Home Blog Page 2872

એનએસઈનો ત્રિમાસિક ચોખ્ખો નફો 19% વધીને રૂ.1,810 કરોડ થયો

મુંબઈ તા. 16 મે, 2023: દેશના અગ્રણી એક્સચેન્જ એનએસઈના નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના અંતે ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1,518 કરોડની તુલનાએ 19 ટકા વધીને રૂ.1,810 કરોડ થયો છે. એનએસઈના બોર્ડે શેરદીઠ રૂ.80ના ડિવિડંડની ભલામણ કરી છે.

વાર્ષિક ધોરણે કુલ કાર્યકારી આવક 44 ટકા વધીને રૂ.11,181 કરોડ, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાની કાર્યકારી આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 32 ટકા વધીને રૂ.3295 કરોડ થઈ છે.

માર્ચ, 2023 અંતેના ત્રિમાસિક ગાળાના અંતે ઘસારા, વ્યાજ અને કરવેરા પૂર્વેના નફાનું માર્જિન આગલા વર્ષના સમાન ગાળાના 73 ટકાની સામે ઘટીને 69 ટકા રહ્યું છે.

કોન્સોલિડેટેડ ધોરણે ત્રિમાસિક ગાળાના અંતે કામકાજની આવક 31 ટકા વધીને રૂ.3,453 કરોડ થઈ છે. કુલ આવકમાં ટ્રેડિંગ ઉપરાંત લિસ્ટિંગ, ઈન્ડેક્સ સર્વિસીસ, ડેટા સર્વિસીસ અને કોલોકેશન ફેસિલિટીની આવકનો સમાવેશ થાય છે.

માર્ચ 2023 અંતેના ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.1,580 કરોડથી 31 ટકા વધીને રૂ.2,067 કરોડ થયો છે. ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખા નફાનું માર્જિન  જોકે ગયા વર્ષ જેટલું જ 55 ટકા રહ્યું છે.

એક્સચેન્જના કેશ માર્કેટ સેગમેન્ટમાં ટ્રેડિંગ વોલ્યુમની દૈનિક સરેરાશ 20 ટકા ઘટીને રૂ.53,694 કરોડ અને ઈક્વિટી ફ્યુચર્સનુી ત્રણ ટકા ઘટીને રૂ.1,14,831 કરોડ રહી છે. ઓપ્શન્સના વોલ્યુમ (પ્રીમિયમ)ની દૈનિક સરેરાશ જોકે 73 ટકા વધીને રૂ.47,744 કરોડ રહી છે.

એનએસઈએ રાષ્ટ્રની તિજોરીમાં કરરૂપે રૂ.28,989 કરોડનું યોગદાન આપ્યું છે, જેમાં  સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના રૂ.21,965 કરોડ, સ્ટેમ્પ ડ્યુટી રૂ.1,987 કરોડ જીએસટી રૂ.1,655 કરોડ, આવકવેરો રૂ.2,687 કરોડ અને સેબીની ફીના રૂ.695 કરોડનો સમાવેશ થાય છે.

તમારા આધાર કાર્ડનો ઉપોયગ કોઈ બીજું તો નથી કરી રહ્યું ને ? આ રીતે કરો ચેક

આજના સમયમાં જો કોઈ દસ્તાવેજ જરૂરી જણાય તો તે કદાચ આધાર કાર્ડ જ છે. મતલબ કે દરેક કામ માટે તે જરૂરી છે. સિમ કાર્ડ મેળવવા, બેંક ખાતું ખોલવા, સરકારી કે બિનસરકારી યોજનાઓનો લાભ લેવા વગેરે. આવા બીજા ઘણા કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. એટલા માટે આધાર કાર્ડનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય છે, જેના વિશે કદાચ કાર્ડધારકને પણ યાદ ન હોય. આવી સ્થિતિમાં તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે કે નહીં તે જાણવું તમારા માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તેથી તમે તમારા આધાર કાર્ડનો ઇતિહાસ ચકાસી શકો છો. તો ચાલો જાણીએ શું છે તેની રીત…

 

તમે આ રીતે આધાર કાર્ડનો ઇતિહાસ ચકાસી શકો છો

સ્ટેપ 1

  • જો તમે તમારા આધાર કાર્ડનો તમારી પાછળ દુરુપયોગ થયો છે કે કેમ તે તપાસવા માંગતા હો, તો તમે તેમ કરી શકો છો
  • હિસ્ટ્રી તપાસવા માટે સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
  • ત્યારપછી વેબસાઈટ પર જઈને તમારે My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 2

  • હવે આ વિકલ્પ પર ગયા પછી તમને ‘આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી’નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો
  • પછી તમારે અહીં આધાર નંબર દાખલ કરવો પડશે, જેની હિસ્ટ્રી તમે તપાસવા માંગો છો

સ્ટેપ 3

  • હવે તમારે સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે
  • પછી તમારે OTP વેરિફિકેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે
  • પ્રાપ્ત થયેલ OTP અહીં દાખલ કરો

 

સ્ટેપ 4

  • પછી તમારી સામે એક ટેબ ખુલશે
  • અહીં તમારે તે તારીખ દાખલ કરવી પડશે કે જેના પર તમે તમારો આધાર કાર્ડ ઇતિહાસ તપાસવા માંગો છો
  • આ પછી તમને ખબર પડશે કે તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થયો છે.

બીએસઈએ રિલોન્ચ કરેલા સેન્સેક્સ, બેન્કેક્સના નવા કોન્ટ્રેક્ટ્સને સરસ પ્રતિસાદ

મુંબઈ: બીએસઈએ પંદરમી મેથી તેના ડેરિવેટિવ સેગમેન્ટમાં સેન્સેક્સ અને બેન્કેક્સના કોન્ટ્રેક્ટ્સને રિલોન્ચ કર્યા છે, જેને બજારના સહભાગીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે, એમ બીએસઈએ જણાવ્યું હતું. સોમવારે આશરે 100 મેમ્બર ટ્રેડિંગમાં સામેલ થયા હતા. 252 લોટના ઓપન ઈન્ટરેસ્ટ સાથે રૂ. 53.12 કરોડનું કુલ ટર્નઓવર થયું હતું. સેન્સેક્સ ફ્યુચર્સ મે 19 સાપ્તાહિક એક્સપાયરી સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ રહ્યો હતો. ટ્રેડિંગમાં દેશભરના બ્રોકરોએ ભાગ લીધો હતો. મેમ્બર ઈસ્ટ ઈન્ડિયા સિક્યોરિટીઝ લિમિટેડ નવા કોન્ટ્રાક્ટમાં વેપાર કરનારી સૌપ્રથમ મેમ્બર હતી.

આ પ્રસંગે બીએસઈના ચેરમેન એસ.એસ. મુન્દ્રાએ  જણાવ્યું હતું કે એક્સચેન્જને વાઈબ્રન્ટ બનાવવા માટે બીએસઈ અનેક પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે બીએસઈ તેની પ્રગતિમાં નાવીન્ય, ટેકનોલોજી અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકી રહ્યું છે એટલે તે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે, બીએસઈ હંમેશા ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા નવા અને ખર્ચની તુલનાએ કાર્યક્ષમ  ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારી આ પહેલો વધુને વધુ લોકોને વાઇબ્રન્ટ એક્સચેન્જમાં ટ્રેડિંગ કરીને તેમના નાણાકીય ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

ત્ર્યંબકેશ્વર મંદિરમાં અન્ય ધર્મના લોકોને બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો મામલો

મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.


મામલો શું છે

મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે અન્ય ધર્મના લોકોના જૂથે બળજબરીથી ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તે સફળ થઈ શક્યો નહોતો. જણાવી દઈએ કે મંદિર પ્રબંધન સમિતિ તરફથી નિર્દેશ છે કે હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકો મંદિરમાં પ્રવેશ ન કરી શકે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકો આ મંદિરમાં આસ્થા ધરાવે છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

આ ઘટના ગયા વર્ષે પણ બની હતી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના બની હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે SIT માત્ર વર્તમાન ઘટનાની જ નહીં પરંતુ ગયા વર્ષે આ જ મંદિરમાં બનેલી ઘટનાની પણ તપાસ કરશે. ADG રેન્કના અધિકારી આ વિશેષ તપાસ સમિતિનું નેતૃત્વ કરશે. આ ઘટનામાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધ ચાલી રહી છે. મંદિર સમિતિએ આપેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 10-12 લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસ્યા અને સમાધિની જેમ ત્યાં લીલી ચાદર અને ફૂલ ચઢાવવાનો પ્રયાસ કર્યો. લગભગ અડધા કલાક સુધી હંગામો ચાલ્યો હતો. આરોપીએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

PM મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 26 મેએ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનાના અંતે નવા સંસદ ભવનનું ઔપચારિક ઉદઘાટન કરે એવી શક્યતા છે. અહેવાલ અનુસાર 26 મેએ વડા પ્રધાન મોદી દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. નવ વર્ષ પહેલાં 26 મે, 2014એ વડા પ્રધાને વડા પ્રધાનપદના શપથ લીધા હતા.

એવી અટકળો છે કે G20  દેશોના સંસદના અધ્યક્ષોની બેઠક આ વર્ષના અંતમાં નવા સંસદ ભવનમાં થાય એવી શક્યતા છે. વળી, આગામી મોન્સુન સત્ર જે જુલાઈમાં શરૂ થવાનું છે, એ જૂની સંસદમાં આયોજિત કરવામાં આવશે. શિયાળુ સત્ર નવા ભવનમાં આયોજિત કરવાની શક્યતા છે.

નવા સંસદ ભવનની ખાસિયતો

નવું સંસદ ભવન રૂ. 970 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. એનું નિર્માણ જૂની સંસદની પાસે કરવામાં આવી રહ્યું છે. સંસદનું નવું ભવન ત્રિકોણીય હશે, જ્યારે હાલનું સંસદ ગોળાકારે છે. હાલનું સંસદ ભવન 95 વર્ષ જૂનું છે અને એવી ઇમારતની જરૂર મહેસૂસ કરવામાં આવી રહી હતી, જે ભવિષ્યની બધી જરૂરિયાત પૂરી કરી શકાય.

નવા સંસદ ભવનનું કામ 15 જાન્યુઆરી, 2021એ શરૂ થયું હતું અને એને ઓગસ્ટ, 2022 સુધી પૂરું થઈ જવાનું હતું. નવું સંસદ ભવન 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રમાં નિર્મિત છે અને ચાર માળની ઇમારતની સાથે એકસાથે 1224 સાંસદો માટે બેસવાની એમાં વ્યવસ્થા કરી છે.

નવા સંસદ ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે, જેમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર.  નવા ભવનમાં નીચલા સંસદ ભવનમાં 888 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યસભામાં 384 લભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદોને બેસવા માટે મોટો હોલ, એક લાઇબ્રેરી, સમિતિઓ માટે અનેક રૂમો, કેન્ટીન અને વિશાળ પાર્કિગની જગ્યા ભવનમાં કરવામાં આવી છે.

 

 

 

ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહેવા હૃતિકે રૂ.50 કરોડનો ફ્લેટ ખરીદ્યો?

મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશને તેની પત્ની સુઝેન ખાનથી છૂટાછેડા લઈ લીધા છે. હાલ તે સબા આઝાદ નામની યુવતીને ડેટ કરી રહ્યો છે. બંને જણ અનેક વાર પાર્ટીઓમાં, પરિવારજનો સાથે ગેટ-ટુગેધર કાર્યક્રમોમાં અને હોટેલ-રેસ્ટોરન્ટમાં ડિનર પર સાથે જોવા મળ્યાં છે. હવે બંને જણ લિવઈન પદ્ધતિથી રહેવાનાં છે એવું કહેવાય છે. એ માટે હૃતિકે મુંબઈમાં રૂ. 50 કરોડની કિંમતનો એક ફ્લેટ ખરીદ્યો હોવાનું કહેવાય છે.

એક અખબારી અહેવાલ અનુસાર, હૃતિક તેની ગર્લફ્રેન્ડ સબા સાથે તે ફ્લેટમાં રહેશે. જોકે આ વિશે કોઈ અધિકૃત માહિતી મળી નથી. નિર્માતા કરણ જોહરે એમના 50મા જન્મદિવસની પાર્ટી રાખેલી ત્યારે હૃતિક અને સબા હાથમાં હાથ નાખીને તેમાં હાજર રહ્યાં હતાં. ત્યારથી બંને જણ વચ્ચેનાં રિલેશનશિપને થપ્પો લાગી ગયો હતો. હૃતિકે 2000માં વીતેલા વર્ષોના અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝેન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ, 2014માં બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી હૃતિક ઘણી વાર સબા સાથે જોવા મળ્યો છે. સબા પણ એક અભિનેત્રી છે.

IRCTC પર તત્કાળ ટ્રેન ટિકિટ ઓનલાઇન કેવી રીતે બુક કરશો, જાણો…

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પર એક કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરવી એક કઠિન કામ છે. ખાસ કરીને છેલ્લી મિનિટે બુકિંગ કરવાની વાત આવે ત્યારે. જોકે તત્કાળ બુકિંગ યોજનાની સાથે IRCTC યાત્રીને તેમની યાત્રાના એક દિવસ પહેલાં ટ્રેનની સીટ બુક કરવાની મંજૂરી આપે છે. આ યોજના હેઠળ યાત્રી IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપના માધ્યમથી તત્કાળ અથવા ઇમર્જન્સી ટ્રેન બુકિંગ માટે ટ્રેનની બધી બર્થ ટિકિટ બુક કરી શકાય છે, જેનાથી એ યાત્રીઓ માટે એક સુવિધાજનક વિકલ્પ બને છે.

IRCTC એકાઉન્ટ બનાવો

તત્કાળ ટિકિટ બુક કરવા માટે તમારે પહેલાં IRCTC એકાઉન્ટ બનાવવું પડશે. એ પછી એમાં તમારી બધી વિગતો, જેવી કે નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી વગેરે નાખો અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો.

તમારા પ્રવાસનું આયોજન કરો. તત્કાળ ટિકિટ બુક કરાવતા પહેલાં તમારા રેલવેના પ્રવાસનું આયોજન કરો, ત્યારે બાદ તત્કાળ ટિકિટ બુક કરાવો. એસી ક્લાસ ટિકિટ (2A/3A/CC/EC/3E) માટે બુકિંગ વિન્ડો 10 કલાકે ખૂલે છે, જ્યારે નોન એસી ક્લાસ (SL/FC/2S) માટે તત્કાળ 11 કલાકે બુક કરી શકાય છે.

તત્કાળ ટિકિટ ઓનલાઇન બુક કરવા માટે નીચેની પ્રક્રિયા પૂરી કરો

  • IRCTCની વેબસાઇટ- co.in પર જાઓ
  • IRCTC યુઝર ID અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.
  • બુક ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો
  • તત્કાળ બુકિંગ વિકલ્પ પસંદ કરીને જેતે સ્ટેશનો, યાત્રાની તારીખ, ટ્રેન અને ક્લાસ સહિત જરૂરી વિગતો ભરો.
  • ચુકવણીનો વિકલ્પ પસંદ કરો, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI કે અન્ય ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરો
  • બુકિંગની વિગતો ચકાસો અને ચુકવણી કરો
  • ચુકવણી થયા પછી ઈ-ટિકિટ ડાઉનલોડ કરો

 

 

 

 

એમેઝોન ઇન્ડિયાએ 500 કર્મચારીઓની છટણી કરી

વોશિંગ્ટનઃ દિગ્ગજ ટેક્નોલોજી કંપની એમેઝોનમાં છટણીની તલવાર હજી સુધી અટકી નથી. કેટલાક મહિના પહેલાં માર્ચમાં કંપનીએ 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું., જેની પ્રક્રિયા હજી સુધી ચાલુ છે. હવે કંપનીની પાંખ એમેઝોન ઇન્ડિયા આશરે 500 કર્મચારીઓને બહાર કાઢી રહી છે. કંપનીએ છટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એને એમેઝોન વેબ સર્વિસિસ (AWS) અને હ્યુમન રિસોર્સિસ (HR)ની ટીમન આંચકો લાગી શકે છે.

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે એમેઝોને માર્ચમાં ક્લાઉડ સર્વિસિસ, એડવર્ટાઇઝિંગ અને ટ્વિટટેક યુનિટ્સમાંથી આશરે 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. કંપનીના CEO એન્ડી જૈસીએ સ્ટોફને મેમો દ્વારા એનું એલાન કર્યું હતું. આ પહેલાં કંપનીએ 18,000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. એમજેઝોનના CEOએ કહ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોમાં કંપનીએ બહુબધા લોકોને કામ પર રાખી લીધા હતા અને હવે અર્થતંત્રની અનિશ્ચિત ચાલને પગલે એણે ખર્ચ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.કંપનીના CEOએ કહ્યું હતું કે કેટલાક લોકો પૂછી શકે છે કે એક વારમાં છટણીનું એલાન કેમ નહોતું કર્યું, એનું કારણ એ હતું કે કંપનીએ બધી ટીમોની સમીક્ષા નહોતી કરી. કંપનીએ જાન્યુઆરીમાં 18,000 અને એ પછી માર્ચમાં 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું.

એપ્રિલમાં કંપનીએ આશરે 100 કર્મચારીઓને વિડિયો ગેમ અને ડિવિઝન્સમાંથી કાઢી મૂક્યા હતા. કંપનીએ આ ઉપરાંત 2025 વળતરની નીતિ હેઠળ કર્મચારીઓને અપાતા શેરોની સંખ્યામાં પણ કાપ મૂક્યો હતો.

 

 

 

 

પાકિસ્તાની જેલમાંથી 198 માછીમારો વડોદરા પહોંચ્યા

અમદાવાદઃ પાક જેલમાંથી ગયા સપ્તાહના ગુરુવારે પહેલી ખેપમાં 198 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ માછીમારોને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે આવકાર્યા હતા. આ માછીમારો ત્યાર બાદ વેરાવળ પહોંચતા જ પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વહેલી સવારથી જ પરિવારજનો વેરાવળ ફિશરીઝની ઓફિસમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સી (PMSA)એ આશરે ચાર વર્ષ પહેલાં અરજ સમુદ્દમાં ગુજરાત તટની પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમામાંથી એ દાવો કરતાં પકડ્યા હતા કે તેમણે પાકિસ્તાની જળક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને ગયા સપ્તાહે 198 માછીમારોને છોડી મૂક્યા હતા, જેમાં 184 ગુજરાતના, આંધ્ર પ્રદેશથી ત્રણ, ચાર દીવથી, પાંચ મહારાષ્ટ્રથી અને બે ઉત્તર પ્રદેશમાંથી હતા. વડોદરામાં પરત ફરેલા માછીમારોમાંના એક અહેમદ ખાને જણાવ્યું હતું કે હું 2018થી પાકિસ્તાનની જેલમાં હતો. આજે હું મુક્ત થઈને સારું અનુભવી રહ્યો છું.

પાકિસ્તાનની જેલોમાં બંધ આ માછીમારોને કેન્દ્ર સરકારના કૂટનીતિના પ્રયાસો થકી છોડવામાં આવ્યા હતા અને તેમને 13 મેએ પંજાબની વાઘા સરહદે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન આ માછીમારોનું મત્સ્યપાલન મંત્રી રાઘવજી પટેલસ વિધાનસભ્ય કેયૂર રોકડિયા અને ચૈતન્ય દેસાઈ સહિત અનેક મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.

રાજ્યના 184 માછીમારોમાંથી 152 ગીર સોમનાથના, 22 દેવભૂમિ દ્વારકાના અને પાંચ પોરબંદરના અને એક-એક જૂનાગઢ, જામનગર, કચ્છ, વલસાડ અને નવસારીના છે.

 

 

 

કોરાનાના 656 નવા કેસો, 12નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 656 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,82,131 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,790  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,37,304 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2100 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 13,037એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.03 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1.16,053 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.87 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,93,069 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1010 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.