અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેનાથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ખુશી મુખર્જીએ ખુલાસો કર્યો કે સૂર્યકુમાર યાદવ તેને ઘણા મેસેજ કરતો હતો. તાજેતરના એક કાર્યક્રમમાં ખુશીએ ખુલાસો કર્યો કે સૂર્યકુમાર તેને વારંવાર મેસેજ કરતો હતો, પરંતુ હવે તેઓ વાત કરતા નથી. જ્યારે એક પત્રકારે તેને પૂછ્યું કે શું તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગે છે, ત્યારે ખુશીએ જવાબ આપ્યો કે તેને લિંક-અપ્સ પસંદ નથી. કિડન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, તેણીએ કહ્યું, હું કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગતી નથી, મારા પછી ઘણા ક્રિકેટરો છે. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો. હવે અમે વધુ વાત કરતા નથી, અને હું તેની સાથે લિંક થવા માંગતી નથી. મને મારા વિશે કોઈ લિંક-અપ્સ પસંદ નથી.” આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બીજી તરફ, સૂર્યકુમારે હજુ સુધી આ દાવાઓનો જવાબ આપ્યો નથી, દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવીશા શેટ્ટીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી અને વૈકુંઠ એકાદશી નિમિત્તે પ્રાર્થના કરી.
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી તથા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 થી 22 ડિસેમ્બર 2025 સુધી નેશનલ મેથ્સ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભારતના 21 રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજીત આ કાર્નિવલ અંતર્ગત વિવિધ ગણિત આધારિત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધાઓના પરિણામો નીચે મુજબ છે:
શિક્ષકો માટેની ઇનોવેટિવ મોડલ સ્પર્ધા
પ્રથમ સ્થાન: જીગ્નેશ કુમાર પી. ગોહિલ
દ્વિતીય સ્થાન: કૃપા લાખાણી
તૃતીય સ્થાન: ક્રિષ્ના ઠક્કર
મેથ્સ પઝલ સ્પર્ધા (જુનિયર વિભાગ)
પ્રથમ સ્થાન: ધ લોરેન્સ સ્કૂલ, લોવેડલ, ઉટી (તમિલનાડુ)
નવી દિલ્હીઃ જો તમે નવા વર્ષની પાર્ટીની તૈયારી ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી એપ્સ પર નિર્ભર રહીને કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. 31 ડિસેમ્બરે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી મોટી ફૂડ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સની સેવાઓ પ્રભાવિત થાય એવી શક્યતા છે. ગિગ અને પ્લેટફોર્મ ડિલિવરી વર્કર્સે અખિલ ભારતીય હડતાલનું એલાન કર્યું છે. તેની સીધી અસર ન્યુ યર ઈવ પર ઓર્ડર અને ડિલિવરી પર પડે એવી શક્યતા છે.
વાસ્તવમાં ન્યુ યર ઈવના થોડા સમય પહેલાં જ દેશભરના ગિગ અને પ્લેટફોર્મ ડિલિવરી વર્કર્સે 31 ડિસેમ્બરે કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ હડતાળની અસર ફૂડ ડિલિવરી, ઇન્સ્ટન્ટ ગ્રોસરી અને ઈ-કોમર્સ સેવાઓ પર જોવા મળે એવી શક્યતા છે. સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો અને અન્ય એપ્સ પરથી ઓર્ડર કરનાર ગ્રાહકોને ડિલિવરીમાં વિલંબ અથવા મર્યાદિત સેવા મળે એવી સંભાવના છે.
સુરક્ષા માટે જોખમ
આ હડતાળ તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઇન્ડિયન ફેડરેશન ઑફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના આહ્વાન પર આપવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે તહેવારો અને ખાસ દિવસોમાં ડિલિવરી વર્કર્સ પર કામનું દબાણ ઘણું વધે છે, પરંતુ તેની સરખામણીએ તેમની કમાણી ઘટતી જાય છે. અનિયમિત કામના કલાકો, વધતો ખર્ચ અને સામાજિક સુરક્ષાની અછત તેમની મુખ્ય સમસ્યાઓ છે.
વર્કર્સનો આરોપ છે કે 10 મિનિટ ડિલિવરી જેવાં ઝડપી મોડલ્સ તેમની સુરક્ષા માટે જોખમરૂપ બની ગયાં છે. ભારે ટ્રાફિક, સમયનું દબાણ અને પ્રદૂષણ વચ્ચે બે પૈડાવાળા વાહન ચલાવવું જોખમી બની જાય છે. યુનિયનોનું કહેવું છે કે એપ્સના અલ્ગોરિધમ એવા ટાર્ગેટ નક્કી કરે છે, જે વર્કર્સને ઝડપી અને અસુરક્ષિત ડ્રાઇવિંગ કરવા મજબૂર કરે છે. ઘણી વાર કોઈ નક્કર કારણ વગર ID બ્લોક કરી દેવામાં આવે છે, જેને કારણે તેમની રોજી-રોટી પર સીધી અસર પડે છે.
હડતાળની અસર દેખાવાની શક્યતા
ન્યુ યર ફૂડ ડિલિવરી અને ઓનલાઈન શોપિંગ માટે પીક સીઝન માનવામાં આવે છે. આવા સમયે આ હડતાલની અસર મેટ્રો શહેરો ઉપરાંત મોટાં ટિયર-2 શહેરોમાં પણ જોવા મળે એવી શક્યતા છે. ગુરુગ્રામ જેવા કેટલાક વિસ્તારોમાં તો પહેલેથી જ ઇન્સ્ટન્ટ ડિલિવરી સેવાઓ પ્રભાવિત થવાની માહિતી સામે આવી છે.
સવારનો સૂરજ રોજની જેમ જ ઊગ્યો હતો, પણ સ્નેહા અને રાજેશના જીવનમાં પથરાયેલો પ્રકાશ જાણે બરફ જેવો ઠંડો હતો. લગ્નને પચ્ચીસ વર્ષ વીતી ગયા, બાળકો મોટા થઈને પોતપોતાની જિંદગી અને કેરિયરમાં વ્યસ્ત થઈ ગયા. ડાઈનિંગ ટેબલ પર બંને સામસામે બેઠાં હતાં, વચ્ચે માત્ર બે ફૂટનું અંતર હતું, પણ મન વચ્ચે જાણે જોજનો લાંબી ખાઈ પડી ચૂકી હતી. રાજેશ મોબાઈલમાં માથું નાખીને ઈમેલ ચેક કરી રહ્યો હતો અને સ્નેહા ચૂપચાપ ચાના કપમાંથી નીકળતી વરાળને તાકી રહી હતી. કોઈ ઝઘડો નહોતો, કોઈ બૂમાબૂમ નહોતી કે નહોતો કોઈ વાસણ પછડાવાનો અવાજ. હતો તો બસ એક વજનદાર સન્નાટો. આ મૌન એ શાંતિનું નહીં, પણ થાકનું હતું. બંનેના હાથમાં રહેલી ચા ગરમ હતી, પણ વર્ષો જૂના એ સંબંધમાં હવે હૂંફ ક્યાંક ઓસરી ગઈ હતી. જાણે બે અજાણ્યા મુસાફરો એક વેઈટિંગ રૂમમાં સમય પસાર કરી રહ્યા હોય એમ, તેઓ એકબીજાની હાજરીને માત્ર સહન કરી રહ્યા હતા.
“હું નીકળું છું, સાંજે મોડું થશે,” રાજેશે ચાવી લેતાં યંત્રવત કહ્યું, સ્નેહાએ માત્ર માથું હલાવીને વગર કોઈ ભાવે સંમતિ આપી દીધી. આ એ જ સ્નેહા હતી જે ક્યારેક રાજેશના જવા પર એને લિફ્ટ સુધી મૂકવા આવતી, અને આ એ જ રાજેશ હતો જે સ્નેહાની સ્માઈલ જોયા વગર દિવસ શરૂ નહોતો કરતો. પણ આજે? આજે બધું રાબેતા મુજબ હતું, છતાં અંદરથી બધું તૂટેલું હતું. દુનિયાની નજરમાં તેઓ એક ‘પરફેક્ટ કપલ’ હતા, પણ ઘરની ચાર દીવાલો જ જાણતી હતી કે એમનો સંબંધ વેન્ટિલેટર પર છે. આ કોઈ વકીલ કે કોર્ટના કાગળ પર સહી કરીને લેવાયેલા ડિવોર્સ નહોતા, પણ રોજ થોડી-થોડી મરી પરવારતી લાગણીઓના ‘સાઈલેન્ટ ડિવોર્સ’ હતા, જ્યાં સાથે હોવું એ જ દુનિયાની સૌથી મોટી એકલતા બની ગઈ હતી.
સંબંધોની એક વરવી વાસ્તવિકતા
આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાતો આ વિષય સંબંધોની એક વરવી વાસ્તવિકતા છે. જેની વ્યવસ્થિત વ્યાખ્યા બાંધીએ તો, જ્યારે પતિ-પત્ની કે જીવનસાથી વચ્ચેનું ભાવનાત્મક જોડાણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય, છતાં સામાજિક મર્યાદા, આર્થિક સુરક્ષા કે બાળકો સંબંધિત કારણોસર તેઓ એક જ ઘરમાં સાથે રહે છે, ત્યારે એને ‘સાઇલેન્ટ ડિવોર્સ’ કહેવાય છે. આ સંબંધ બહારથી સંપૂર્ણપણે સામાન્ય અને આદર્શ લાગે છે, પરંતુ અંદરથી એ તદ્દન ખોખલો હોય છે. એમાં હવે ન તો કોઈ મોટો ઝઘડો હોય છે કે ન તો કોઈ પ્રેમાળ વર્તન. એના બદલે, બંને વ્યક્તિઓ એકબીજાની પરવા કર્યા વિના માત્ર સમય પસાર કરે છે. ટૂંકમાં, આ એક એવી સ્થિતિ છે જ્યાં બે વ્યક્તિ માત્ર એક છત વહેંચે છે, પણ દિલના અંતરિયાળ ખૂણામાં વર્ષો પહેલાં જ એકબીજાથી અલિપ્ત થઈ ગઈ હોય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપાક અને સમાજશાસ્ત્રના અભ્યાસુ સંગીતા પટેલ કહે છે કે, “આજના સમયમાં સાઇલેન્ટ ડિવોર્સ વધવાનું મુખ્ય કારણ સમાજમાં વધતું જતું ‘સ્વ-કેન્દ્રિત વર્તન’ છે, જ્યાં વ્યક્તિ પોતાની પ્રાથમિકતાઓ અને આરામને જ સર્વોપરી ગણે છે. આજના યુગમાં મજબૂત સામાજિકરણના અભાવે જોડીદારો વચ્ચે જરૂરી સંવાદ કૌશલ્ય, સહનશક્તિ અને ભાવનાત્મક સંવેદનાનો અભાવ જોવા મળે છે, જે સંબંધોમાં ઈંધણનું કામ કરે છે. વળી, કાયદાકીય પ્રક્રિયાની કપરી આંટીઘૂંટીઓથી બચવા લોકો ખુલ્લેઆમ વિયોગ કરવાને બદલે ચુપચાપ ભાવનાત્મક અલગાવ તરફ વધુ ધકેલાય છે.”
લાગણી સાથે પ્રેમ અને હૂંફ ધીમે ધીમે ઓગળી જાય છે
આ સ્થિતિમાં સોશિયલ મીડિયાની આભાસી દુનિયા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અન્ય કપલ્સના આકર્ષક ફોટા, ટૂર અને સેલિબ્રેશન જોઈને લોકો પોતાના જીવનની તુલના કરવા લાગે છે, જેનાથી સ્પર્ધા, અસંતોષ અને અવાસ્તવિક અપેક્ષાઓ જન્મે છે. આમ, નાના મતભેદો પણ મોટા અંતરમાં ફેરવાઈ જાય છે અને અપેક્ષાઓ અધૂરી રહેતા ‘પહેલા જેવું હવે નથી રહ્યું’ એવી લાગણી સાથે પ્રેમ અને હૂંફ ધીમે ધીમે ઓગળી જાય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેમિલી કોર્ટના વકીલ ઉન્નતિ ઠાકર કહે છે કે, “કોર્ટમાં આવતા અનેક કિસ્સાઓમાં દંપતી કાયદાકીય અરજી કરે એ પહેલાં જ વર્ષોથી ‘સાઇલેન્ટ ડિવોર્સ’ની સ્થિતિમાં જીવતા હોય છે. આમ છતાં, સામાજિક પ્રતિષ્ઠા અને બાળકોની જવાબદારીને કારણે ઘણા કપલ અલગ થવાને બદલે સાથે રહેવાનું જ પસંદ કરે છે. ખાસ કરીને મોટી ઉંમરના કપલના કિસ્સામાં કોર્ટ સૌપ્રથમ કાઉન્સેલિંગનો માર્ગ અપનાવે છે. આ પ્રક્રિયા ખૂબ જ અસરકારક નીવડે છે, કારણ કે એનાથી પરસ્પરના મનદુઃખ દૂર થાય છે અને અનેક દંપતીઓ છૂટાછેડાનો વિચાર માંડી વાળીને ફરીથી સાથે જીવન જીવવાનો હકારાત્મક નિર્ણય લે છે.”
સાથે રહેવું પણ સાથે જીવવું નહીં, રોજ એકબીજાને જોવા છતાં ન જોયા હોય તેમ વર્તવું આ સાઇલેન્ટ ડિવોર્સની પરાકાષ્ઠા છે. અહીં હસવા-રડવાના અને મન મૂકીને બોલવાના તમામ રસ્તા જાણે બંધ થઈ ગયા હોય છે. વર્ષોથી બે વ્યક્તિઓના મનમાં દબાયેલો આ અવાજ ક્યારેય બહાર આવતો નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં આજે પણ ગમે તેવા સંજોગોમાં અલગ થવા કરતાં સાથે રહેવાને વધુ પ્રાધાન્ય અપાય છે. કદાચ લોકાપવાદના ડર કે સંસ્કારોને લીધે, આ મૌન સ્વીકારી લેવું એ જ ઘણા લોકો માટે જીવન જીવવાની રીત બની જાય છે.
ડોક્ટર કહે છે…
મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડો. કલરવ મિસ્ત્રીચિત્રલેખા.કોમસાથે વાત કરતા કહે છે કે, “સાઇલેન્ટ ડિવોર્સ એ રાતોરાત થતી ઘટના નથી, પણ ધીમે ધીમે ઘટતા સંવાદ અને સૂકાતી લાગણીઓનું પરિણામ છે. આ સંબંધ બચાવવા પારદર્શિતા, પરસ્પર સન્માન અને ‘વન-ટુ-વન’ કમ્યુનિકેશન અનિવાર્ય છે. પહેલી તિરાડ દેખાય ત્યારે જ જો ખુલ્લા મને વાત કરવામાં આવે, તો મોટાભાગના તણાવ દૂર થઈ શકે છે.
સંબંધમાં અંતર આવવાના મુખ્ય કારણોમાં કોર્પોરેટ કલ્ચરનું દબાણ, કરિયર સ્ટ્રેસ, આર્થિક ખેંચતાણ અને બહારના આકર્ષણો જવાબદાર હોય છે. મધ્યમ વયે પહોંચતા સમયના અભાવે દાંપત્યમાં ભાવનાત્મક ખાલીપો સર્જાય છે. સામાજિક પ્રતિષ્ઠા, આર્થિક નિર્ભરતા કે બાળકોના કારણે કપલ્સ સાથે તો રહે છે, પણ એમની વચ્ચે શારીરિક અને માનસિક જોડાણ તૂટી ગયું હોય છે. આ ઉપરાંત, પુરુષોમાં રહેલો ઈગો અને સ્ત્રીઓમાં મેનોપોઝ કે PCOD જેવા હોર્મોનલ ફેરફારો ભાવનાત્મક અસંતુલન પેદા કરે છે, જે આ સાઇલેન્ટ ડિવોર્સની સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.”
નવા વર્ષ પહેલા, સરકારે યુવાનોને નવા વર્ષની ભેટ આપી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે X પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVBY) હેઠળ, સરકાર પહેલી વાર નોકરીમાં પ્રવેશ કરનારા અને પહેલી વાર EPFO ખાતું ખોલનારા યુવાનોને ₹15,000 નું પ્રોત્સાહન આપશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVBY) હેઠળ, જે યુવાનો પહેલીવાર ઔપચારિક નોકરી મેળવી રહ્યા છે તેમને ₹15,000 સુધીનું પ્રોત્સાહન મળશે. વધુ માહિતી માટે, http://pmvbry.labor.gov.in ની મુલાકાત લો.
આ યોજનાનો લાભ કેવી રીતે લેવો?
સરકાર દ્વારા જારી કરાયેલી આ 15,000 રૂપિયાની યોજનાનો લાભ મેળવવા માટે, કર્મચારીઓએ પહેલા EPFO માં નોંધણી કરાવવી પડશે. આનો અર્થ એ છે કે જો તમે કરારના આધારે કામ કરી રહ્યા છો અને તમારી પાસે EPFO ખાતું નથી, તો તમે આ યોજના માટે પાત્ર રહેશો નહીં. તમારું EPFO ખાતું ખોલ્યા પછી જ તમને સરકાર તરફથી આ પ્રોત્સાહન મળશે. કર્મચારીઓએ pmvry.labor.gov.in પર જઈને નોંધણી કરાવવી પડશે.
ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા 10 દિવસમાં ત્રીજા હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બની છે, જ્યાં 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકને માર મારીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જાહેર ચોકમાં સળગાવી દેવામાં આવ્યો હતો. આ તાજી ઘટનાથી ફરી એક વાર હિંસાની આગ ભભૂકી ઊઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં આવેલી એક કપડાની ફેક્ટરીમાં કામ કરતા હિંદુ યુવક અને અન્સાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસની તેના સહ કર્મચારીએ ગોળી મારીને હત્યા કરી હતી. અન્સાર બાંગ્લાદેશનું એક અર્ધસૈનિક દળ છે, જે ગ્રામ્ય સુરક્ષા એકમ તરીકે કાર્ય કરે છે. બજેન્દ્ર બિસ્વાસની ઉંમર આશરે 42 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે.
. પોલીસના જણાવ્યા મુજબ બિસ્વાસ અને નોમાન મિયા – બંને ફેક્ટરી પરિસરમાં આવેલા અંસાર બેરેકમાં તૈનાત હતા. વાતચીત દરમિયાન નોમાને સરકાર તરફથી આપવામાં આવેલી શોટગન મજાકમાં બિશ્વાસ તરફ તાની હતી. એ જ સમયે અચાનક ગોળી છૂટી ગઈ, જે બિશ્વાસની ડાબી જાંઘમાં વાગી. તેને તાત્કાલિક ભાલુકા ઉપજિલા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જોકે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત થતા હુમલાઓને ધ્યાનમાં લેતા, આ મામલે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર ગોળી મજાકમાં છૂટી હતી કે પછી તેની પાછળ કોઈ કાવતરું હતું?
ત્રણ દિવસ પહેલાં અમૃત મંડલની હત્યા થઈ હતી
આ પહેલાં લગભગ ત્રણ દિવસ પહેલા ઢાકામાં એક અન્ય હિંદુ યુવક અમૃત મંડલની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃત મંડલ પર હપતા વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં સતત હિંદુઓની હત્યાઓ થઈ રહી છે અને તેમનાં ઘરોને આગ લગાવવામાં આવી રહી છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.
અમદાવાદ: વર્ષ 2025ના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારના સોલા ભાગવત વિદ્યાપીઠના કેમ્પસમાં ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ અહીં કેટલીક એવી વાનગીઓ પીસરાઇ રહી છે જેને લોકો ભૂલી રહ્યા છે.IIM-અમદાવાદ કેમ્પસથી સોલા ભાગવતના કેમ્પસ સુધીની છેલ્લા પંદર વર્ષની વીસરતી વાનગીઓનો સાત્વિક મહોત્સવની સફર અનોખી છે. સાત્વિક મહોત્સવમાં જુદા-જુદા ધાન-શાકની અવનવી વાનગીઓનું જમણ તો થાય છે.
આ સાથે ખેડૂત હાટમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું ખેડૂતો દ્વારા વેચાણ થાય છે. મિલેટ એટલે કે હળવા અનાજ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. સામાન્ય માણસના જીવનમાં ઉપયોગી એવી સર્જનશીલ ચીજવસ્તુઓનું પ્રદર્શન થાય છે. આખાય મહોત્સવમાં આહારની સાથે સંસ્કૃતિને સાચવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.કૃષિ-જૈવ વિવિધતાના સંરક્ષણ માટે બજાર આધારિત પ્રોત્સાહનો પૂરા પાડવા માટે સાત્વિક નામનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ભાગ્યે જ અથવા ઓછા ઉગાડવામાં આવતા પોષણયુક્ત પાક અને જાતોની માંગ ઉભી થવાથી એમની ખેતીને પ્રોત્સાહન આપી શકાય છે.બાજરી, જુવાર, કઠોળ વગેરે વધુ સમૃદ્ધ હોય છે. આ ઉત્સવ વિવિધ રાજ્યોના ઓછા જાણીતા પરંતુ પોષક તત્વોથી ભરપૂર ખોરાકને શહેરી વિસ્તારના લોકોની થાળીમાં મુકવાનો પ્રયાસ છે. જેથી સૌ સ્વસ્થ ખોરાકની આદતો અને જીવનશૈલી અપનાવી શકે.સાત્વિક મહોત્સવમાં સ્ટોલ પર પાનકી નામની અનોખી ગુજરાતી વાનગી પીરસતા મુંજાલ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “અમે પાંદડામાં પાનકી બનાવીને આપીએ છીએ. આના વિશે ઘણાંને ખબર જ નથી. મારો વ્યવસાય અલગ જ છે. પરંતુ મને આપણી જૂની પરંપરાગત વાનગીઓ લોકો સુધી પહોંચાડવામાં રસ છે. એના કારણે સાત્વિકમાં સ્ટોલ રાખું છું. હવે કુકર અને અન્ય સાધનો આવ્યા એટલે સ્ટીમ થયેલા ઢોકળા આવ્યા. પહેલાં આ રીતે જ ઢોકળા જેવી વાનગીઓ તૈયાર થતી. અમે રાગીમાંથી પાનકી તૈયાર કરીએ છીએ. બાજરો, કોદરા, બાવતા નાગલી , સામો , જુવાર , રાગી અને મકાઈ જેવા પાક શુદ્ધ શાકભાજીનો ઉપયોગ કરી બનતી અનોખી પરંપરાગત વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે સાત્વિક એક સારો મહોત્સવ છે.”ઉબાડિયું, ગાજરનો હલવો, ગાયના દૂધની ગુલ્ફી, અવનવી જલેબી, સાતધાનની જલેબી, રાગીના ગુલાબ જાંબુ, રતાળુની પેટિસ, અડદના વડા, રાગી કે જુવારમાંથી બનેલી કેક બિટમાંથી બનેલી વાનગીઓના અનેક સ્ટોલ લાગ્યા છે. એમાંય શિયાળો છે એટલે ઉબાડિયું જેવી વાનગીઓને આરોગવા કતારો લાગે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આતંકવાદી નેટવર્ક બંગાળમાંથી કાર્યરત છે. આ નિવેદનનો વિરોધ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂછ્યું, તો, શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલો કરાવ્યો?” બંગાળના બાંકુરાના બીરસિંહપુરમાં એક રેલીને સંબોધતા, ટીએમસીના વડાએ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ દુશાસન અને દુર્યોધન તરીકે કર્યો. સીએમ બેનર્જીએ કહ્યું, શકુનીનો શિષ્ય દુશાસન માહિતી એકત્રિત કરવા બંગાળ આવ્યો છે. ચૂંટણી આવતાની સાથે જ દુશાસન અને દુર્યોધન દેખાય છે.
પીએમ મોદી 20 ડિસેમ્બરે બંગાળની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહ હાલમાં 2026 બંગાળની ચૂંટણી પહેલા બંગાળની ત્રણ દિવસની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે બંગાળ આતંકવાદીઓનું કેન્દ્ર બની ગયું છે. મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા કહ્યું, “જો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આતંકવાદી નથી, તો પહેલગામ કેવી રીતે થયું? શું તમે પહેલગામમાં હુમલો કર્યો હતો? દિલ્હી બોમ્બ વિસ્ફોટ પાછળ કોણ હતું?”
૨૨ એપ્રિલે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. નવેમ્બરમાં, દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૫ લોકો માર્યા ગયા હતા. SIR અંગે, CM મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે તેનો ઉપયોગ રાજ્યભરના લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે SIR હેઠળ ૧.૫ કરોડ નામો દૂર કરવાની યોજના છે.
તેમણે ચેતવણી આપી હતી કે રાજવંશી, મટુઆ અને આદિવાસી સમુદાયો જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે SIR ને બંગાળીઓને મતાધિકારથી વંચિત રાખવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે ગર્જના કરી હતી કે SIR AI નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી રહ્યો છે. આ એક મોટું કૌભાંડ હતું. ફક્ત અમિત શાહ અને તમારો પુત્ર જ બચી શકશે.
અમદાવાદઃ વર્તમાન વર્ષ IPO માર્કેટ માટે મિશ્ર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટ થયા છે. તેમાંના 56 શેરો IPO પ્રાઈસની સરખામણીએ નફામાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 51 શેરો પોતાના ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે લગભગ 48 ટકા IPOએ હાલ સુધી નેગેટિવ રિટર્ન આપ્યુ છે.
વર્ષ 2025માં એવા પાંચ IPO રહ્યા છે જેમાં ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 77 ટકાથી 135 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ…
2025ના ટોપ 5 સુપરહિટ IPO
આદિત્ય ઇન્ફોટેક
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 127 ટકા
આદિત્ય ઇન્ફોટેકનો શેર 5 ઓગસ્ટે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 675 હતો, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 1083 પર બંધ થયો. એટલે કે લિસ્ટિંગ દિવસે જ આશરે 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ. 1531 છે, જે IPO પ્રાઈસથી 127 ટકા વધુ છે.
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 135 ટકા
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો શેર 23 જાન્યુઆરીએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 126 પર બંધ થયો હતો. એટલે લિસ્ટિંગના દિવસે આશરે 40 ટકાનો ઉછાળો રહ્યો. હાલ શેરનો ભાવ રૂ. 211 છે, જે IPO પ્રાઈસથી 135 ટકા વધુ છે.
એથર એનર્જીઃ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 125 ટકા
એથર એનર્જીનો શેર 6 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 321 હતી, પરંતુ લિસ્ટિંગ દિવસે શેર રૂ. 302 પર બંધ થયો, એટલે આશરે 6 ટકાનો ઘટાડો થયો હતો. હાલ શેરનો ભાવ રૂ. 722 છે, જે IPO પ્રાઈસથી 125 ટકા વધુ છે.
મીશો લિ.
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 77 ટકા
મીશોનો શેર 10 ડિસેમ્બરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 111 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 170 પર બંધ થયો. એટલે આશરે 53 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ.197 છે, જે IPO પ્રાઈસથી 77 ટકા વધુ છે.
બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 92 ટકા
બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝનો શેર 28 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 97 પર બંધ થયો. એટલે આશરે 8 ટકાનો ઉછાળો થયો. હાલ શેરનો ભાવ રૂ. 173 છે, જે IPO પ્રાઈસથી 92 ટકા વધુ છે.
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કરણ જોહરે ફિલ્મ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. નિર્માતા-દિગ્દર્શક કરણે એવું તે શું કહ્યું?
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’ રિલીઝ થયાના 25 દિવસ પછી પણ સિનેમાઘરોમાં રહે છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને સેલિબ્રિટીઓ તરફથી પણ પ્રશંસા મળી છે. હવે નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે ફરી એકવાર ધુરંધરની પ્રશંસા કરી છે. તે કહે છે કે આ ફિલ્મે તેને પોતાની પ્રતિભા પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરી દીધો.
અનુપમા ચોપરા સાથેની એક રાઉન્ડટેબલ મુલાકાતમાં કરણ જોહરે ફરીવાર ‘ધુરંધર’ ની પ્રશંસા કરી. 2025માં પોતાનો સિનેમેટિક અનુભવ શેર કરતા કરણે કહ્યું કે તેના માટે વર્ષ અહાન પાંડે અને અનિત પદ્દાની “સૈયારા” થી શરૂ થયું અને “ધુરંધર” સાથે સમાપ્ત થયું. તેણે કલ્યાણી પ્રિયદર્શન અભિનીત મલયાલમ ફિલ્મ “લોકા ચેપ્ટર 1: ચંદ્રા” ની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેણે કહ્યું,’લોકા’ જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ધુરંધરની પ્રશંસા કરતા કરણ જોહરે કહ્યું, “ધુરંધરે મને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધો. તેને જોઈને મને એવું લાગ્યું કે મારી કલા મર્યાદિત છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો કેટલો અદ્ભુત ઉપયોગ. મને ધુરંધર વિશે જે ગમ્યું તે એ હતું કે દિગ્દર્શકે પોતાની કારીગરી બતાવવાનો પ્રયાસ કર્યો ન હતો. મને લાગ્યું કે તે દેખાડો કરી રહ્યો નથી, છતાં તે વાર્તા સરળતાથી કહી રહ્યો હતો. મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તેણે ઘણા બધા વાઇડ એંગલનો ઉપયોગ કર્યો છે અથવા કોઈ અદભુત ફ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગ્યું કે તે કોઈપણ ઢોંગ વિના સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. તેનાથી મને એક ફિલ્મ નિર્માતા તરીકે મારી પોતાની ક્ષમતાઓ પર પ્રશ્ન થાય છે, અને તે હંમેશા મારા માટે સારી વાત છે.”
ધુરંધર બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય-થ્રિલરમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરતી આ ફિલ્મે ભારતમાં 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન પણ 1,000 કરોડને વટાવી ગયું છે.