બગલમાં છોકરું…

 

        બગલમાં છોકરું…

 

છોકરાને કેડે બેસાડ્યું હોય ત્યારે કાંખમાં તેડ્યું છે તેમ કહેવાય. આમ બાળક તમારા સન્મુખ જ છે. તમે જેને તેડ્યું છે છતાં તેને આખા ગામમાં શોધી વળો છો કે મારું બાળક ક્યાં છે?

ક્યારેક આપણે પણ આવું કરતાં હોઈએ છીએ. ઉકેલ આપણી પાસે જ અથવા આપણે જે જોઈએ છે તે બાજુમાં જ છે. અને એને આપણે દૂર દૂર સુધી શોધ્યા જ કરીએ છીએ. આંખ સામે જ અથવા બાજુમાં જ રહેલું હોય છતાં ન સુજે ત્યારે આ કહેવત વપરાય છે. આને જ લગભગ સમાનાર્થી કહેવત ‘તરણા ઓથે ડુંગર’ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)