દિલ્હી લિકર પોલિસી કેસમાં ED ની અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવા નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે નોટિસ જારી કરીને તેને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. પહેલા સોમવારે જ દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચેલા આમ આદમી પાર્ટી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

દિલ્હીની નવી દારૂની નીતિ સાથે જોડાયેલા મામલામાં પૂછપરછ માટે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.