બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના ચેરમેન મનન કુમાર મિશ્રાએ NALSAR યુનિવર્સિટી સાથે જોડાયેલા વિવાદ બાદ દેશભરના કાયદાના વિદ્યાર્થીઓ (Law Students) ની માફી માંગી લીધી છે. મિશ્રાએ આ સમગ્ર વિવાદના સંદર્ભમાં પોતાના નિવેદનો અથવા પોતાની તરફથી જારી કરાયેલા કોઈપણ પત્રથી વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોવા બદલ ઊંડું દુઃખ અને ખેદ વ્યક્ત કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સમગ્ર મુદ્દાને લઈને કાયદાના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી અને વિરોધ જોવા મળી રહ્યો હતો. વધતા દબાણ વચ્ચે BCI ચેરમેન મનન કુમાર મિશ્રાએ એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો તેમના કોઈપણ શબ્દ કે પત્રથી વિદ્યાર્થીઓના દિલને ઠેસ પહોંચી હોય તો તેઓ તેના માટે દિલથી માફી માંગે છે.
Bar Council of India Chairman Manan Kumar Mishra, in an Independence Day message to law students, expresses regret if his words or letter hurt feelings. He urges students to independently assess the controversy, respect views, and engage through dialogue, clarification and mutual… pic.twitter.com/fqAYyxAEX2
— IANS (@ians_india) August 15, 2026
‘માફી માંગવી એ પ્રતિષ્ઠા કે અહંકારનો વિષય નથી’
પોતાના વિસ્તૃત નિવેદનમાં BCI ચેરમેન મનન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યારે પણ વિદ્યાર્થીઓ દુઃખી કે આહત અનુભવે છે, ત્યારે તેમની ફરિયાદો અને ચિંતાઓને સંપૂર્ણ સંવેદનશીલતા, ધીરજ અને સન્માન સાથે સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જો આ વિવાદ સાથે જોડાયેલી કોઈપણ બાબત, તેમના કોઈપણ નિવેદન અથવા તેમની તરફથી જારી કરાયેલા પત્રથી દેશના લો સ્ટુડન્ટ્સની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તે વાત સ્વીકારવામાં તેમને કોઈ ખચકાટ નથી.
તેમણે આગળ જણાવ્યું કે ખેદ વ્યક્ત કરવો કે માફી માંગવી એ કોઈની પણ પ્રતિષ્ઠા કે અહંકારનો વિષય ન હોવો જોઈએ. આ માત્ર એ વાતનો સ્વીકાર છે કે આપણા વિદ્યાર્થીઓની લાગણીઓ અને તેમની પરેશાનીઓ આપણા માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ માફી દ્વારા તેઓ વિદ્યાર્થીઓ સાથે ચાલી રહેલા ગતિરોધ અને વિવાદનો આખરી અંત લાવવા માંગે છે.






