RBIએ સતત ચોથી વાર વ્યાજદર 6.50 ટકા યથાવત રાખ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. RBI શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.5 ટકા રહેશે. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના વિકાસનું એન્જિન બનવા તૈયાર છે. તેમણે GDP 6.5 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આમ લોનના EMI વધશે નહીં. ધિરાણ નીતિ સમિતિની બેઠક ચોથી ઓક્ટોબરે શરૂ થઈ હતી. માર્કેટ પહેલેથી જ વ્યાજદર સ્થિર રહેવાની અપેક્ષા રાખતું હતું. તેમણે કહ્યું હતું કે મોંઘવારી દર પર ધ્યાન કેન્દ્રિત થયેલું છે. ઘરેલુ અને વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા હાલ પ્રવર્તી રહી છે. નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં એના નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ ચાર ટકાને પાર રહેવાની શક્યતા છે.ઓવરઓલ ઇનફ્લેશન પર આઉટલુક પર ખરીફ વાવણીમાં ઘટાડો, ઓછોનામત ઓઇલ લેવર અને અસ્થિર વૈશ્વિક ખાદ્ય ને ઊર્જાની કિંમતોને કારણે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હવે સપ્ટેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળવાની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં GDP 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ ક્ષેત્રે માગમાં સુધારો જોવા મળ્યો છે. બાંધકામ કામગીરીમાં ઝડપ જોવા મળી છે. ખાનગી ક્ષેત્રે મૂડી ખર્ચમાં વધારો થયો છે. RBIએ ત્રીજી ત્રિમાસિકમાં મોંઘવારી દર 5.7 ટકા, ચોથા ત્રિમાસિકમાં અને 5.2 ટકા અંદાજ્યો છે.