જમ્મુઃ ભારે ચર્ચાસ્પદ બનેલી હિન્દી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ મુદ્દે ગયા રવિવારે રાતે અહીંની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. એમાં પાંચ વિદ્યાર્થી ઘાયલ થયા છે. કોલેજ વિદ્યાર્થીઓનાં સત્તાવાર વોટ્સએપ ગ્રુપ પર એક વિદ્યાર્થીએ આ ફિલ્મ અંગે એક પોસ્ટ શેર કર્યા બાદ બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જોકે મેડિકલ વિદ્યાર્થીઓનાં એક જૂથે ગઈ કાલે કોલેજના એડમિનિસ્ટ્રેટિવ બ્લોકની બહાર દેખાવો કર્યા હતા. એમનો આક્ષેપ છે કે રવિવારે રાતે કેટલાક અજાણ્યા લોકો હોસ્ટેલમાં પ્રવેશ્યા હતા અને કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ મામલે મેડિકલ કોલેજ સંસ્થા અને પોલીસ ઉચિત પગલું ભરે એવી તેમણે માગણી કરી છે.
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. શશી સુદાને કહ્યું કે તે ઘટનામાં પાંચ વિદ્યાર્થી ઘાયલ થયા હતા અને બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જો તે બનાવમાં અમારી સંસ્થાના કોઈ વિદ્યાર્થી સંડોવાયેલા હશે તો એમની સામે ચોક્કસ પગલું ભરવામાં આવશે.
મુંબઈઃ બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી અનુષ્કા શર્મા-કોહલીએ ગઈ કાલે અલગ અલગ સમયે મોટરબાઈક પર પાછળની સીટ પર બેસીને સવારી કરી હતી, પરંતુ એનો વિવાદ થયો છે. બંને કલાકારે એમનાં પોતપોતાનાં શૂટિંગ સ્થળે પહોંચવા માટે બાઈક પર બેસવાનું પસંદ કર્યું હતું. તેના ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.
અમિતાભ બચ્ચને એક અજાણ્યા બાઈકચાલક પાસે લિફ્ટ માગી હતી. પેલાએ એકદમ ખુશીથી એમને પોતાની બાઈક પર બેસાડ્યા હતા. અમિતાભને શૂટિંગ સ્થળે જલ્દી પહોંચવું હતું. રસ્તામાં ટ્રાફિક ઘણો હોવાને કારણે કારમાં સમયસર પહોંચી નહીં શકાય એવું એમને જણાતા એમણે બાઈકચાલક પાસે લિફ્ટ માગી હતી. બીજી બાજુ, અનુષ્કાએ તેનાં બોડીગાર્ડ સાથે બાઈક પર બેસીને સવારી કરી હતી. આ બંને કલાકારની આ સવારીનો વિવાદ એ થયો છે કે એમણે હેલ્મેટ પહેરી નહોતી. મુંબઈમાં ટ્રાફિક પોલીસે કાયદો બનાવ્યો છે કે મોટરબાઈક ચલાવનાર અને તેની પાછળ બેસનાર પેસેન્જરે પણ માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવી.
અમિતાભે પોતે જ એમનો બાઈક-સવારીવાળો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પરંતુ ઈન્ટરનેટ યૂઝર્સે હેલ્મેટ ન પહેરીને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ બંને કલાકારની ટીકા કરી છે અને કેટલાક મુંબઈ પોલીસને વિનંતી કરી છે કે તે બંને કલાકાર સામે પગલું ભરે. મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ હવે આ બંને કલાકાર સામે કાર્યવાહી કરશે એવી ધારણા રખાય છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.
સંગીતકાર તરીકે લોકપ્રિય ગીતો આપનાર રવિએ શરૂઆત ગાયક તરીકે અને તે પણ કોરસમાં ગાવાથી કરી હતી. રવિનો સફળતાનો સૂરજ લાંબા સમયના સંઘર્ષ પછી ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’ (૧૯૬૦) થી ઊગ્યો હતો. દસમું ધોરણ જેમતેમ પાસા કર્યા પછી દિલ્હીમાં ઇલેક્ટ્રીશીયન તરીકે પાંચ વર્ષ ૧૯૪૫ થી ૧૯૫૦ સુધી કામ કર્યું. દરમ્યાનમાં ઓલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હીમાં ગાવા લાગ્યા હતા. ૧૯૫૦ માં પત્ની અને પુત્રીને દિલ્હી મૂકી ગાયક બનવાની ધૂન લઈ મુંબઈ આવ્યા.
પહેલાં હીરાબાગ ધરમશાળામાં નિવાસ કર્યો. ક્યારેક જગ્યા ના મળે ત્યારે રેલવે પ્લેટફોર્મ પર કે કોઈ દુકાનની બહાર બાંકડા પર સૂઈ જતાં હતા. આવીને એમણે પહેલું કામ ઇલેક્ટ્રીશીયન તરીકે શરૂ કર્યું હતું. કેમકે રવિ આવ્યા હતા ગાયક બનવા પણ કામ મળ્યું નહીં એટલે રોજીરોટી માટે ‘મૂળજી જેઠા માર્કેટ’ માં ગયા અને બે રૂપિયામાં પંખા સાફ કરવા લાગ્યા. એ જ્યાં રહેતા હતા ત્યાં આસપાસના લોકો પાસેથી ઉધાર રૂપિયા લેવા પડતા હતા. એના બદલામાં ઇસ્ત્રી કે પંખા રીપેર કરી આપતા હતા. ગાયક તરીકે કામ ના મળ્યું એટલે કોરસમાં ગાવાનું શરૂ કર્યું હતું. પહેલી તક એસ.ડી. બર્મનના સંગીતમાં ફિલ્મ ‘નૌજવાન’ (૧૯૫૧) ના એક કોરસ ગીતમાં મળી. એ પછી હેમંતકુમારના સંગીતમાં ‘આનંદમઠ’ (૧૯૫૨) માં ‘વંદે માતરમ’ કોરસમાં ગાયું. હેમંતકુમારે રવિને પોતાના સહાયક બનાવી લીધા. એમની સાથે શર્ત, સમ્રાટ, જાગૃતિ, નાગિન, ચંપાકલી વગેરેમાં સહાયક સંગીતકાર તરીકે કામ કર્યું. ‘નાગિન’ ની બીનની ધૂનમાં રવિનું પણ પ્રદાન હતું. રવિએ એક પતરાના શેડના ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું અને પત્ની- પુત્રીને મુંબઈ બોલાવી લીધા.
એક મુલાકાતમાં રવિના જણાવ્યા મુજબ નિર્માતા દેવેન્દ્ર ગોયલે ફિલ્મ ‘વચન’ (૧૯૫૫) માં સંગીતકાર તરીકે પહેલી તક આપી હતી. રવિએ ત્રણ ગીતનું સંગીત તૈયાર કર્યું હતું. એમાં બે ગીત ‘ચંદા મામા દૂર કે’ અને ‘ઓ બાબૂ, ઓ જાને વાલે બાબૂ’ એમણે લખ્યા હતા અને એક યુગલગીત ‘યૂંહી ચુપકે ચુપકે’ આશા ભોંસલે સાથે ગાયું પણ હતું. બાકીના ગીતોમાં સંગીત ચંદ્રાનું હતું. એ પછી દેવેન્દ્ર ગોયલે એમની ફિલ્મો નઇ રાહેં, નરસિંહ ભગત, ચિરાગ કહાં રોશની કહાં, એક ફૂલ દો માલી વગેરેમાં રવિને જ સંગીતકાર તરીકે લીધા. રવિએ જે ગીતની ધૂન માત્ર પાંચ મિનિટમાં બનાવી હતી એ ‘ચૌધવી કા ચાંદ હો, યા આફતાબ હો’ ને કારણે સંગીતકાર તરીકે ખરી સફળતા અને લોકપ્રિયતા મળી હતી. જ્યારે ગુરુદત્તે ‘ચૌધવી કા ચાંદ’ (૧૯૬૦) માં સંગીત આપવા કહ્યું ત્યારે એમને વિચાર આવ્યો કે આજકાલ ફિલ્મના નામ પરથી ગીતનું ચલણ વધારે છે તો ‘ચૌધવી કા ચાંદ’ શબ્દોથી શરૂ થતું ગીત બનાવવું જોઈએ. અને ફિલ્મમાં વહીદા રહેમાનની સુંદરતાની પ્રશંસામાં જ આ ગીત હતું.
રવિએ પ્રયત્ન કર્યો પણ ‘ચૌધવી કા ચાંદ હો…’ થી આગળ કોઈ વિચાર આવતો ન હતો. એમણે ગીતકાર શકીલ બદાયૂનીને ફોન કરી બોલાવ્યા અને ગીતની સ્થિતિ સમજાવી શરૂઆતના શબ્દો કહ્યા. શકીલે બે મિનિટમાં જ વિચાર કરીને આગળના શબ્દો ‘યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો’ આપ્યા. આ ફિલ્મના ગીતોને એટલી લોકપ્રિયતા મળી કે સંગીતકાર તરીકે રવિની કારકિર્દી બની ગઈ. મદ્રાસના ઘણા નિર્માતાઓએ એમને ફિલ્મો આપી. બી.આર ચોપડાએ સૌપ્રથમ ‘ગુમરાહ’ (૧૯૬૩) માટે બોલાવ્યા. એના ‘ચલો એક બાર ફિર સે’ જેવા લોકપ્રિય ગીતો પછી તો રવિ એમની ફિલ્મોના કાયમી સંગીતકાર જેવા જ બની ગયા હતા. રવિની કેટલીક વિશેષતાઓ રહી હતી. એમણે પશ્ચિમી વાદ્યોનો ઉપયોગ ટાળ્યો હતો. એ ગીતકારોને લખવાની સ્વતંત્રતા આપતા હતા. ધૂન બનાવીને લખવાનું કહેવાને બદલે એમના ગીતો પરથી ધૂન બનાવતા હતા અને ગાયકોના અવાજને સંગીતથી ઉપર રાખતા હતા.
બુદ્ધિ ચડિયાતી છે સાથોસાથ સૂક્ષ્મ પણ છે. તર્ક બુદ્ધિને આધીન છે. આમ ભેંસ ગમે તેટલી વિશાળ કાયા ધરાવતી હોય પણ એનામાં બુદ્ધિ ઓછી હોય છે. એટલે એને ડોબું કહે છે. આજ રીતે ક્યારેક શરીરે સુખી એવો પહોળો પહોંચતો માણસ જ્યારે બુદ્ધિમાં થોડો ઓછો હોય ત્યારે જ આ જ અર્થ ધરાવતી બીજી એક કહેવત પણ વપરાય છે જે મુજબ “બહોત જાડા શુ બેવકૂફ” કહેવાય છે.
કહેવતો અનુભવને આધારે પડી હોય છે. બુદ્ધિને અને શરીર જાડુ હોવાને કોઈ સંબંધ હોવાની વાત બહુ માનવા જેવી નથી પણ કોઈક જમાનામાં આ કહેવત પડી ગઈ હશે એટલે શરીર ભારે હોય તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે પેપર લીક અને ભ્રષ્ટાચારના મુદ્દે મહાપુરામાં તેમની 5 દિવસીય જન સંઘર્ષ યાત્રાનું સમાપન કર્યું. 11 મેના રોજ અજમેરથી 125 કિલોમીટરનો પ્રવાસ કરીને પાયલટ જયપુર પહોંચ્યા, જાહેર સભાને સંબોધતા કહ્યું કે મેં વસુંધરા સરકાર દરમિયાન થયેલી લૂંટને લઈને સીએમ ગેહલોતને પત્ર લખ્યો, વારંવાર વિનંતી કરી અને પછી ભૂખ હડતાલ પણ કરી પરંતુ મારી માંગણી ન હતી. રાજે સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ સાંભળ્યા નથી અને કોઈ પગલાં લેવાયા નથી. પાયલોટે કહ્યું કે જનતાની સામે અમારી વાત અને કાર્યમાં કોઈ ફરક ન હોવો જોઈએ.
“If demands not met will do an andolan”: Sachin Pilot warns his own govt in Rajasthan
બીજી તરફ પાયલોટે મંચ પરથી કહ્યું કે હું તમને વચન આપવા માંગુ છું કે હું કોઈપણ પદ પર હોઉં કે ન હોઉં, હું હંમેશા જનતાની સાથે ઉભો રહીશ અને જો આગામી 15 દિવસ સુધી મારી માંગણીઓ નહીં સંતોષાય તો હું આંદોલન કરીશ. આખું રાજ્ય અને હું દરેક ગામમાં જઈને મારો અવાજ ઉઠાવીશ. પાયલોટે કહ્યું કે મારી મુલાકાતનો હેતુ એ સિસ્ટમને બદલવાનો હતો જે યુવાનોને છેતરે છે, જે રીતે સિસ્ટમના નામે તેમના ભવિષ્યને અંધકારમાં ધકેલવામાં આવે છે. તે જ સમયે, પાયલટે પેપર લીક પર ફરી એકવાર RPSC અને CM ગેહલોત પર સીધો હુમલો કર્યો. પાયલોટે કહ્યું કે પેપર લીકના કિંગપીન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર દલાલો સામે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.
Rajasthan | “State govt must take action against corruption, we still have 6-month time,” says Congress leader Sachin Pilot
On unity in Rajasthan Congress in view of upcoming state polls, Sachin Pilot says, “Neither I hurl allegations at anyone nor do I have any rift with anyone… pic.twitter.com/C7dt8pTqmF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 15, 2023
‘હું પીછેહઠ કરવાનો નથી’
મંચ પરથી પોતાની જ સરકાર સામે આંદોલનની જાહેરાત કરતા પાયલોટે માંગણીઓ પૂરી કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર સમક્ષ ત્રણ માંગણીઓ મૂકતા તેમણે કહ્યું કે જો આ મહિનાના અંત સુધીમાં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ સમગ્ર રાજ્યમાં જનઆંદોલન કરશે અને ગામડે ગામડે લોકો વચ્ચે જશે.
પાયલોટે કહ્યું કે અત્યાર સુધી હું ગાંધીવાદી રીતે બોલતો હતો. તે જ સમયે, પાયલટે મંચ પરથી કહ્યું કે, ‘આગામી સમયમાં હું કોઈ પદ સંભાળું કે ન રાખું, પરંતુ હું મારા અંતિમ શ્વાસ સુધી રાજસ્થાનની જનતાની સેવા કરતો રહીશ અને હું કોઈનાથી ડરવાનો નથી. અને હું દબાવી શકવાનો નથી.
પાયલોટે 3 માંગણીઓ મૂકી અને ચેતવણી આપી
સાથે જ પાયલોટે મંચ પરથી સરકાર સામે 3 માંગણીઓ રાખીને મોટા આંદોલનની ચેતવણી આપી છે. પાયલોટે કહ્યું કે જો આપણે રાજ્યમાં રિવાજ બદલવો હોય તો RPSC બંધ કરીને નવી સિસ્ટમ લાગુ કરવી જોઈએ. તે જ સમયે, પેપર લીકને લઈને એક કાયદો બનાવવો જોઈએ, જેમાં RPSC સભ્ય અને અધ્યક્ષની નિમણૂકને લઈને સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
બીજી તરફ બીજી માંગણી રાખતા પાયલોટે કહ્યું હતું કે રાજસ્થાનમાં જે બાળકોના પેપર લીક થયા હતા તે પરીક્ષામાં બેસનાર બાળકોને થયેલા નુકસાન માટે સરકારે આર્થિક વળતર આપવું જોઈએ. આ સાથે પાયલટે ત્રીજી માંગ રાખતા કહ્યું કે 15 દિવસની અંદર વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાત ટાઇટન્સે IPL 2023ના પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. હાર્દિક પંડ્યાની ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી ટીમ બની ગઈ છે. આ સાથે તેનું ટોપ-2માં સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે. IPL 2023ની 62મી મેચમાં ગુજરાતે સનરાઈઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું. આ સાથે એડન માર્કરામનું હૈદરાબાદ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 154 રન જ બનાવી શકી હતી.
હૈદરાબાદના બોલરોએ ગુજરાતને 188 રન સુધી રોકી દીધું હતું, પરંતુ હૈદરાબાદના બેટ્સમેનો બોલરોના લક્ષ્ય સુધી પહોંચી શક્યા ન હતા અને 189 રનના લક્ષ્યાંકના જવાબમાં 20 ઓવરમાં 9 વિકેટે 154 રન જ બનાવી શક્યા હતા. હૈદરાબાદના બેટ્સમેનો ગુજરાતના આક્રમણ સામે ઝઝૂમી ગયા હતા. બેટ્સમેનો ખરાબ રીતે પીટાઈ ગયા હતા.
.@ShubmanGill smashed a sparkling ton against #SRH and bagged the Player of the Match award 👏🏻👏🏻@gujarat_titans clinch a 34-run win 👌🏻👌🏻
હૈદરાબાદ માટે હેનરિચ ક્લાસને સૌથી વધુ 64 રન બનાવ્યા હતા, પરંતુ તેને બીજા છેડે કોઈ સપોર્ટ મળ્યો ન હતો. હૈદરાબાદના બોલરોનું પ્રદર્શન જોઈને લાગતું હતું કે ગુજરાત રિવર્સનો શિકાર બની શકે છે, પરંતુ હૈદરાબાદના બેટ્સમેનોએ ઘણી નિરાશ કરી હતી. તેને શુભમન ગિલ અને સાઈ સુદર્શન જેવી જોડી મળી ન હતી, જે ઇનિંગ્સને સંભાળી શકે.
વાસ્તવમાં ગુજરાતની બેટિંગ પણ ઘણી ખરાબ હતી, પરંતુ ગિલ અને સુદર્શને મળીને ઇનિંગ્સને સંભાળી હતી. જ્યાં ગુજરાતના 9 બેટ્સમેનો 9 રન સુધી પહોંચતા અટકી ગયા હતા. ગિલે 58 બોલમાં 101 રન ફટકાર્યા હતા. તે જ સમયે, સુદર્શને 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 147 રનની પાર્ટનરશિપ થઈ હતી અને બંનેએ સાથે મળીને ગુજરાતની જીતની ગાથા લખી હતી.
શમી અને મોહિતે 8 વિકેટ લીધી હતી
ગિલે ગુજરાતની જીતનો પાયો નાખ્યો અને મોહમ્મદ શમી અને મોહિત શર્મા પોઈન્ટ સુધી પહોંચ્યા. બંનેએ મળીને કુલ 8 વિકેટ ઝડપી હતી. શમી અને મોહિત બંનેને 44 સફળતા મળી છે. આ સિવાય યશ દયાલને સફળતા મળી.