Home Blog Page 2453

જિયોમાર્ટે મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

મુંબઈઃ  દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ આઠ ઓક્ટોબરથી શરૂ થશે.

જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે, પરંતુ ઉત્સવોની ઉજવણીનો ભાગ બનવાનું ચૂકી ગયો છે. જેથી નવીન ઉત્સાહ સાથે ધોની તેના પ્રિયજનો સાથે ખુશીની તમામ ક્ષણો, તહેવારો અને ખાસ પ્રસંગો ઊજવવા માટે સંકલ્પબદ્ધ છે.

જિયોમાર્ટના CEO સંદીપ વારાંગતીએ જણાવ્યું હતું કે અમને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની સૌથી સુસંગત લાગે છે. તેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટની જેમ વિશ્વાસ, ભરોસો અને ખાતરીને પ્રદર્શિત  કરે છે. અમારું નવું કેમ્પેન જીવન અને જીવનની તમામ ખાસ ક્ષણોને પ્રિયજનો સાથે ઊજવવા માટે પ્રોત્સાહિત કરે છે, ‘શોપિંગ’ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. નોન-મેટ્રો વિસ્તારો હાલમાં અમારા સરેરાશ વેચાણમાં લગભગ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જે ક્રમશઃ વૃદ્ધિની નિશાની છે અને ડિજિટલ રિટેલનો પ્રસાર કરવાના અમારા પ્રયાસોના ફળનું પ્રમાણપત્ર છે.જિયોમાર્ટ હંમેશાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લેટફોર્મ હાલમાં 1000થી વધુ કારીગરો સાથે કામ કરે છે, 1.5 લાખ અનન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. વાસ્તવમાં કેમ્પેનના શૂટિંગના ભાગરૂપે વારાંગતીએ બિહારથી ધોનીને પુરસ્કાર વિજેતા કારીગર અંબિકા દેવી દ્વારા બનાવેલું મધુબની પેઇન્ટિંગ આપ્યું હતું.

આ પ્રસંગે ધોનીએ જણાવ્યું હતું કે હું જિયોમાર્ટનાં મૂલ્યોને સારી રીતે ઓળખું છું અને તેનું સમર્થન કરું છું, એક સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ હોવાને કારણે તેઓ ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને સમર્થન આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે. જિયોમાર્ટનું જિયોઉત્સવ કેમ્પેન એ ભારત અને તેના લોકોના ઉત્સવની ઉજવણી છે. હું જિયોમાર્ટ સાથે જોડાવા અને લાખો ભારતીયોના શોપિંગ અનુભવનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

 

 

 

 

માતાની નજર સામે ત્રણેય ભાઈ-બહેન તળાવમાં ડૂબી ગયાં

અહમદનગર (મહારાષ્ટ્ર): અહમદનગર જિલ્લાના જામખેડ તાલુકાના ખર્ડા ગામમાં હૃદયને હચમચાવી દેનારી ઘટના બની છે. ખર્ડા ગામ નજીક આવેલા પાઝર નામના તળાવમાં કપડાં ધોવા ગયેલાં ત્રણ ભાઈ-બહેનનું મૃત્યુ થતાં ગામ તથા આસપાસના વિસ્તારમાં ઘેરો શોક ફરી વળ્યો છે. દીકરો અને દીકરી તેમજ જેઠનો દીકરો, એમ ત્રણ સંતાનો ડૂબવા લાગતાં માતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ એ પણ ડૂબવા લાગી હતી. ત્યાંથી પસાર થતા અમુક જણે એ જોયું હતું અને મહિલાને ડૂબતી બચાવી હતી. પરંતુ, ત્રણ બાળકોને બચાવી શકાયાં નહોતાં.

મૃતક બાળકોનાં નામ છે – દીપક જ્ઞાનેશ્વર સુરવસે, સાનિયા જ્ઞાનેશ્વર સુરવસે અને કૃષ્ણા પરમેશ્વર સુરવસે. દીપક અને સાનિયા સગા ભાઈ-બહેન હતાં જ્યારે કૃષ્ણા એમનો પિતરાઈ ભાઈ હતો. ત્રણેય બાળકો માતાની સાથે તળાવમાં કપડાં ધોવા ગયાં હતાં. પરંતુ સાનિયાનો પગ લપસતાં એ તળાવમાં પડી ગઈ હતી. એ ડૂબવા લાગતાં એને બચાવવા માટે પહેલા દીપક અને પછી કૃષ્ણાએ તળાવમાં ઝંપલાવ્યું હતું.

પરંતુ ત્રણેય જણ ડૂબવા લાગ્યા હતા. એ જોઈને માતાએ એમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. દીપક અને કૃષ્ણા 10મા ધોરણમાં ભણતા હતા જ્યારે સાનિયા આઠમા ધોરણમાં ભણતી હતી. ત્રણેય ભાઈ-બહેનનાં અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આખું ગામ શોકમગ્ન થઈ ગયું છે.

સિક્કિમમાં પૂમાં 19નાં મોત, 100 લોકો ગુમ, 22,000 લોકો અસરગ્રસ્ત

ગંગટોકઃ સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં આવેલા અચાનક પૂરથી સેના છ જવાનો સહિત 19 લોકોનાં મોત થયાં છે. આ સાથે પૂરમાં અત્યાર સુધી 23 સેનાના જવાનોની સાથે 100થી વધુ લોકો લાપતા થયા છે. પૂરથી રાજ્યમાં ભારે નુકસાન થયું છે. આ પૂરથી 22,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 2411 લોકોને બચાવવામાં આવ્યા છે. આ સાથે અનેક પર્યટકો પણ ફસાયા છે. રાજ્ય પર્યટન વિભાગ ફસાયેલા પર્યટકોના સંપર્કમાં છે.

આ પૂરમાં રાજ્યમાં 11 પૂલનું ધોવાણ થયું છે. મંગન જિલ્લામાં આઠ પૂલનું ધોવાણ થયું છે. રાજ્યના ચાર પ્રભાવિત જિલ્લામાં પાણીની પાઇપલાઇન, સીવર લાઇન અને કાચાં-પાકાં 277 ઘરો ક્ષતિગ્રસ્ત થયાં છે. ચુંગથાંગ શહેરમાં પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં શહેરનો 80 ટકા હિસ્સો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

રાજ્યની લાઇફલાઇન ગણાતા NH-10ને અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. તિસ્તા બેરાજની નજીક નીચલા વિસ્તારમાં સેનાના 15 લાપતા જવાનોની શોધખોળ જારી છે. આ તપાસ ઝુંબેશમાં ડોગ સ્કવોડની અને વિશેષ રડારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિક્કિમના મુખ્ય સચિવ વી. બી. પાઠકે પાઠકે કહ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અંદાજ મુજબ વિદેશી નાગરિકો સહિત 3000થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. પાઠકે જણાવ્યું હતું કે સેનાએ તેની ટેલિકોમ્યુનિકેશન સેવાને સક્રિય કરી છે અને ઘણા પ્રવાસીઓને તેમના ચિંતિત પરિવારના સભ્યો સાથે વાત કરવામાં મદદ કરી છે.

 

 

 

 

RBIએ સતત ચોથી વાર વ્યાજદર 6.50 ટકા યથાવત રાખ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. RBI શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.5 ટકા રહેશે. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના વિકાસનું એન્જિન બનવા તૈયાર છે. તેમણે GDP 6.5 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આમ લોનના EMI વધશે નહીં. ધિરાણ નીતિ સમિતિની બેઠક ચોથી ઓક્ટોબરે શરૂ થઈ હતી. માર્કેટ પહેલેથી જ વ્યાજદર સ્થિર રહેવાની અપેક્ષા રાખતું હતું. તેમણે કહ્યું હતું કે મોંઘવારી દર પર ધ્યાન કેન્દ્રિત થયેલું છે. ઘરેલુ અને વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા હાલ પ્રવર્તી રહી છે. નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં એના નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ ચાર ટકાને પાર રહેવાની શક્યતા છે.ઓવરઓલ ઇનફ્લેશન પર આઉટલુક પર ખરીફ વાવણીમાં ઘટાડો, ઓછોનામત ઓઇલ લેવર અને અસ્થિર વૈશ્વિક ખાદ્ય ને ઊર્જાની કિંમતોને કારણે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હવે સપ્ટેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળવાની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં GDP 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ ક્ષેત્રે માગમાં સુધારો જોવા મળ્યો છે. બાંધકામ કામગીરીમાં ઝડપ જોવા મળી છે. ખાનગી ક્ષેત્રે મૂડી ખર્ચમાં વધારો થયો છે. RBIએ ત્રીજી ત્રિમાસિકમાં મોંઘવારી દર 5.7 ટકા, ચોથા ત્રિમાસિકમાં અને 5.2 ટકા અંદાજ્યો છે.

 

 

 

 

 

આદર્શ વ્યક્તિનો વ્યવહાર બીજાને પ્રેરણા આપે છે

જનતા કહે છે કે અમે ચુંટીને મોકલેલ સરકાર અમારી વાત નથી સાંભળતી. અમારી માંગણીઓ અધૂરી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણે બધા આપણા અંતરાત્માના નથી સાંભળતા અને ભગવાનના અવાજને પણ નથી સાંભળતા. બે યુગો થી આપણે સૌ ઘંટડી વગાડીને ભગવાનને આપણા દિલની પરિસ્થિતિ સંભળાવીયે છીએ પરંતુ ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતા. જો આપણે ભગવાનની આજ્ઞા સાંભળવાનું શીખી લઈએ તો આપણી સર્વ સમસ્યાઓ હલ થઈ જાય.


જો મનુષ્ય અંતરમુખી બનીને જુએ તો એ સત્ય સામે આવે છે કે સૌથી વધુ પોતાનું મન બોલે છે. બીજી વ્યક્તિ તો એક કલાક, બે કલાક બોલીને ચૂપ થઈ જશે પરંતુ મન તો હંમેશા બોલતું જ રહે છે. આપણે સુઈ જઈએ છીએ ત્યારે પણ મન વિચાર કરવાનું ચાલુ જ રાખે છે. બીજાનું બોલવાનું બંધ કરતા પહેલા મનુષ્ય એ પોતાના મનના વ્યર્થ વિચારોને બંધ કરવા જોઈએ. આમ કરવાથી બીજાને સાંભળવાની શક્તિ કેળવવાશે. આપણે બોલીને બીજાને સુધારવા જઈએ છીએ, પોતાનું મહત્વ બતાવવા માંગીએ છીએ, પરંતુ આપણાથી નાના કે સમાન વ્યક્તિઓ આપણા કર્મોને વધુ જુએ છે, આપણી વાણીને નહીં. આદર્શ વ્યક્તિનો વ્યવહાર બીજાને પ્રેરણા આપે છે. માટે આદર્શ બનો અને શક્તિને બચાવો. આ મનુષ્ય સૃષ્ટિના ડાયરેક્ટર પરમપિતા પરમાત્મા શિવ દ્વાપર અને કળિયુગ બે યુગોમાં ઉપર પરમધામમાં રહીને ભક્તોની પોકાર સાંભળે છે અને ધર્મ ગ્લાનિના સમયે થોડા વર્ષો માટે આ ધરતી પર અવતરિત થાય છે.

આ દરમિયાન પણ તેઓ બધી મનુષ્ય આત્માઓના દિલની વાત સાંભળે છે. બીજા નંબરમાં પ્રજાપિતા બ્રહ્મા પણ બધાના દિલની વાત સાંભળી તેમને હલકા કરે છે. દેવી-દેવતાઓ પણ વધુ પડતા વાણીમાં નથી આવતા. મંદિરોમાં રાખેલ તેમની જડ મૂર્તિઓ સમક્ષ ભક્ત લોકો પોતાના હૃદયમાં ઉત્પન્ન થતા તમામ ભાવોને મન અને મુખની થાળીમાં રાખી દેવી-દેવતાઓને અર્પણ કરે છે. દેવી-દેવતાઓની જડ મૂર્તિઓ પણ ભક્તોની વાત સાંભળે છે અને ભક્તોને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. તમામ ધર્મ પિતાઓ માં પણ સાંભળવાની શક્તિ હોય છે. ધર્મની સ્થાપના કરવા માટે તેઓએ લોકોની ઉલટી-સુલટી વાતો તથા વિરોધને સહન કરેલ હોય છે. તો પછી આપણે સાંભળવાથી શા માટે ડરીએ છીએ?

આપણા કાન બે છે પરંતુ બંનેનું કામ એક છે સાંભળવું. જ્યારે મુખ એક છે પરંતુ કામ બે છે બોલવું અને ખાવું. એનો ભાવાર્થ આપણી સાંભળવાની શક્તિ બોલવાથી બે ઘણી હોવી જોઈએ. આપણે સાંભળવામાં સંકોચ ન કરવો જોઈએ તથા વ્યર્થ વાતને એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખીયે. વધુ પડતું બોલવાના ઘણા નુકસાન છે. માટે જ પ્રકૃતિએ જીભને 32 દાંતના પહેરામાં રાખી છે. એક મુખ દ્વારા બે કામ કરવાના છે, માટે ઓછું બોલવું જોઈએ. ખૂબ વિચારીને મુખ દ્વારા મહાવાકયો જ બોલવા જોઈએ. જેવી રીતે કામની વાતો ન બોલવી તે એક રીતે અપરાધ છે. તેવી જ રીતે જાણી જોઈને સાંભળ્યું ન સાંભળ્યું કરવું જે પણ એક જાતનો અપરાધ છે. સાંભળવાની શક્તિનો સાચો અર્થ એ છે કે સાંભળીને તેનો અમલ કરવો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 43 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,954 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,846 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 55 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 363 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,679 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,206 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 128 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુંબઈના ગોરેગાંવમાં રહેણાંક મકાનમાં ભયાનક આગ લાગતાં 7નાં મરણ, 39 જખ્મી

મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરના પશ્ચિમ ભાગમાં આવેલા મહાત્મા ગાંધી રોડ પરના જય ભવાની બિલ્ડિંગમાં ગઈ વહેલી સવારે ભયાનક આગ લાગતાં સાત જણનાં જાન ગુમાયા છે અને બીજાં 39 જણ જખ્મી થયા છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે.

આ પાંચ-માળના મકાનમાં વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ વિભાગે આગને લેવલ-2 કેટેગરીની ઘોષિત કરી હતી. આગના દ્રશ્યો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ મકાનની દુકાનો, ભંગારના સામાન, પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો, મીટર કેબિન, કચરાના ઢગલા, પ્લાયવૂડ તથા અન્ય મટીરિયલમાં લાગી હતી. અગ્નિશામક દળના જવાનો સવારે 6.54 વાગ્યે આગને કાબૂમાં લાવવામાં સફળ થયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.

શુભમન ગિલને ડેન્ગ્યૂ થયાની શંકા; રવિવારની મેચમાં કદાચ નહીં રમે

ચેન્નાઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં ભારત તેની પહેલી મેચ આવતા રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે. પરંતુ આ મેચ પૂર્વે ભારતને એક ચિંતાનો સામનો કરવો પડ્યો છે. તેનો સ્ટાર ઓપનર શુભમન ગિલ બીમાર પડ્યો છે. એને ડેન્ગ્યૂ થયો હોવાની શંકા છે. એને કારણે એ કદાચ રવિવારની મેચ ચૂકી જશે. એની જગ્યાએ ઈશાન કિશનનો ઈલેવનમાં સમાવેશ થવાની ધારણા છે.

ગિલ છેલ્લા કેટલાક વખતથી વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ઝમકદાર બેટિંગ કરી રહ્યો છે, રનના ઢગલા ખડકી રહ્યો છે. એ હાલ ભારે તાવમાં પટકાયો છે અને આજે એની મેડિકલ ચકાસણી કરવામાં આવશે. ભારતીય ટીમે ચેન્નાઈમાં આગમન કર્યું છે ત્યારથી ગિલને તાવની સમસ્યા સતાવતી રહી છે. એને આ તાવ ડેન્ગ્યૂનો તો નથીને તેની આજે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય લેવાશે કે એને રવિવારની મેચમાં રમાડવો કે નહીં. જો એને ડેન્ગ્યૂ થયો હશે તો એ સ્પર્ધાની કદાચ બે મેચ ચૂકી જશે, કારણ કે ડેન્ગ્યૂના દર્દીઓને સાજા થતાં આશરે 7-10 દિવસો લાગતા હોય છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૬ ઓક્ટોબર, ૨૦૨૩

૦૬ ઓક્ટોબર, ૨૦૨૩