો વિચાર જ આવ્યો ન હતો. ફરહાને એ સમય પરના લગભગ બધા જ જાણીતા હીરોને વાત કરી પણ આ મલ્ટીસ્ટારર ફિલ્મ હોવાથી બધાએ ના પાડી દીધી. છેલ્લે કોઈ વિકલ્પ ન હતો ત્યારે ફરહાન આમિર પાસે ગયો અને વાર્તા સંભળાવી. એમાં સંવાદ બધા જ અંગ્રેજીમાં લખ્યા હતા.

આમિરે કહ્યું કે સ્ક્રિપ્ટ મને પસંદ આવી છે પણ તારે એને અંગ્રેજીમાં બનાવવી જોઈએ. ફરહાને કહ્યું કે આ ફિલ્મ તો હિન્દી છે. એને અંગ્રેજીમાં બનાવી શકું નહીં. આમિરે પ્રશ્ન કર્યો કે સંવાદ તો અંગ્રેજીમાં છે? ફરહાને કહ્યું કે હું સંવાદ હિન્દીમાં લખીને લાવીશ. અને એ સ્ક્રિપ્ટ સંપૂર્ણ હિન્દીમાં લખીને લઈ ગયો અને સંભળાવી. આમિરે કહ્યું કે ત્રણ મહિના પછી હું સ્ક્રિપ્ટ ફરીથી સાંભળીશ. ફરહાને ત્રણ માસ પછી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે વ્યસ્ત જ રહેતા હતા. આમ કરતાં આઠ માસ વીતી ગયા. આખરે ફરહાન એક દિવસ આમિરના ઘરે જ પહોંચી ગયા. એ પછી આમિરે ફિલ્મ માટે તારીખો આપી હતી.
સૈફ અલી ખાન ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો હતો પણ શુટિંગ શરૂ થવાના દસ દિવસ પહેલાં જ ફરહાનને એનો ફોન આવ્યો કે મને એક પ્રેમ ત્રિકોણની વાર્તાવાળી ફિલ્મ મળી છે અને સારી હોવાથી હું એ કરવા માંગું છું. તે સમયે સૈફની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી અને પોતાની ફિલ્મી કારકિર્દીને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યો હતો. તેને લાગતું હતું કે ‘સમીર’નું પાત્ર તેના માટે યોગ્ય નથી અથવા તે તેના માટે ફાયદાકારક સાબિત નહીં થાય. રિહર્સલ સહિતની બધી જ તૈયારી થઈ ગઈ હોવાથી સૈફના ઇન્કારથી ફરહાનનું દિલ તૂટી ગયું.
![]()
આ મુદ્દે ચર્ચા કરવા માટે એક તાકીદની મીટીંગ બોલાવવામાં આવી અને સૈફને પણ હાજર રહેવા કહ્યું. સૈફ આવ્યો અને એને બહુ મુશ્કેલીથી મનાવવામાં આવ્યો હતો. આમિરે કહ્યું હતું કે તું આ ફિલ્મ નહીં કરું તો એ તારી બહુ મોટી ભૂલ હશે. સૈફ તૈયાર થયા પછી ફરહાનને રાહત થઈ હતી પણ સૈફ મુલાકાત માટે આવે એ પહેલાં આમિરે કહ્યું હતું કે જો સૈફ તૈયાર ના થાય તો એક માણસ છે જે આ ભૂમિકા કરી શકે છે. ફરહાને ઉત્સુક્તાથી એના વિશે પૂછ્યું ત્યારે આમિરે ફરહાનનું જ નામ આપ્યું હતું!




“તેઓ પોતાની સાથે પંજાબના ગામડાની માટી લાવ્યા, જ્યાંથી તેઓ આવ્યા હતા અને તેમના સ્વભાવ પ્રત્યે વફાદાર રહ્યા.. તેમની ભવ્ય કારકિર્દી દરમિયાન તેઓ માટી વગરના રહ્યા, એક એવા ભાઈચારામાં જ્યાં દર દાયકામાં પરિવર્તન આવતું હતું.. … ભાઈચારામાં પરિવર્તન આવ્યું.. તેમનામાં નહીં.. તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની હૂંફ, તેમની આસપાસના બધા લોકો સુધી વિસ્તરેલી રહી.. એક શૂન્યાવકાશ જે હંમેશા શૂન્યાવકાશ રહેશે.. .. પ્રાર્થનાઓ,” અમિતાભે શેર કર્યું.


રહેવાસીઓ 25 નવેમ્બરને વિશ્વભરના સનાતન ધર્મના અનુયાયીઓ માટે ગર્વના દિવસ તરીકે વર્ણવે છે. ઘણા લોકો માને છે કે રામ મંદિરનું નિર્માણ માત્ર એક ધાર્મિક સીમાચિહ્નરૂપ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ માટે એક ઐતિહાસિક સિદ્ધિ પણ છે.
દિલ્હી પહોંચ્યું રાખનું વાદળ







ધર્મેન્દ્રની ઉષ્મા અને એક ઉત્તમ માનવ તરીકેના વ્યક્તિત્વને ઉજાગર કરતો એક કિસ્સો શેર કરતા, નિકેતન લખ્યું, “જ્યારે મારા પિતા ગુજરી ગયા, ત્યારે ધરમ કાકાએ મારી મમ્મીને ICUમાંથી ફોન કર્યો અને તેમનો પ્રેમ અને સંવેદના વ્યક્ત કરી અને મમ્મીને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઘરે પાછા આવશે, ચિંતા કરશો નહીં…” તેમણે ઉમેર્યું, “તેમનું નુકસાન ખૂબ જ વ્યક્તિગત લાગે છે… અમે તેમના હાથમાં મોટા થયા… તેમના તરફથી ફક્ત પ્રેમ અને આશીર્વાદ મળ્યા…. હંમેશા તેમને તે સ્મિત સાથે જોયા જે રૂમને પ્રકાશિત કરતું હતું…હાથ હંમેશા અમને આશીર્વાદ આપવા માટે ઉંચો કર્યો…સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ આભાર…અમારા બાળપણને આનંદથી ભરવા બદલ આભાર…એક માણસ શું કરી શકે છે અને શું કરવું જોઈએ તે બતાવવા બદલ આભાર “બનો…”