Home Blog Page 2377

પંચમહાલમાં SRP જવાનોને લઈ જતી બસને અકસ્માત; 38ને ઈજા

અમદાવાદઃ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક રાજ્ય રિઝર્વ પોલીસ (એસઆરપી)ના જવાનોને લઈ જતી એક બસ પલટી ખાઈ જતાં ઓછામાં ઓછા 38 જવાનોને ઈજા થઈ છે. અમુક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બ્રેક બગડી જતાં ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને બસ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે ગઈ મોડી રાતે આ સમાચાર આપ્યા હતા. બસમાં 45 જવાન સફર કરતા હતા.

તમામ ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની હાલત સ્થિર છે. જવાનો એમનું ફાયરિંગ પ્રેક્ટિસ સત્ર પૂરું કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમની બસને અકસ્માત નડ્યો હતો.

૩૧ ઓક્ટોબર, ૨૦૨૩

૩૧ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 31/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

ગળ્યાં દાતરડાં કાઢવાં

       ગળ્યાં દાતરડાં કાઢવાં

 

 

ઘાસ કાપવા માટે અથવા પાક લણવા માટે દાતરડું વપરાય છે. એને એક બાજુએ થોડી કરવતીને મળતી આવતી ધાર કાઢેલી હોય છે. લગભગ બીજના ચંદ્ર જેવો આકાર હોય છે. આવું દાતરડું ગળી જ ના શકાય. પહેલાં તો એ જ મુશ્કેલ કામ છે.

આમ છતાંય માની લો કે કોઈ એ ગળી ગયું તો પાછું કાઢવું હોય તો બધું ઉતરડતું આવે. એટલે કે અત્યંત તીવ્ર મરણ સમાન પીડા થાય. મફતની કોઈ વસ્તુ પચાવી પાડી હોય અને એને ફરજિયાત પાછી આપવી પડે એવી પરિસ્થિતી કેટલી પીડાદાયક હોય છે એનું વર્ણન કરવા માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘પરિન્દા’ માં નાના ‘મોટાભાઇ’ ના બની શક્યો                          

નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિન્દા’ (૧૯૮૯) માં અનેક કલાકારો બદલાયા હતા. વિધુએ થ્રીલર ફિલ્મ ‘ખામોશ’ (૧૯૮૬) બનાવી ત્યારે એક વર્ષ સુધી એને કોઈ વિતરક થિયેટરમાં રજૂ કરવા તૈયાર થયા ન હતા. એમણે પોતે ફિલ્મ રજૂ કરવી પડી હતી. વિધુ હતાશ થઈ ગયા હતા અને એ કારણે વધારે પડતી કમર્શિયલ હિન્દી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ‘પરિન્દા’ બનાવી હતી. શરૂઆતમાં એનું નામ ‘કબૂતરખાના’ રાખવામાં આવ્યું હતું. એમાં બે ભાઈની વાર્તા હતી. વિધુએ ‘કિશન’ ની ભૂમિકા નસીરુદ્દીન શાહને કરવા કહ્યું હતું. કેમકે એમની સાથે અગાઉ ‘ખામોશ’ માં કામ કર્યું હતું. નસીરે ફિલ્મની આખી વાર્તા સાંભળીને ના પાડી દીધી હતી. નસીરનો તર્ક હતો કે ભાઈની હત્યા થયા પછી લોકોને આગળની ફિલ્મ જોવામાં રસ પડશે નહીં.

વિધુએ એક ભાઈ ‘કરન’ ની ભૂમિકા માટે અનિલ કપૂરને પસંદ કરી લીધો હતો. મોટાભાઈ ‘કિશન’ ની ભૂમિકા માટે નાના પાટેકર પર પસંદગી ઉતારી હતી. પરંતુ અનિલનું માનવું હતું કે નાના પાટેકર એના ભાઈની ભૂમિકામાં યોગ્ય રહેશે નહીં. એણે જેકી શ્રોફના નામનું સૂચન કર્યા પછી જેકીને લેવામાં આવ્યો હતો. જેકીએ જ્યારે જાણ્યું કે અનિલના મોટા ભાઈની ભૂમિકા છે ત્યારે જેકીએ પહેલા શંકા વ્યક્ત કરી હતી કે તું ‘મોટો ભાઈ’ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી મૂકીશ! જેકીને વિધુની ફિલ્મ ‘ખામોશ’ વિષે કોઈ ખબર ન હતી એટલે વિચાર કરતો હતો પણ અનિલ કપૂરે ભરોસો અપાવ્યો હતો. વિધુ સાથે મુલાકાત કરવા લઈ જતી વખતે કારમાં ફિલ્મના ગીતો સંભળાવ્યા હતા. એ જેકીને ગમ્યા હતા.

અનિલે જ્યારે વિધુ સાથે જેકીની મુલાકાત કરાવી ત્યારે એમને પૂછ્યું હતું કે ગીતો કોના પર ફિલ્માવવામાં આવનાર છે? વિધુએ અનિલનું નામ આપ્યું હતું. જેકીને અનિલ સાથે મિત્રતા હોવાથી આ વાતનો કોઈ વાંધો ન હતો અને એણે ‘પરિન્દા’ માટે હા પાડી દીધી હતી. જેકીએ અનિલ ઉપર ભરોસો રાખીને સ્ક્રીપ્ટ વાંચી ન હતી. આ ફિલ્મ માટે જેકીને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પહેલો એવોર્ડ મળ્યો હતો. એની સાથે સ્પર્ધામાં અનિલ કપૂર (ઈશ્વર) જ નહીં સલમાન ખાન (મૈંને પ્યાર કિયા), આમિર ખાન (રાખ) અને ઋષિ કપૂર (ચાંદની) પણ હતા. નાના પાટેકરને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. જેકી પાસે ભૂમિકા જતી રહી હોવાની જાણ થતાં નાના પાટેકર નિરાશ થઈ ગયા હતા. કેમકે એ જ સમય પર ગોવિંદ નિહલાનીએ પણ એમની ફિલ્મ માટે પસંદ કર્યા પછી ના પાડી દીધી હતી.

અગાઉ ફિલ્મમાં ‘પાટયા’ નામના વિલનનું પાત્ર હતું. જે પરેશ રાવલ કરવાના હતા. અને એને બદલીને ‘અન્ના સેઠ’ કરવામાં આવ્યું હતું. એ પાત્ર નાના પાટેકરને આપવામાં આવ્યું હતું. વિધુએ નાનાને ‘પરુષ’ નાટકમાં કામ કરતા જોયો હતો એટલે પસંદ કર્યો હતો. રૂ.૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલી અને ખૂબ સફળ રહેલી ‘પરિન્દા’ અનેક બાબતે વિશેષ ફિલ્મ બની હતી. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈના અસલ લોકેશન્સ પર કરવામાં આવ્યું હતું. ફિલ્મના ‘ધંધે મેં કોઈ કિસીકા ભાઈ નહીં હોતા’ જેવા સંવાદ બહુ લોકપ્રિય રહ્યા છે. જેના સંવાદની કેસેટ બહાર પડી હોય એવી ‘શોલે’ પછીની આ બીજી ફિલ્મ બની હતી. વિધુ વિનોદ ચોપડાએ ‘પરિન્દા’ ને અંગ્રેજીમાં ‘બ્રોકેન હોર્સેસ’ (૨૦૧૫) નામથી પણ બનાવી હતી.

પંચાંગ 31/10/2023

World Cup 2023 : અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ODI વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું છે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હાર સાથે શ્રીલંકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને હરાવ્યું છે.

 

 

અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની આ ત્રીજી જીત છે. આ પહેલા આ ટીમે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને આવી ગઈ છે. આ સાથે જ શ્રીલંકા માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

 

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 49.3 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 242 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા, પરંતુ દરેકના છૂટાછવાયા યોગદાનને કારણે ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હતો. પથુમ નિસાન્કાએ મહત્તમ કરી હતી. કુસલ મેન્ડિસે 39 રન અને સદિરા સમરવિક્રમાએ 36 રનનું યોગદાન આપ્યું હતું. અંતે તિક્ષાએ 29 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ ચાર વિકેટ ઝડપી હતી. મુજીબ ઉર રહેમાનને બે વિકેટ મળી હતી. અઝમતુલ્લાહ અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

 

242 રનનો પીછો કરતા અફઘાનિસ્તાને પહેલી જ ઓવરમાં ગુરબાઝની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઈબ્રાહિમ ઝદરાન (39) રહમત શાહ (62) સાથે મળીને પોતાની ટીમને મેચમાં વાપસી લાવી હતી. આ બંનેના આઉટ થયા બાદ અઝમતુલ્લા ઓમરઝાઈ અણનમ 73 અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અણનમ 58 રન સાથે ચોથી વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી નોંધાવી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ED ની અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવા નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે નોટિસ જારી કરીને તેને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. પહેલા સોમવારે જ દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચેલા આમ આદમી પાર્ટી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

દિલ્હીની નવી દારૂની નીતિ સાથે જોડાયેલા મામલામાં પૂછપરછ માટે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

કેરળ બ્લાસ્ટ કેસમાં પોલીસે ડોમિનિક માર્ટિનની ધરપકડ કરી

કેરળના કોચીમાં એક કન્વેન્શન સેન્ટરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના સંબંધમાં પોલીસે ડોમિનિક માર્ટિનની ધરપકડ કરી હતી. કેરળ વિસ્ફોટો બાદ આત્મસમર્પણ કરનાર માર્ટિનની પોલીસે UAPA અને વિસ્ફોટક ધારા સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે. ડોમિનિક માર્ટિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવીને કેરળ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. આ પછી તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. કલામસેરીમાં 29 ઓક્ટોબરે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 12 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે.

 

સીએમ વિજયન ઘાયલોને મળ્યા

આ કેસમાં માર્ટિનના સરેન્ડર બાદ કેરળ પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે. દરમિયાન, આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે. સીએમ વિજયન સોમવારે હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને તેમની તબિયત પૂછી હતી. સીએમએ સોમવારે કહ્યું કે પોલીસ રાજ્યમાં તાજેતરમાં આયોજિત ઈસ્લામિક જૂથના કાર્યક્રમમાં હમાસ નેતાના કથિત સરનામાની ઓનલાઈન માધ્યમથી તપાસ કરશે અને જો કંઈ ખોટું થયું હશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. જાઓ

ભાજપે કેરળ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે

આ સાથે મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ માત્ર પેલેસ્ટાઈનને સમર્થન આપવા માટે લોકોને ખોટા કેસમાં ફસાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળમાં આની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે રેખાંકિત કર્યું કે રાજ્ય અને દેશે હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે અને માત્ર હવે કેન્દ્રએ પોતાનું વલણ બદલ્યું છે. વિજયનનું આ નિવેદન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરના આરોપોને લઈને પૂછવામાં આવેલા સવાલ પર આવ્યું છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે કેરળની ડાબેરી સરકાર કે પોલીસે હમાસ નેતાને સંબોધન કરતા રોક્યા નથી.

મરાઠા આરક્ષણની માંગ વચ્ચે સીએમ શિંદેની છાવણીમાં હંગામો

હિંગોલીથી શિવસેનાના લોકસભા સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણની માંગ અને હોબાળા વચ્ચે મરાઠા સમુદાય સાથે એકતા દર્શાવવા રાજીનામું આપ્યું. તેમણે પોતાનું રાજીનામું દિલ્હીમાં લોકસભા સચિવાલયને મોકલી આપ્યું હતું. દરમિયાન, નાસિકના સાંસદ હેમંત ગોડસેએ પોતાનું રાજીનામું સીએમ એકનાથ શિંદેને મોકલી આપ્યું છે. પાટીલે કહ્યું કે લોકસભા સ્પીકર તેમના કાર્યાલયમાં હાજર ન હતા, તેથી તેમણે ઓફિસ સેક્રેટરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. બંને સાંસદો એકનાથ શિંદેના નજીકના માનવામાં આવે છે.

અગાઉ, યવતમાલમાં મરાઠા સમુદાયના આંદોલનકારી સભ્યોએ પાટીલને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવા કહ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પાટીલે સ્થળ પર જ પોતાનું રાજીનામું તૈયાર કર્યું અને આંદોલનકારીઓને સોંપ્યું. પોતાને મરાઠા સમુદાયના કાર્યકર તરીકે ગણાવતા, પાટીલે કહ્યું, “આ મુદ્દા તરફ સમગ્ર દેશનું ધ્યાન દોરવા માટે, હું દિલ્હીમાં લોકસભાના અધ્યક્ષને મળીશ અને મારું રાજીનામું સુપરત કરીશ. છેલ્લા કેટલાક દિવસોમાં તેના (આરક્ષણ) માટે ઘણા મરાઠા યુવાનોએ આત્મહત્યા કરી છે. પોતાને સાંસદ હોવાનો ઉલ્લેખ કરતા પાટીલે કહ્યું કે પોસ્ટ્સ આવશે અને જશે, પરંતુ સમુદાય હંમેશા રહેશે. તેમણે કહ્યું, સમુદાયની સ્થિતિ આર્થિક અને શૈક્ષણિક રીતે ખરાબ થઈ ગઈ છે. તેથી મરાઠાઓને અનામત મળવી જોઈએ.

નાસિકમાં, શિવસેનાના સાંસદ હેમંત ગોડસેએ તેમનું રાજીનામું તૈયાર કર્યું જ્યારે ઉપવાસ મરાઠા વિરોધીઓએ તેમને આ બાબતે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું. તેમણે સીએમ શિંદેને પોતાનું રાજીનામું સુપરત કર્યું અને તેમને અપીલ કરી કે મરાઠા સમુદાયને વહેલી તકે અનામત આપવામાં આવે. ગોડસેએ કહ્યું કે, મરાઠા સમુદાયની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું સંસદના સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.