ગાંધીજયંતી: રાહુલ ગાંધીએ સુવર્ણ મંદિરમાં સેવા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2 ઓક્ટોબર, સોમવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જઈને સેવા અર્પણ કરી હતી. શ્રી હરમંદિર સાહિબમાં જઈને માથું ટેકવીને એમણે દેશની ખુશી માટે અરદાસ કરી હતી.

રાહુલ આ એમની અંગત અને આધ્યાત્મિક મુલાકાત માટે આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એ વખતે હાજર ન રહેવા જણાવાયું હતું.

મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલે શીખ સંપ્રદાયની સર્વોચ્ચ ધાર્મિક બેઠક અકાલ તખ્તની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ભક્તોએ ઉપયોગમાં લીધેલા પીવાના પાણીના વાટકાઓને સાફ કરીને સેવા બજાવી હતી.