Home Blog Page 2468

રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું થશે ઉદ્ધાટન

રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણનું ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત થવા જઈ રહ્યું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે થશે. 30 સપ્ટેમ્બરથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામની નવ દિવસની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વિશ્વભરના વડાઓ સહિત પ્રતિષ્ઠિત નેતાઓએ આ મહત્ત્વપૂર્ણ અવસર માટે તેમની શુભેચ્છાઓ અને સમર્થન આપ્યું છે. આ શુભેચ્છકોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક પણ છે.

30 ઓગસ્ટ, 2023ની સવારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રૉબિન્સવિલમાં રક્ષાબંધનના શુભ દિને અક્ષરધામના કળશપૂજનનો મહત્ત્વનો પ્રસંગ ઉજવાયો હતો. અનેક વર્ષોથી અક્ષરધામ નિર્માણમાં રત એવા હજારો સ્વયંસેવકોના અવિરત પરિશ્રમ, અનન્ય સમર્પણ અને નિ:સ્વાર્થ સેવાની ફળશ્રુતિરૂપ આ પ્રસંગે ઉપસ્થિત સૌ સ્વયંસેવકો ભાવવિભોર થઈ ઉઠયા હતા. સમગ પરિસર હજારો સંતો-ભક્તો-સ્વયંસેવકોના આનંદ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું.

વૈશ્વિક સ્તરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ એ હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્નો છે. તેઓ આધ્યાત્મિક અને સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લા છે. ન્યૂ જર્સીમાં અક્ષરધામ વૈશ્વિક સ્તરે આવા ત્રીજા સાંસ્કૃતિક સંકુલને ચિહ્નિત કરે છે. સૌપ્રથમ અક્ષરધામ 1992માં ગુજરાત, ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2005માં ભારતની રાજધાની નવી દિલ્હીમાં અક્ષરધામ બનાવવામાં આવ્યું હતું.

વિશ્વભરના અગ્રણી નેતાઓ દ્વારા આ સંકુલોની પ્રશંસા કરવામાં આવી છે જેમાં, રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન (ગાંધીનગર, 2001), રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ (નવી દિલ્હી, 2005), હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ III (નવી દિલ્હી, 2013), રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (નવી દિલ્હી, 2013) અને હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન (નવી દિલ્હી, 2023).

29 સપ્ટેમ્બર, 2023ના રોજ લખેલા લેટરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુ જર્સીમાં અક્ષરધામની આગામી ઉદઘાટન ઉજવણીના સંદર્ભમાં એમનો આનંદ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું, “ન્યુ જર્સીના રોબિન્સવિલેમાં અક્ષરધામ મહામંદિરના ઉદ્ઘાટનની ઉજવણી વિશે જાણીને મને આનંદ થયો. વિશ્વભરના ભક્તોની વિશાળ સૈન્ય માટે એ ગહન આધ્યાત્મિક મહત્ત્વનો પ્રસંગ છે.”

રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં ઉદ્ઘાટન સમારોહ માટેના તેમના પત્રમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે મંદિરો સદીઓથી સેવા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. તેઓ માત્ર ભક્તિના કેન્દ્રો નથી પણ કલા, સ્થાપત્ય શ્રેષ્ઠતા, સાહિત્ય અને જ્ઞાનને અભિવ્યક્તિ આપવા માટે પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે. આવા ગહન સાંસ્કૃતિક સિદ્ધાંતો પેઢીઓ માટે માનવતાને માર્ગદર્શન આપી રહ્યા છે. અક્ષરધામ મહામંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય સ્થાપત્યની શ્રેષ્ઠતા અને આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને નૈતિકતા પ્રદર્શિત થાય છે. આ ઉદ્ઘાટન આ પ્રયાસની શુભતા અને મહત્ત્વને વધારશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના દરેકને અને આ પહેલ સાથે સંકળાયેલા તમામને શુભેચ્છાઓ.”

યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે, અક્ષરધામ, નવી દિલ્હીની મુલાકાત લીધી એ સમયે તેમના વિચારો  વ્યક્ત કરીને કહ્યું હતું કે “અમે આ મંદિર અને તેની સુંદરતાથી આશ્ચર્યચકિત થયા. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં યોગદાનને પણ દર્શાવે છે.” BAPS ના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા પછી, વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું “હું સમજું છું કે પરમ પૂજ્ય બહુ જલ્દી યુએસએના રોબિન્સવિલેમાં બીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હું પરમ પવિત્ર અને BAPSના તમામ ભક્તોને ઉદઘાટન પહેલા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

રોબિન્સવિલે, NJમાં અક્ષરધામનો બહુ-અપેક્ષિત ભવ્ય સમર્પણ સમારોહ 8મી ઓક્ટોબરે સુનિશ્ચિત થયેલ છે, જે સમગ્ર ઉત્તર અમેરિકામાં 12,500થી વધુ સ્વયંસેવકો દ્વારા સમર્પણના 12 વર્ષ પછી એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અક્ષરધામ કેમ્પસનું કેન્દ્રસ્થાન બનવા માટેનું પથ્થરનું મહામંદિર, કારીગરી અને ભક્તિનું અજાયબી છે, જે જટિલ કલાત્મકતાને આધ્યાત્મિક મહત્વ સાથે સંમિશ્રિત કરે છે.

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

નવી દિલ્હીઃ શાહરુખ ખાનની સાથે ફિલ્મ ‘રઇસ’માં કામ કરી ચૂકેલી પાકિસ્તાનની મશહૂર ફિલ્મ અભિનેત્રી માહિરા ખાને બીજાં લગ્ન તેના બોયફ્રેન્ડ સાથે કર્યાં છે. અનેક વર્ષો સુધી પાકિસ્તાની બિઝનેસમેન સલીમ કરીમને ડેટ કર્યા બાદ માહિરાએ તેની સાથે લગ્ન કર્યાં છે.

માહિરાએ વીજે તરીકે એક્ટિંગ કેરિયરનો પ્રારંભ કર્યો હતો. તેને પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ અને ‘હમસફર’ માટે એવોર્ડ મળ્યો હતો. તેણે વર્ષ 2017માં શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

માહિરાએ વર્ષ 2007માં મિત્ર અલી અસકરી સાથે નિકાહ કર્યા હતા, પણ વર્ષ 2015માં બંનેના તલાક થયા હતા અને હવે માહિરાએ ફરીથે બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સલીંમ કરીમ સંગ નિકાહ કર્યા છે. આ બંનેના નિકાહ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

માહિરા ખાને બિઝનેસમેન સલીમ કરીમ સાથી બર્બનના પર્લ કોન્ટિનેન્ટ હોટેલમાં ધૂમધામથી નિકાહ કર્યા હતા. માહિરા વાઇટ લહેંઘામાં બહુ સરસ લાગતી હતી. સલીમ કરીમના અનેક બિઝનેસ છે. માહિરા અને સલીમ કરીમની પહેલી મુલાકાત એક ટેલિવિઝન એપ્લિકેશનના લોન્ચ દરમ્યાન થઈ હતી. ત્યાર બાદ તેઓ બંને જણ આશરે દોઢથી બે વર્ષ સુધી એકમેકને ડેટ કર્યા પછી તુર્કીમાં 2019માં ખાનગી ફંકશનમાં સગાઈ કરી હતી.

શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રાહુલ ધોળકિયાએ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં તેણે શાહરુખની પત્ની આસિયાની ભૂમિકા નિભાવી હતી.

 

 

 

ગાંધીજયંતી: રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં સેવા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2 ઓક્ટોબર, સોમવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જઈને સેવા અર્પણ કરી હતી. શ્રી હરમંદિર સાહિબમાં જઈને માથું ટેકવીને એમણે દેશની ખુશી માટે અરદાસ કરી હતી.

રાહુલ આ એમની અંગત અને આધ્યાત્મિક મુલાકાત માટે આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એ વખતે હાજર ન રહેવા જણાવાયું હતું.

મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલે શીખ સંપ્રદાયની સર્વોચ્ચ ધાર્મિક બેઠક અકાલ તખ્તની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ભક્તોએ ઉપયોગમાં લીધેલા પીવાના પાણીના વાટકાઓને સાફ કરીને સેવા બજાવી હતી.

કંગનાની ‘તેજસ’ ફિલ્મ 27 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે

મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતને ભારતીય હવાઈ દળની પાઈલટ ‘તેજસ ગિલ’ની મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘તેજસ’ આવતી 27 ઓક્ટોબરે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના પટકથા લેખક અને દિગ્દર્શક છે સર્વેશ મેવાડા.

નિર્માણગૃહ આરએસવીપી મૂવિઝ દ્વારા તેના સત્તાવાર X પેજ પર આ ફિલ્મની રિલીઝ તારીખ અને ટીઝરને શેર કરવામાં આવ્યું છે. તેની કેપ્શનમાં આમ લખ્યું છે: ‘જબ ભી બાત દેશ કી આયેગી, વો સારી હદેં પાર કર જાયેગી.’  ફિલ્મનું ટીઝર રૂંવાડા ઊભા કરી દે એવા દ્રશ્યો અને ડાયલોગ્સથી ભરપૂર છે. આવા છે, ડાયલોગ્સઃ ‘ભારત કો છેડોગે તો છોડેંગે નહીં.’ ‘જરૂરી નહીં હૈ હર બાર બાતચીત હોની ચાહિયે… જંગ કે મૈદાન મેં અબ જંગ હોની ચાહિયે. હો ગયા હૈ મેરે વતન પે બહુત હી સિતમ… અબ તો આકાશ સે બારિશ નહીં, આગ બરસની ચાહિયે.’

ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબરે રિલીઝ કરાશે, જ્યારે દેશભરમાં ‘એર ફોર્સ ડે’ ઉજવવામાં આવે છે.

સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ

 અમદાવાદઃ મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સૈનિક સ્કૂલ, બાલાચડીએ ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ અત્યંત સફળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું, જેમાં તેના કેડેટ્સ, ફેકલ્ટી અને સ્ટાફ વચ્ચે સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલી ઓક્ટોબરે આ ઝુંબેશનો હેતુ દરેક વ્યક્તિમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવાનું મૂલ્ય સ્થાપિત કરવાનો હતો.

આ સ્વચ્છતા અભિયાનમાં 550 કેડેટ્સ અને 50 સ્ટાફની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.  આ કાર્યક્રમની શરૂઆત ડો. હિરેન મંકોડી, પી. એચડી, એફ. ટી.એ.એફ. આઇ.ઈ. એમિનેન્ટ પ્રોફેસર એમ.એસ. યુનિવર્સિટી બરોડા દ્વારા થઈ હતી.   તમામ કેડેટ્સ, સ્ટાફ સભ્યો અને બાલાચડી ગામના સરપંચ દેવસિંહ વાઘેલાએ “સ્વચ્છતા સંકલ્પ” લીધો અને પછી “એક તારીખ, એક ઘંટા, એકસાથ” અંતર્ગત આયોજિત પ્રવૃત્તિઓ સાથે પ્રારંભ કર્યો.

તમામ સમર્પિત શિક્ષકો અને કર્મચારીઓએ કેડેટ્સે આ અભિયાનમાં કચરો ઉપાડવો, વર્ગખંડોની સફાઈ, કેડેટ્સની વાસણ, હોસ્ટેલ, શૌર્ય સ્તંભ, શોપિંગ કોમ્પ્લેક્સ, સ્કૂલ પાર્ક, પુસ્તકાલય, સામાન્ય વિસ્તારો, બીમાર ખાડી, બાલાચડી બીચ અને બહારના રસ્તાઓની સફાઈ,  શાળા કેમ્પસ તેમ જ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાએ બાલાચડીમાં જાગૃતિ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક સમુદાયમાં યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ, કચરાનું વ્યવસ્થાપન અને રિસાઇક્લિંગના મહત્વ વિશે સભાનતા પેદા કરવાનો હતો.  કેડેટ્સે સ્લોગન લેખન સ્પર્ધા, સ્વચ્છતા પર ચિત્ર સ્પર્ધા, સ્થાનિક સમુદાય માટે શેરી નાટકો અને સરકારના વિદ્યાર્થીઓને સંવેદનશીલતામાં સક્રિયપણે ભાગ લીધો હતો.

આ અનોખા પ્રસંગે કર્નલ શ્રેયશ મહેતા, પ્રિન્સિપાલ, સૈનિક સ્કૂલ બાલાચડી અને લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર, વાઇસ પ્રિન્સિપાલ, સૈનિક સ્કૂલ બાલાચડીએ વાસ્તવિક સ્વચ્છતા દૂતના નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવ્યું હતું અને તેમનું અભિવાદન કર્યું હતું.

 

રાજસ્થાનનો વિકાસ કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાતે છે. રાજસ્થાનના ચિતોડગઢમાં સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આજે ચિતોડગઢમાં રૂ. 7000 કરોડના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ગેસ આધારિત અર્થતંત્રને મજબૂત કરવા માટે દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્ક સ્થાપિત કરવામાં આવી છે. ઉદ્યોગોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એનાથી રોજગારીની તકો ઊભી થશે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.

તેમણે જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે રાજસ્થાનને પાંચ વર્ષમાં બરબાદ કરી નાખ્યું છે. રાજસ્થાન ગુનાઓની યાદીમાં ટોચ પર છે, જેનું મને દુઃખ છે. મહિલાઓની વિરુદ્ધ ગુનાઓના સૌથી વધુ કેસ અહીં છે. તેમણે સવાલ કર્યો હતો કે શું એટલા માટે તમે કોંગ્રેસને મત આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રાજસ્થાન વિશ્વાસથી કહી રહ્યું છે કે ભાજપ આવશે, ગુડાગર્દી જશે અને રમખાણો અટકશે. ભાજપ આવશે અને પથ્થરબાજી અટકશે, મહિલા સુરક્ષા આવશે અને રોજગાર આવશે અને રાજસ્થાનને ભાજપ સમૃદ્ધ બનાવશે. પ્રદેશની જનતાનો સંદેશ કોંગ્રેસ નેતાઓના કાને પહોંચી ગયો છે.

તેમણે કહ્યું હતું કે રાજસ્થાનનો વિકાસ ભારત સરકાર માટે મોટી પ્રાથમિકતા છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસ વે, હાઇવે અને રેલવે જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશને જનઆંદોલન બનાવી દેવા માટે બધા દેશવાસીઓનો હું આભાર વ્યક્ત કરું છું.

 

 

 

પર્યાવરણ મામલે PM મોદી વિશ્વના નેતાઃ ઇઝરાયલના રાજકારણી

મુંબઈઃ ઇઝરાયેલના ડિપ્લોમેટ કોબી શોશાનીએ મુંબઈ સમુદ્રકિનારે ‘સ્વચ્છતા જ સેવા’ ઝુંબેશ હેઠળ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો. તેમણે આ પહેલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે પર્યાવરણના મહત્ત્વ પર ભાર લીધો હતો. તેમણે આ કાર્યની પ્રશંસા કરી હતી અને વડા પ્રધાન મોદીની સ્વચ્છતાની અપીલ કરતાં લોકોને બહાર આવવા આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું એક બહુ નાના દેશ ઇઝરાયલથી આવું છું. અમે જમીનથી નથી જોડાયેલા, પણ અમે સમુદ્રથી જોડાયેલા છે. પર્યાવરણ માત્ર ભારતનો એક મુદ્દો નથી, પણ આ એક વૈશ્વિક મુદ્દો છે. વડા પ્રધાન મોદીએ બહુ સારું કામ કર્યું છે. તેઓ જેકાંઈ કહે છે એનો લોકો અમલ કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પર્યાવરણનો સવાલ છે –ભારતના વડા પ્રધાન મોદી વિશ્વના નેતા છે. આ સપ્તાહે સમુદ્ર તટોને સાફ કરવા એ મારો ચોથો કે પાંચમો દિવસ છે. આ બહુ મહત્ત્વનું છે.

પર્યાવરણને મામલે વડા પ્રધાન મોદી અગ્રણી નેતા. તેમના માટે આ મુદ્દા વ્યક્તિગત મુદ્દો છે. તમે જુઓ – પેલા લોકો તેમની વિનંતીને અનુસરે છે અને એ બહુ જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

શોશાનીએ સફાઈ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ લીધો હો અને ઝાડુથી સમુદ્રકિનારાની સફાઈ કરી હતી.  મહાત્મા ગાંધીની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ રવિવારે દેશમાં સ્વચ્છતા ઝુંબેશ સ્વચ્છતા જ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

 

 

કોરાનાના 36 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,874 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,032 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,411 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 431 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9918 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,754 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 167 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈગરાઓને રાહત; સીએનજી રૂ.3, પીએનજી રૂ.2 સસ્તો થયો

મુંબઈઃ મહાનગર ગેસ લિમિટેડે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ)ના દરોમાં ઘટાડો કર્યો છે. સીએનજી દરમાં 3 રૂપિયા અને પીએનજીમાં બે રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે. ઘરેલૂ વપરાશ અને વાહનોમાં કુદરતી વાયુનો ઉપયોગ વધારવાના હેતુસર દર-ઘટાડાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈમાં મોટી સંખ્યામાં વાહનચાલકો સીએનજી વાપરે છે. જ્યારે શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં પીએનજી વાપરવામાં આવે છે. અગાઉ બે વખત આ બંને ગેસના દરમાં વધારો કરાયો હતો, પણ આ વખતે તેમાં ઘટાડો કરાયો છે. હવે મુંબઈમાં સીએનજી રૂ. 76 પ્રતિ કિલો અને પીએનજી રૂ. 47 પ્રતિ કિલોના દરે મળશે. સીએનજીના વપરાશથી પેટ્રોલ વપરાશમાં 50 ટકા અને ડિઝલમાં 20 ટકાની બચત થાય છે. એવી જ રીતે, ઘરેલૂ એલપીજી સિલિન્ડર કરતાં પીએનજીના દર ઓછા છે.

એલપીજીની સરખામણીમાં પીએનજી સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ છે. પીએનજી ઘરેલૂ, કમર્શિયલ અને ઔદ્યોગિક હેતુઓ માટે વાપરી શકાય છે. આ કુદરતી વાયુ છે અને સુરક્ષિત ઈંધણ છે. એલપીજી કરતાં પીએનજી 30 ટકા સસ્તો છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીને 154મી જન્મજયંતીએ ટોચના નેતાઓની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે સવારે અહીં રાજઘાટસ્થિત ગાંધીજીના સમાધીસ્થળે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ જ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મોદીએ તે પૂર્વે X પ્લેટફોર્મ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ પોસ્ટ કર્યો હતો. એમાં તેમણે લખ્યું છેઃ ‘ગાંધી જયંતીના વિશેષ પ્રસંગે હું મહાત્મા ગાંધીને નમન કરું છું. એમના કાલાતીત ઉપદેશો આપણા માર્ગને પ્રજ્વલિત કરતા રહેશે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને આગળ વધારવામાં પ્રેરિત કરે છે. આપણે સહુ હંમેશાં એમના સપનાઓને પરિપૂર્ણ કરવાની દિશામાં કામ કરતાં રહીએ. સર્વત્ર એકતા અને સદ્દભાવના ગુણોને બળવાન બનાવવાના એમણે સેવેલા સપનાને સાકાર કરવામાં એમના વિચારો દરેક યુવાજનને સક્ષમ બનાવે.’