અક્કલ બડી કે ભેંસ

 

        અક્કલ બડી કે ભેંસ

 

અક્કલ બડી કે બહસ?

(મૂળમાં ‘ભેંસ’ નહિ પણ ‘બહસ’ શબ્દ હશે)

પશુબળ કરતાં બુદ્ધિબળ ચઢિયાતું છે.

તર્ક કે વિવાદ કરતાં બુદ્ધિથી વર્તવું સારું છે.

બુદ્ધિ ચડિયાતી છે સાથોસાથ સૂક્ષ્મ પણ છે. તર્ક બુદ્ધિને આધીન છે. આમ ભેંસ ગમે તેટલી વિશાળ કાયા ધરાવતી હોય પણ એનામાં બુદ્ધિ ઓછી હોય છે. એટલે એને ડોબું કહે છે. આજ રીતે ક્યારેક શરીરે સુખી એવો પહોળો પહોંચતો માણસ જ્યારે બુદ્ધિમાં થોડો ઓછો હોય ત્યારે જ આ જ અર્થ ધરાવતી બીજી એક કહેવત પણ વપરાય છે જે મુજબ “બહોત જાડા શુ બેવકૂફ” કહેવાય છે.

કહેવતો અનુભવને આધારે પડી હોય છે. બુદ્ધિને અને શરીર જાડુ હોવાને કોઈ સંબંધ હોવાની વાત બહુ માનવા જેવી નથી પણ કોઈક જમાનામાં આ કહેવત પડી ગઈ હશે એટલે શરીર ભારે હોય તેમણે બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)