પંચમહાલમાં SRP જવાનોને લઈ જતી બસને અકસ્માત; 38ને ઈજા

અમદાવાદઃ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક રાજ્ય રિઝર્વ પોલીસ (એસઆરપી)ના જવાનોને લઈ જતી એક બસ પલટી ખાઈ જતાં ઓછામાં ઓછા 38 જવાનોને ઈજા થઈ છે. અમુક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બ્રેક બગડી જતાં ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો અને બસ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે ગઈ મોડી રાતે આ સમાચાર આપ્યા હતા. બસમાં 45 જવાન સફર કરતા હતા.

તમામ ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની હાલત સ્થિર છે. જવાનો એમનું ફાયરિંગ પ્રેક્ટિસ સત્ર પૂરું કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમની બસને અકસ્માત નડ્યો હતો.