અયોધ્યાઃ અયોધ્યાને દુલ્હનની જેવી સજાવવામાં આવી છે. અયોધ્યાસ્થિત રામ મંદિરના શિખર પર PM મોદી અને RSSપ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો હતો. એ પહેલાં બંનેએ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ વિશેષ ધ્વજને અમદાવાદના શિલ્પકાર ભરત મેવાડે અનેક મહિનાઓની મહેનત અને બારીકીથી તૈયાર કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાએ એક વધુ અધ્યાયને સ્વર્ણિમ અક્ષરોથી લખી દીધો છે. અનેક મહિનાઓની તૈયારી બાદ આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.
મોદીએ કર્યો ‘રામ રાજ્ય’નો ઉલ્લેખ
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનો ભગવા રંગ અને તેમાં રચિત સૂર્યવંશની ખ્યાતિ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કૃતિનું પ્રતિબિંબ કરે છે. આ ધ્વજ સંકલ્પ, સફળતા અને સદીઓથી સપનાના સાકાર સ્વરૂપનું પ્રતીક છે.
आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष-बिंदु की साक्षी बन रही है। श्री राम जन्मभूमि मंदिर के शिखर ध्वजारोहण उत्सव का यह क्षण अद्वितीय और अलौकिक है। सियावर रामचंद्र की जय! https://t.co/4PPt0rEnZy
— Narendra Modi (@narendramodi) November 25, 2025
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સદીઓના ઘા હવે ભરી રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિ સુધી પહોંચ્યો છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેના અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, જે યજ્ઞ એક પળ માટે પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ માટે પણ વિશ્વાસમાંથી તૂટ્યો નહીં.
તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્તમ ક્ષણની સાક્ષી બની રહી છે. આજે ભારત, સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.
કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી – મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આજે કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી છે. મંદિર નિર્માણ પૂર્ણ થયું છે.
નવા યુગની શરૂઆત – યોગી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિર પર ધ્વજારોહણ કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે રામભક્તોની તરફથી હું PM મોદીને આભાર માનું છું.
તેમણે કહ્યું હતું કે આ નવા યુગની શરૂઆત છે. PM નરેન્દ્ર મોદીનું ઉત્તરની પ્રજાની તરફથી સ્વાગત અને અભિનંદન કરું છું.આ ધ્વજની લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ અને દંડ 42 ફૂટનો છે. તેને 161 ફૂટ ઊંચા શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્વજ પર ત્રણ વિશેષ ચિહ્નો અંકિત છે — સૂર્ય, ‘ૐ’ અને કોવિદાર. આ ધ્વજને સૂર્ય ભગવાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.
અયોધ્યા બહુ સુંદર લાગી રહી છે – મહિલા શ્રદ્ધાળુ
રામ મંદિર દર્શન માટે અયોધ્યા પહોચેલી એક વૃદ્ધ ભક્તાએ કહ્યું હતું કે હું દર્શન કરવા જઈ રહી છું. આ બંને મને પકડીને ઊભી છે, એ મારી દીકરીઓ છે… અયોધ્યા આજે બહુ સુંદર લાગી રહી છે. હું ભગવાનનાં દર્શન કરવા જઈ રહી છું.




વિશ્વમાં શાંતિમય અને સુખમય સંસારની રચના થાય તે મહાન હેતુસર સમગ્ર ગુજરાતમાં 5,000થી પણ વધારે શાંતિ યાત્રાઓનું આયોજન બ્રહ્માકુમારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારી મહાદેવ નગરના ડાયરેક્ટર ચંદ્રિકા દીદી, રેડ ક્રોસના ચેરમેન અમિત દોષી, તેમજ બંકાઈ ગ્રુપના ડાયરેક્ટર અવની બ્રહ્મભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.
આ શાંતિ યાત્રામાં જોડાયેલા તમામ સાધકોએ શક્તિશાળી શાંતિના પ્રકંપનો ફેલાવતા જીવનમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને સમરસતા સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો. પૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રાનું સમાપન થયું હતું.
આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ( ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે પ્રેરણા આપવા બદલ સુધા મૂર્તિનો આભાર વ્યકત કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે “બુકફ્લિક્સના આરંભ અગાઉથી અમારી સ્કૂલનું કેમ્પસ વાર્તાઓ, સંવાદો, પુસ્તકોના આદાન-પ્રદાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. નીત નવી અજાયબીઓને પ્રેરણા આપવી, બાળકોના ચહેરાઓ ઉપર પ્રસન્નતા બની રહે તે માટે આનંદીત વાતાવરણ બનાવવા સાથે જીવન ઘડતરના મહત્વના મૂલ્યોને વધુ ઉંડાણથી તેઓને સમજાવવાની અમારી આશા છે આ બાબતો અમારા દ્રષ્ટિકોણને આકાર આપીને વિશ્વનો અર્થ સમજાવવામાં મદદ કરે છે.”
આ પ્રસંગે સુધા મૂર્તિએ કેમ્પસમાં 800 વિદ્યાર્થીઓના સમુદાયને સંબોધતા વાંચન, કલ્પના અને મૂલ્યો વિષે ઉંડાણથી સમજ આપી હતી.. આ સમયે યોજાયેલી વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને તેમના પુસ્તકો, લેખન પ્રક્રિયા અને જીવનના અનુભવો વિશે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો પ્રત્યેનો તેમનો સાલસ અને સરળ અભિગમ ઉપસ્થિત સહુ માટે મનભાવન બની રહયો હતો.
27 નવેમ્બર સુધી ચાલનારો, બુકફ્લિક્સ ADIS કેમ્પસને વર્કશોપ, વાર્તા કહેવાના સત્રો, પાત્ર પ્રયોગશાળાઓ, સર્જનાત્મક લેખન સ્ટુડિયો અને લેખક-નેતૃત્વ ક્રિયાપ્રતિક્રિયાઓથી ભરેલા જીવંત સાહિત્યિક ક્ષેત્રમાં પરિવર્તિત કરનાર બની રહેશે. આ ઉત્સવ આત્મવિશ્વાસપૂર્વક, જિજ્ઞાસુ અને દયાળુભાવ સાથે જીવનભર શીખનારાઓને ઉછેરવાના શાળાના મિશનને મજબૂત બનાવે છે. બુકફ્લિક્સ 2025 ખુલ્લો મૂકવાની ઘોષણા કરતા નમ્રતા અદાણીએ કહ્યું, “વાંચનનો આનંદ, વાર્તાઓનો જાદુ અને સર્જનાત્મકતાની શક્તિને પ્રભુત્વ આપવા દો.”


કર્મમાંથી મુક્ત થઈ જાવ એટલે કાં તો નિરાશા આવે કાં તો વૈરાગ્ય. સંસારમાં રહીને પણ જીવનના અંત સુધી કામ કર્યે રાખવું એ બોધ આ કહેવત આપે છે.
રોશન, અભિષેક બચ્ચન અને અક્ષય ખન્નાને લેવાનો વિચાર કર્યો હતો. એમાં આમિર ખાન અને સૈફ અલી ખાન કેવી રીતે આવ્યા તેની રસપ્રદ અને અજાણી વાતો ફરહાને એક મુલાકાતમાં કહી હતી.
“તેઓ પોતાની સાથે પંજાબના ગામડાની માટી લાવ્યા, જ્યાંથી તેઓ આવ્યા હતા અને તેમના સ્વભાવ પ્રત્યે વફાદાર રહ્યા.. તેમની ભવ્ય કારકિર્દી દરમિયાન તેઓ માટી વગરના રહ્યા, એક એવા ભાઈચારામાં જ્યાં દર દાયકામાં પરિવર્તન આવતું હતું.. … ભાઈચારામાં પરિવર્તન આવ્યું.. તેમનામાં નહીં.. તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની હૂંફ, તેમની આસપાસના બધા લોકો સુધી વિસ્તરેલી રહી.. એક શૂન્યાવકાશ જે હંમેશા શૂન્યાવકાશ રહેશે.. .. પ્રાર્થનાઓ,” અમિતાભે શેર કર્યું.


રહેવાસીઓ 25 નવેમ્બરને વિશ્વભરના સનાતન ધર્મના અનુયાયીઓ માટે ગર્વના દિવસ તરીકે વર્ણવે છે. ઘણા લોકો માને છે કે રામ મંદિરનું નિર્માણ માત્ર એક ધાર્મિક સીમાચિહ્નરૂપ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ માટે એક ઐતિહાસિક સિદ્ધિ પણ છે.
દિલ્હી પહોંચ્યું રાખનું વાદળ
