નવી દિલ્હીઃ ટાટા ટેક્નોલોજીએ ગુરુવારે ટ્રેડિંગ ડેબ્યુમાં 180 ટકાની છલાંગ લગાવી હતી. ટાટા ગ્રુપની પહેલી કંપની ટાટા ટેક્નોલોજી ગુરુવારે ટોચના 10 સક્રિય શેરોમાંનો એક હતો. સવારે એક કલાકના ટ્રેડિંગમાં 23.98 લાખ શેરોના ટ્રેડિંગ થયાં હતાં. કંપની ઓટો, એરો અને ભારે મશીનરી ઉત્પાદકોને એન્જિનિયિરિંગ અને ટેક્નોલોજી સર્વિસિસ આપે છે. આ IPOની ઇશ્યુ પ્રાઇસ રૂ. 500 હતી, પણ સવારે ખૂલતાં એની કિંમત રૂ. 1200એ પહોંચી હતી. ત્યારે એ વધીને રૂ. 1400 થઈ હતી. આ શેર ટ્રેડિંગ સેશનને અંતે રૂ. 1326.70 બંધ આવ્યો હતો. આ શેરનું NSE પર માર્કેટ કેપ રૂ. 53.82 લાખ રહ્યું હતું.
રોકાણકારોએ આ IPOને 69.43 વધુ સબસ્ક્રાઇબ કર્યો હતો. જે હાલમાં આવેલા IPOમાં સૌથી વધુ હતો. ટાટા ટેકના શેર લિસ્ટ થતા IPOના રોકાણકારો માલામાલ થયા હતા. કંપનીના IPOનું કદ 3042 કરોડ હતું, જેની સામે કંપનીને રેકોર્ડ 1.50 લાખ કરોડથી વધુ અરજીઓ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટરોનો ક્વોટા 16 ગણો અને QIBનો નિયત ક્વોટ 203 ગણો ભરાયો હતો. ગ્રુપનો 19 વર્ષમાં આ પહેલો IPO હતો.
વર્ષ 2023માં અત્યાર સુધી IPO માર્કેટમાં સ્ટોક માર્કેટે રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 11 મહિનામાં IPOમાં 48 શેરોનાં લિસ્ટિંગ થઈ ચૂક્યા છે, એમાં માત્ર ચાર જ IPOમાં રોકાણકારોને નુકસાન થયું છે, જ્યારે 44 એટલે કે આશરે 92 ટકા IPOએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. એમાંથી આઠ IPOમાં રોકાણકારોને 100 ટકા વળતર પ્રાપ્ત થયું છે. એમાં કેટલાક IPO 50થી 96 ટકા રિટર્ન આપ્યું છે.














આ પ્રસંગે ડો. નેહા શર્માએ કહ્યું હતું કે આ એવોર્ડ વાઇબ્રન્ટ શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક ટીમ મેમ્બર દ્વારા કરવામાં આવેલી સખત મહેનત અને પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. આપણે ઇન્ડસ્ટ્રીઝ રેડી પ્રોફેશનલ્સ અને સોશિયલી રિસ્પોન્સિબલ સિટિઝન નર્ચર કરવાનું ચાલુ રાખવા માટે સખત પ્રયાસ કરતા રહેવું જોઈએ.” આ એજ્યુકેશન સમિટની થીમ “ઇનોવેશન ઇન એજ્યુકેશન – ધી કી ટુ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા” હતી.
પ્રોફેશનલ રેફરીઓના નિરીક્ષણ હેઠળ ટર્ફ ઉપર રમવાના રોમાંચનો વિદ્યાર્થીઓએ અનુભવ કર્યો હતો. સ્પર્ધાની સમાપ્તિ બાદ શિક્ષક હસન દ્વારા ટીમ લીડર્સનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. નીલેશ અને મધુકર પિસળની આયોજન ટીમે ખેલાડીઓની તમામ જરૂરિયાતોની સંભાળ લીધી હતી. વિજેતા ટીમ, ફર્સ્ટ રનર્સ-અપ અને સેકન્ડ રનર્સ-અપ ટીમને આકર્ષક ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ ગોલકીપર, શ્રેષ્ઠ ડીફેન્ડર અને શ્રેષ્ઠ સ્ટ્રાઇકર ખેલાડીઓને પણ એમના અસાધારણ દેખાવ માટે વિશેષ ટ્રોફીઓ આપવામાં આવી હતી.
“ઝરુખો”ના ઉપક્રમે ભાષાશાસ્ત્રી, લેખક, વિવેચક બાબુ સુથારનું વક્તવ્ય
મુંબઈઃ ગુજરાતી તથા ભાષાશાસ્ત્ર વિષય સાથે બે વાર એમ. એ. થયેલા તથા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ભાષાશાસ્ત્રમાં પીએચ. ડી. થયેલા અમેરિકાસ્થિત કવિ, લેખક, વિવેચક તથા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરુખો” કાર્યક્રમમાં “ટૂંકી વાર્તા દેશ-વિદેશની” એ વિષય પર વક્તવ્ય આપશે.
“ઝરુખો”નો આ કાર્યક્રમ સંજય પંડ્યાના સંચાલનમાં બીજી ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. રસ ધરાવતા સર્વ ભાવકો/ શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.