અમદાવાદઃ નવા વર્ષના બીજા દિવસે. નિફ્ટીએ ટ્રેડિંગ સેશન દરમ્યાન 26,332.15ની નવી ઓલટાઇમ સપાટીને સર કરી હતી, જ્યારે સેન્સેક્સે આશરે 600 પોઇન્ટની છલાંગ લગાવી હતી. વૈશ્વિક બજારોથી મળેલા મજહૂત સંકેતો અને લાર્જકેપ શેરોમાં લેવાલીથી સેન્ટિમેન્ટ મજબૂત થયું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.72 ટકા સુધી ઊછળ્યા હતા. રોકાણકારોની સંપ્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો. 
ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મજબૂત કમાણીની અપેક્ષા વચ્ચે બેંક, મેટલ અને ઓટો સેક્ટરના શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. નિફ્ટીએ ટ્રેડિંગ દરમિયાન 26,340નો નવો રેકોર્ડ બનાવ્યો અને અંતે 0.7 ટકાની વધારાની સાથે 26,328.55ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ રહ્યો. સેન્સેક્સ પણ 0.67 ટકા વધીને 85,762.01 પર બંધ થયો. સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં 1.1 ટકા અને સેન્સેક્સમાં 0.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ.નવા વર્ષની શરૂઆતમાં યુરોપ અને બ્રિટનનાં બજારો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યાં હતાં, જેને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો. સપ્તાહ દરમિયાન 16માંથી 14 મુખ્ય સેક્ટરમાં વધારો નોંધાયો. બેંક, મેટલ અને ઓટો શેરોના સેક્ટરલ ઈન્ડેક્સ પણ નવા રેકોર્ડ પર પહોંચ્યા. સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓના શેરોમાં અનુક્રમે 0.8 ટકા અને 1.7 ટકાનો વધારો થયો.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો
આ સપ્તાહમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો. બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપ ગયા શુક્રવારે 4,74,80,489 કરોડ રૂપિયા હતું, જે આ શુક્રવારે વધીને 4,81,24,779 કરોડ રૂપિયા થયું. આ રીતે બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ સપ્તાહમાં 6,44,290 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો હતો.
BSE પર કુલ 4371 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2773 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1449 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 149 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 185 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 83 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 137 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.





રિલીઝ થઈ, જે માટે સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મમાં ચાર મોટા ફેરફાર કરાવ્યા. ભારત–પાકિસ્તાનના સંબંધ વિશેની 15 સેકન્ડનાં એક ડાયલોગ-સિક્વન્સ હટાવવામાં આવ્યાં. એક ટૅન્કનું નામ કાઢી નાખવાનું કહેવામાં આવ્યું, દારૂની બ્રાન્ડને બ્લર કરવામાં આવ્યા, વગેરે.








શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તાફિર રહેમાનના IPLમાં રમવા પર લાગશે પ્રતિબંધ?
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો હોવા છતાં ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમવાની સંભાવના હજુ પણ છે. BCCI એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો છે અને “વેઇટ એન્ડ વોચ”ની નીતિ અપનાવી છે. BCCI સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.
મુસ્તાફિઝુર રહેમાન IPL 2026ની મિની હરાજીમાં વેચાતો એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી રહ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ તેને 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજી બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો છે. ફેન્સ અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશી ખેલાડીઓના IPLમાં રમવા પર સવાલ ઉઠાવ્યા છે.
BCCIએ શું કહ્યું?
ડિસેમ્બરમાં ઢાકામાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન થયાં હતાં, જેના બાદ ભારતે વિઝા સેન્ટર બંધ કરી દીધું હતું અને બાંગ્લાદેશે પણ ભારતીય નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું હતું. આ કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે.
BCCIના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ છે. અમે સતત સરકારના સંપર્કમાં છીએ. હાલ એવી કોઈ વાત નથી કે જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવો પડે. મુસ્તાફિઝુર IPL રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી.
પરંતુ મુસ્તાફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણ રીતે નિશ્ચિત નથી. એપ્રિલમાં બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી20 શ્રેણી રમવાની છે. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) મુસ્તાફિઝુરને NOC ન આપે, તો તે IPL 2026ની ઘણી મેચ ગુમાવે એવી શક્યતા છે. હાલના રાજકીય માહોલને જોતા એ પણ શક્ય છે કે BCB NOC આપવાનો ઇનકાર કરી દે અથવા મુસ્તાફિઝુર પોતે જ હટવાનો નિર્ણય લઈ લે.
BCCI ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ચર્ચા કરી રહ્યું છે. બાંગ્લાદેશની ટીમ કોલકાતા અને મુંબઈમાં પોતાના ગ્રુપ સ્ટેજની મેચ રમશે. IPL 2026 વર્લ્ડ કપ પૂરો થયા બાદ 10 દિવસની અંદર શરૂ થવાનો છે, તેથી આશા છે કે મુસ્તાફિઝુર રહમાનનો વિઝા વર્લ્ડ કપના માધ્યમથી જ એક્સટેન્ડ થઈ જશે.