ગોવિંદા અને સુનિતા આહૂજા એક સમયે બોલિવૂડનું સૌથી પ્રિય કપલ માનવામાં આવતું હતું, પરંતુ હવે તેમની વચ્ચે ભારે અંતર આવી ગયું છે. ગોવિંદાના અફેરની ચર્ચાઓને કારણે સુનિતા ભારે નારાજ છે અને તેઓ સતત પોડકાસ્ટ તેમજ પેપરાઝી સમક્ષ ગોવિંદા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં ગોવિંદા તેમની હિરોઈન કોમલ રાની સ્વર્ણકર સાથે નજરે પડ્યા હતા, જેમની સાથે તેમના અફેરની ચર્ચા છે. આ વાતાવરણ જોઈને સુનિતાએ ગોવિંદા વિશે ફરી મોટા નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. સુનિતાના સતત આરોપોથી કંટાળીને હવે ગોવિંદાએ પોતાની પત્ની સામે તીખો વલણ અપનાવ્યો છે. તેમણે એક સ્ટેટમેન્ટ વીડિયો જારી કરીને સુનિતાને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ગોવિંદાએ આરોપ લગાવ્યો છે કે તેમની નવી કામગીરી શરૂ થાય તે પહેલાં જ તેમને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સુનિતાએ તેમની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકર માટે પણ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ગોવિંદા નારાજ દેખાયા હતા.
Mumbai, Maharashtra: On his wife’s remarks, actor Govinda, on Independence Day, says, “I don’t interfere in what you do, and you are interfering in what I am doing. When you were doing your work, whether it was the food show or during the lockdown, you called me to both shows… pic.twitter.com/xwJTWeWtDm
— IANS (@ians_india) August 15, 2026
ગોવિંદાને બદનામ કરવાનું ષડયંત્ર?
આ સ્ટેટમેન્ટમાં ગોવિંદાએ દાવો કર્યો છે કે તેમની પત્ની સુનિતા પાછળ કોઈ ચોક્કસ ગેંગનો હાથ છે, જે તેમને જાણીબુઝીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે, “તમે તમારી નાની અપેક્ષાઓમાં એક ખૂબ મોટા બિઝનેસ સાથે ઘાત કરી રહ્યા છો. તમારી પાછળ જે ગ્રુપ કે ગેંગ છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે. મને લાગે છે કે તે બાબત ટૂંક સમયમાં ખુલ્લી પડી જશે, જે તમારા માટે પણ યોગ્ય નહીં રહે. ભવિષ્યમાં પણ કદાચ તમને મારી જરૂર પડશે, તેથી કૃપા કરીને આવા નિવેદનો ન આપો. આ જે પોડકાસ્ટ ચલાવવામાં આવી રહ્યા છે તે બંધ કરો અને થોડા તમારી હદમાં રહો.”
પત્નીની ગાળોથી નારાજ ગોવિંદા
ગોવિંદાએ સુનિતા દ્વારા જાહેરમાં આપવામાં આવતી ગાળો વિશે પણ વાત કરી હતી. ‘લોક અપ 2’ શો દરમિયાન અને ત્યારબાદ પણ સુનિતાએ કેટલીક આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ગોવિંદાએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, “સુનિતાજી, તમે ખૂબ જ માતા-બહેનની ગાળો આપવા લાગ્યા છો. ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરો કે લોકો તમારાથી પ્રેરિત થાય. યુવાનો તમારા વર્તનને જ ફોલો કરશે. એવું ન થાય કે લોકો તમારી સાથે જ આવી ભાષામાં વાત કરવા લાગે. જો એવું થશે તો આપણે સૌએ લજ્જિત થવું પડશે. તમે માતા-બહેનના નામને સસ્તું કરી દીધું છે, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી.”






