Home Blog Page 385

દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એક વાર હવા પ્રદૂષિત બની છે. શનિવાર સવારે રાજધાનીની હવાની ગુણવત્તામાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો. સવારના સમયે ધુમ્મસ અને સ્મોગની જાડી પરત છવાઈ ગઈ હતી, જેને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ AQI 393 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં AQI 400ને પણ પાર થયો હતો.

દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર

CPCBના આંકડા મુજબ આજે સવારે દિલ્હીના આનંદ વિહારમાં AQI 436 નોંધાયો. સવારથી જ આ વિસ્તાર ઝેરી ધુમાડાની ગાઢ ચાદરથી ઢંકાયેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય અનેક મોનિટરિંગ કેન્દ્રોમાં પણ AQI 400થી વધુ નોંધાયો હતો. અશોક વિહારમાં 435, ITOમાં 425, DTUમાં 426 અને નહેરુનગરમાં 427 AQI નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી રાહત નથી

દિલ્હીમાં હાલમાં ઝેરી હવામાંથી રાહત મળવાની શક્યતા નથી. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના અનુમાન મુજબ સોમવાર સુધી હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં રહી શકે છે, જેને કારણે શ્વાસના દર્દીઓને તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત લોકોમાં આંખોમાં બળતરા અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. દિલ્લીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે (CQAM)એ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાહનોમાંથી થતા હવા પ્રદૂષણને ઘટાડવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં AQI કેટલો રહ્યો?

છેલ્લા કેટલાક દિવસોમાં પવનની ગતિ વધવાથી દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો હતો અને AQI ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યો હતો. જોકે ઘણા વિસ્તારોમાં તે સમયે પણ હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’ જ રહી હતી. હવે ફરી રાજધાનીના અનેક વિસ્તારોમાં AQI વધીને 400ને પાર પહોંચી ગયો છે. ગઈ કાલે દિલ્હીનો સરેરાશ AQI 349 નોંધાયો હતો. સવારના સમયે ગાઢ ધુમ્મસ અને ઝેરી ધુમાડાની પરત છવાઈ ગઈ હતી, જેને કારણે વિઝિબિલિટી ભારે અસરગ્રસ્ત થઈ હતી.

અમેરિકન સાંસદોએ ભારત પરના 50 ટકા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય ઇમર્જન્સીને ખતમ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઇમર્જન્સી ઘોષણાને આધારે જ ભારતથી આયાત થનારા માલ પર 50 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવ્યો હતો. અમેરિકી સાંસદોએ આ ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા છે અને ચેતવણી આપી છે કે તેને કારણે અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત-અમેરિકા સંબંધોને નુકસાન પહોંચશે.

આ પ્રસ્તાવ સાંસદ ડેબોરા રોસ (Deborah Ross), માર્ક વીસી (Marc Veasey) અને રાજા કૃષ્ણમૂર્તિ (Raja Krishnamoorthi) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ એક અન્ય પ્રસ્તાવ દ્વારા બ્રાઝિલ પર લાગુ કરાયેલા આવા જ ઇમર્જન્સી આધારિત ટેરિફને પાછો ખેંચવા અને રાષ્ટ્રપતિની શક્તિઓનો ઉપયોગ કરીને ટેરિફ લગાવવાની સત્તાને મર્યાદિત કરવાની કોશિશ કરવામાં આવી હતી.

પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું છે?

ત્રણ અમેરિકી સાંસદોએ રજૂ કરેલા પ્રસ્તાવમાં 27 ઓગસ્ટ, 2025એ ભારત પર લગાવવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફને રદ કરવાની માગ કરવામાં આવી છે. અગાઉ લાગુ કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના કારણે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ અનેક ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ વધીને 50 ટકા થઈ ગયો હતો.

નોર્થ કેરોલિનાનાં સાંસદ ડેબોરા રોસે જણાવ્યું હતું કે નોર્થ કેરોલિનાનું અર્થતંત્ર વેપાર, રોકાણ અને સક્રિય ભારતીય-અમેરિકન સમુદાયના માધ્યમથી ભારત સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેમણે કહ્યું હતું કે ભારતીય કંપનીઓએ રાજ્યમાં $ એક અબજથી વધુનું રોકાણ કર્યું છે, જેને કારણે હજારો નોકરીઓ સર્જાઈ છે. એ સાથે જ નોર્થ કેરોલિનાથી દર વર્ષે કરોડો ડોલરનો માલ ભારતને નિકાસ થાય છે.

અમેરિકી સાંસદ માર્ક વીસીનું પણ કહેવું છે કે ભારત એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે અને ગેરકાનૂની ટેરિફ પહેલેથી જ મોઘવારીથી પરેશાન નોર્થ ટેક્સાસના સામાન્ય લોકો માટે વધારાના ટેક્સ સમાન છે.

સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે કે આ ટેરિફથી અમેરિકાને જ મોટો ઝટકો લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ટેરિફને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, અમેરિકન કામદારોને નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકો માટે ખર્ચ વધી ગયો છે.

ગુલકંદ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫

પાલક પિનવ્હીલ પરોઠા

સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે, પાલક પિનવ્હીલ પરોઠા!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • ધોઈને સમારેલી પાલક 2 કપ
  • બાફેલા બટેટા 4
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ચીઝ ક્યૂબ 1
  • પનીર 100 ગ્રામ
  • આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન

રીતઃ એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો. ત્યારબાદ તેમાં પાલક ઉમેરીને 2-3 મિનિટ રાખી લીધા બાદ બીજા વાસણમાં બરફવાળું ઠંડું પાણી લઈ તેમાં આ પાલક ઉમેરીને તરત બહાર કાઢી લો.

આ ઠંડી પાલકની મિક્સીમાં પ્યુરી બનાવી લો.

એક વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને, પાલકની પ્યુરી વડે લોટ બાંધી લો. આ લોટ ઢાંકીને 10 મિનિટ રહેવા દો.

બાફેલા બટેટાને છીણી લો. ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાઉડર, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર, હળદર, આદુ-મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર મેળવીને બટેટાનું પૂરણ તૈયાર કરી લો.

10 મિનિટ બાદ લોટના લૂવા બનાવી એક-એક લૂવો વણીને રોટલાની નીચે તેમજ ઉપર બંને બાજુએ થોડા તલ તેમજ રેડ ચિલી ફ્લેક્સ ભભરાવીને એકવાર વેલણ વડે થોડું વણીને બટેટાનું પૂરણ તેની ઉપર ફેલાવીને પાથરી દો. ઉપરથી પનીર તેમજ ચીઝ ખમણી લો. રોટલાનો રોલ વાળીને તેના 1½ ઈંચ જેટલા કટકા ચપ્પૂ વડે કરી  લો. આ લૂવાને બંને હાથમાં લઈ થોડો પ્રેશ કરીને ચપટા પિનવ્હીલ રોલ બનાવી દો. અને તવા ઉપર ગોઠવીને, ફરતે થોડું થોડું ઘી નાખીને શેકી લો.

૧૩ ડિસેમ્બર ૨૦૨૫

પંચાંગ 13/12/2025

નવેમ્બરમાં છૂટક મોંઘવારી સાધારણ વધીને 0.71 ટકાએ

નવી દિલ્હીઃ  દેશમાં નવેમ્બરમાં રિટેલ મોંઘવારી 0.71 ટકાની ગતિએ વધી છે. જ્યારે એક મહિના પહેલાં એટલે કે ઓક્ટોબરમાં રિટેલ ફુગાવે માત્ર 0.25 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો હતો. સરકારે તેની પાછળનું કારણ GST દરોમાં થયેલી કપાતને ગણાવ્યું હતું. નોંધનીય છે કે 22 સપ્ટેમ્બરથી GSTના નવા દરો લાગુ થયા બાદ ઓક્ટોબર પહેલો મહિનો હતો, જ્યારે આ કપાતની સીધી અસર જોવા મળી હતી.

નવેમ્બરમાં અનિયમિત વરસાદ અને ઓક્ટોબરના બેઝ ઇફેક્ટને કારણે પહેલેથી જ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે નવેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન વધે તેવી શક્યતા છે.

મોંઘવારી અંગે શું છે અંદાજ?

રેટિંગ એજન્સી ઇકરા(ICRA)એ નવેમ્બરમાં CPI ઇન્ફ્લેશન 1 ટકાથી ઉપર જવાની ધારણા વ્યક્ત કરી હતી. ઇકરાએ આવનારા નાણાકીય વર્ષ 2027ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇન્ફ્લેશન 4 ટકા સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.RBIએ ખાદ્ય પદાર્થોના ભાવમાં ચાલતી ઘટાડાને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીના અંદાજમાં ઘટાડો કર્યો છે.

ફૂડ ઇન્ફ્લેશનની સ્થિતિ

નવેમ્બરમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઈન્ડેક્સ વર્ષ 2024ના નવેમ્બરની સરખામણીમાં -3.91 ટકા રહ્યો, જે ઓક્ટોબરમાં પણ -3.91 ટકા હતો.

શહેરોમાં નવેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન -3.60 ટકા

ગામોમાં નવેમ્બરમાં -4.05 ટકા

જ્યારે ઓક્ટોબરમાં શહેરોમાં -5.18 ટકા અને ગામોમાં -4.85 ટકા હતો. નવેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશનમાં તેજીનું કારણ—શાકભાજી, ઇંડા, માંસ અને માછલી, મસાલા, તેલ અને વીજળીના વધતા ભાવ હતા.

ગ્રામ્ય અને શહેરી મોંઘવારી

રુરલ ઇન્ફ્લેશન

ઓક્ટોબર, 2025માં -0.25 ટકા

નવેમ્બરમાં વધીને 0.10 ટકા

અર્બન ઇન્ફ્લેશન

ઓક્ટોબરમાં 0.88 ટકા

નવેમ્બરમાં વધીને 1.40 ટકા

હાઉસિંગ ઇન્ફ્લેશન

નવેમ્બરમાં હાઉસિંગ ઇન્ફ્લેશન થોડો ઘટીને 2.96 ટકાથી 2.95 ટકાએ આવ્યો. હાઉસિંગ ઇન્ડેક્સ માત્ર શહેરી વિસ્તારો માટે છે.

એજ્યુકેશન ઇન્ફ્લેશન

3.54 ટકાથી ઘટીને 3.38 ટકા

હેલ્થ ઇન્ફ્લેશન (શહેર + ગામ)

3.81 ટકાથી ઘટીને 3.60 ટકા

ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન

0.94 ટકાથી ઘટીને 0.88 ટકા

તેલ અને વીજળીનો ઇન્ફ્લેશન

1.98 ટકાથી વધીને 2.32 ટકા

૨૦૨૭ની વસ્તી ગણતરી માટે ₹૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ વખત, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળમાં ત્રણ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પહેલો નિર્ણય 2027ની વસ્તી ગણતરીને લગતો છે, જે એક વિશાળ રાષ્ટ્રીય પહેલ છે. વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બીજું, કોલસા સેતુ દ્વારા દેશના કોલસા ક્ષેત્રમાં એક મોટો સુધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્રીજું, ખેડૂતોના કલ્યાણ માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી 2027થી દેશભરમાં હાથ ધરવામાં આવશે. આ વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરની યાદી અને રહેઠાણ ગણતરીનો સમાવેશ થશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તી ગણતરીનો સમાવેશ થશે, જે ફેબ્રુઆરી 2027માં શરૂ થશે. તેમણે સમજાવ્યું કે વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત કોલસા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. 2024-2025 માં, ભારત એક અબજ ટનથી વધુનું ઐતિહાસિક કોલસા ઉત્પાદન પ્રાપ્ત કરશે. કોલસાની આયાત પરની આપણી અગાઉની નિર્ભરતા હવે નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. કોલસાની આયાત પરની આ ઘટેલી નિર્ભરતાએ આપણને ₹60,000 કરોડ બચાવ્યા છે.

ભારતની વસ્તી ગણતરી એ દેશની વસ્તી, વસ્તી વિષયક, સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ અને સંસાધન વિતરણનો વ્યાપક સર્વે છે. તે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર દ્વારા હાથ ધરવામાં આવે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરતી દવા ઓઝેમ્પિક ભારતમાં લોન્ચ, જાણો કિંમત

નોવો નોર્ડિસ્ક દ્વારા ભારતમાં ડાયાબિટીસની સારવાર માટે ઓઝેમ્પિક સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો આ ઇન્જેક્શન કેવી રીતે કાર્ય કરે છે, તેની માત્રા અને તેની કિંમત વિશે જાણીએ.

ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્કએ આખરે ભારતમાં તેની બહુપ્રતિક્ષિત ડાયાબિટીસ દવા, ઓઝેમ્પિક લોન્ચ કરી છે. 0.25 મિલિગ્રામના પ્રારંભિક ડોઝની કિંમત દર અઠવાડિયે 2200 રૂપિયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપની ભારતમાં આ ઇન્જેક્શન 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ અને 1 મિલિગ્રામના ડોઝમાં વેચશે. એ નોંધનીય છે કે ઓઝેમ્પિક ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઇન્જેક્શન છે અને તેને અઠવાડિયામાં એકવાર લઈ શકાશે.

ભારતમાં ઓઝેમ્પિક કિંમતો
ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ સાપ્તાહિક ઈન્જેક્શનને 2017 માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી, તે વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેચાતી દવા બની ગઈ છે. તેની ભૂખ-દમનકારી અસરોને કારણે વજન ઘટાડવા માટે તેનો વારંવાર ઉપયોગ થાય છે.

દવાનો સૌથી ઓછો ડોઝ દર અઠવાડિયે 2200 રૂપિયામાં વેચાશે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપનીએ અન્ય ડોઝની કિંમતો પણ જાહેર કરી છે. 1 મિલિગ્રામ ડોઝની કિંમત દર મહિને 11175 રૂપિયા હશે, જ્યારે 0.5 મિલિગ્રામ ડોઝની કિંમત દર મહિને 10170 રૂપિયા હશે. 0.25 મિલિગ્રામ ડોઝની કિંમત દર મહિને 8800 રૂપિયા હશે. 0.25 મિલિગ્રામ ડોઝની શરૂઆતની કિંમત દર અઠવાડિયે 2200 રૂપિયા હશે.

ભારતમાં ઓઝેમ્પિકને ક્યારે મંજૂરી આપવામાં આવી?

ભારતના ડ્રગ રેગ્યુલેટર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ આ વર્ષે ઓક્ટોબરમાં ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ) ના ઉપયોગને મંજૂરી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં FDA અનુસાર, ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાયકેમિક નિયંત્રણ સુધારવા અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં મોટી કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ ઘટાડવા માટે ઓઝેમ્પિકને આહાર અને કસરત સાથે લેવામાં આવે છે જેમને પહેલાથી જ હૃદય રોગ છે.

વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક કેવી રીતે અસરકારક છે?

ઓઝેમ્પિક, જેનો સક્રિય ઘટક સેમાગ્લુટાઇડ છે, તે મુખ્યત્વે ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવ્યો હતો. જો કે, તે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થયું છે, જેના કારણે તે આજકાલ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ઓઝેમ્પિક કુદરતી રીતે બનતા હોર્મોન GLP-1 (ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ-1) ની જેમ કામ કરે છે. ખાધા પછી આ હોર્મોન આંતરડામાંથી મુક્ત થાય છે. ઓઝેમ્પિક મગજને સંકેત મોકલે છે કે તમે ભરાઈ ગયા છો, જેનાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે ઓછી કેલરીનો વપરાશ કરો છો. તે ઉચ્ચ કેલરીવાળા ખોરાકની તૃષ્ણાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ દવા પાચન ધીમું કરે છે (જેને ગેસ્ટ્રિક ખાલી કરાવવું કહેવાય છે). પાચન ધીમું થવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જે તમને વારંવાર ખાવાનું ટાળવામાં અને એકંદરે ઓછું ખોરાક ખાવામાં મદદ કરે છે. તે સ્વાદુપિંડને ઇન્સ્યુલિન છોડવા માટે પણ ઉત્તેજિત કરે છે જ્યારે બ્લડ સુગર વધે છે. તે ગ્લુકોગન હોર્મોનનું સ્ત્રાવ ઘટાડે છે, જે લીવરને વધારાનું ગ્લુકોઝ ઉત્પન્ન કરતા અટકાવે છે.

(નોંધ: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ માટે કોઈપણ પગલાં લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.ચિત્રલેખા કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

મનરેગાનું નામ બદલીને રખાશે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર શુક્રવારે થનારી કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેશે. કેન્દ્રિય મંત્રીમંડળ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 (MGNREGA) એટલે કે મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી વિધેયક 2025 કરવાનો પ્રસ્તાવ મંજૂર કરી શકે છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેબિનેટ બેઠક યોજાશે.

હવે નવા નામથી રોજગાર ગેરંટી યોજનાને નવી ઓળખ મળશે અને તેનો વ્યાપ વધુ મજબૂત બનશે. મનરેગા સરકારની પ્રખ્યાત કલ્યાણકારી યોજનાઓમાંની એક છે, જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે.

મનરેગા યોજનાની સંપૂર્ણ જાણકારી

MGNREGA (મનરેગા) ભારત સરકારે 2005માં કાયદા તરીકે પસાર કર્યો હતો અને તે સમયે UPA સરકારે આ કાયદાને અમલમાં મૂક્યો હતો. મનરેગાનું સત્તાવાર નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005. આ કાયદો 7 સપ્ટેમ્બર 2005એ સંસદમાં પસાર થયો હતો. તેને બીજી ઓક્ટોબર, 2006એ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જે મહાત્મા ગાંધીની જન્મજયંતી હતી. શરૂઆતમાં આ યોજના 200 જિલ્લોમાં અમલમાં મૂકી, ત્યાર બાદ ધીમે-ધીમે દેશમાં વિસ્તૃત કરવામાં આવી હતી.

મનરેગા એક ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના છે, જેના અંતર્ગત દરેક ગ્રામીણ પરિવારમાં રહેલા વયસ્ક સભ્યોને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની મજૂરી આધારિત રોજગાર આપવામાં આવે છે.આ રોજગાર બિનકુશળ મજૂરી (જેમ કે રસ્તા, તળાવ, કેનાલ બનાવવી) તરીકે આપવામાં આવે છે અને કામદારોને નિયત ન્યૂનતમ વેતન ચૂકવવામાં આવે છે. જો 15 દિવસની અંદર કામ ન મળે તો અરજદારને બેરોજગારી ભથ્થું મળે છે.

કોરોના સમયમાં મદદગાર સાબિત થઈ મનરેગા

Covid-19 મહામારી દરમિયાન મનરેગાએ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે સમયે કામની માગ અચાનક વધી ગઈ હતી અને આ યોજના પોતાના ઘરે પરત આવેલા મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોને રોજગાર આપવામાં ખૂબ મદદરૂપ બની હતી.