લંડન: યુનાઇટેડ કિંગડમ (UK) માં વસતા હજારો કાશ્મીરીઓએ પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન તેમજ રાજકીય કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું છે. લંડનની સડકો પર હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા પ્રદર્શનકારીઓએ ‘લંડન કાશ્મીર મિલિયન માર્ચ’ (London Kashmir Million March) યોજી હતી, જે પાર્લામેન્ટ સ્ક્વેરથી શરૂ થઈને પાકિસ્તાની હાઈ કમિશન સુધી પહોંચી હતી.
#PAKWatch🇵🇰: Today, THOUSANDS of Pakistani expats gathered in London, UK, to protest the CORRUPT Pakistani Gov’t’s actions in Kashmir.
FREE IMRAN KHAN. pic.twitter.com/t9VdVvep7j
— Steve Hanke (@steve_hanke) July 5, 2026
આ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરોધી અને આઝાદીના સમર્થનમાં જોરદાર નારેબાજી કરી હતી. તાજેતરમાં પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC)ના અગ્રણી નેતા શૌકત નવાઝ મીર સહિત અન્ય રાજકીય આગેવાનોની કરવામાં આવેલી ધરપકડની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.
મહેમૂદ કાશ્મીરી: ‘આપણે પાકિસ્તાન સામે ઘૂંટણ નહીં ટેકીએ’
જમ્મુ-કાશ્મીર નેશનલ ઇન્ડિપેન્ડન્સ એલાયન્સ (JKNIA)ના ચેરમેન મહેમૂદ કાશ્મીરીએ પાકિસ્તાની હાઈ કમિશન બહાર એકત્રિત ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, “આજે હજારો કાશ્મીરીઓ પાકિસ્તાની દળોની બર્બરતા અને અત્યાચાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાન સરકારે મૂળભૂત અધિકારો માંગવા બદલ PoK માં ૬૦૦ થી વધુ નાગરિક અધિકાર કાર્યકરોની ધરપકડ કરી છે અને લોકો પર ગોળીબાર તેમજ ટીયરગેસ છોડવામાં આવી રહ્યા છે. અમે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન સામે ઘૂંટણ નહીં ટેકીએ અને આ અન્યાય સામે અમારું આંદોલન ચાલુ રાખીશું.”
Protests against Pakistan army happened multiple locations- This one from London #RightsMovementAJK #SavePakistanFromArmy pic.twitter.com/Mnby1tbTRK
— Western Sentinel 🌍 (@PulseGeo25562) July 5, 2026
સરદાર અમન ખાનની કાશ્મીર ઘાટી અને શ્રીનગરના લોકોને અપીલ
દરમિયાન, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના મુખ્ય સભ્ય સરદાર અમન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારત શાસિત કાશ્મીર ઘાટી, ખાસ કરીને શ્રીનગર અને જમ્મુ-લદ્દાખના લોકોને આ આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે.
તેમણે કહ્યું, “PoK માં સામાન્ય જનતા પર થતા અત્યાચાર, સૈન્ય આક્રમકતા અને નરસંહારની સ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. પાકિસ્તાને અમારા અન્ન અને દવાઓના પુરવઠાના રસ્તાઓ બંધ કરી દીધા છે. આ કપરા સમયમાં અમે સરહદ પાર રહેતા અમારા ભાઈઓ, ખાસ કરીને રાજૌરી, જમ્મુ, લદ્દાખ, કારગિલ, ગિલગિટ-બાલ્ટિસ્થાન અને શ્રીનગરના લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા અધિકારો અને આ ઝુલ્મ વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરે.”
PoKમાં આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા પાકિસ્તાન સરકાર દ્વારા જનઆંદોલનને દબાવવા માટે લેવાયેલા અમાનવીય પગલાં અને કડક કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર આલોચના થઈ રહી છે.




