યુગાંડાએ ઈતિહાસ સર્જ્યો: 2024ની T20 વર્લ્ડકપ માટે ક્વાલિફાઈ થયું

વિંડહોક (નામીબિયા): આવતા વર્ષે યોજાનાર આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ક્વાલિફાઈ થઈને યુગાંડા દેશે એનો ક્રિકેટ ઈતિહાસ સર્જ્યો છે. આફ્રિકા ક્ષેત્ર માટેની ક્વાલિફાયર સ્પર્ધાની ફાઈનલ મેચમાં રુઆન્ડાને હરાવીને યુગાંડા મુખ્ય સ્પર્ધામાં રમવા માટે ક્વાલિફાઈ થયું છે. આને કારણે ઝિમ્બાબ્વે ટીમ મુખ્ય સ્પર્ધામાં પ્રવેશથી વંચિત રહી ગઈ છે. ઝિમ્બાબ્વે ટીમ સતત બીજી વર્લ્ડ કપમાં ક્વાલિફાઈ થઈ શકી નથી. આવતા વર્ષની T20 વર્લ્ડ કપ સ્પર્ધા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે.

મુખ્ય T20 સ્પર્ધામાં રમવા માટે આફ્રિકા ક્ષેત્રમાંથી બીજું સ્થાન નામીબિયાએ પ્રાપ્ત કર્યું છે. યુગાંડાને પછડાટ આપી મુખ્ય સ્પર્ધા માટે ક્વાલિફાઈ થવા માટે ઝિમ્બાબ્વે સામે કપરાં ચઢાણ હતા. એક, તેણે કેન્યાને હરાવવાનું હતું અને રુઆન્ડા સામે યુગાંડા હારી જાય એવી આશા રાખવાની હતી. પરંતુ રુઆન્ડા 18.5 ઓવરમાં માત્ર 65 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેના જવાબમાં, યુગાંડા 8.1 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 66 રન કરીને મેચ જીતી ગયું હતું. 3 ઓવરમાં એક રન આપીને બે વિકેટ લેનાર યુગાંડાના ડાબોડી સ્પિનર અલ્પેશ રામજાનીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

2024ની T20 વર્લ્ડ કપ માટે આ ટીમો પાત્ર થઈ છેઃ

વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, નામીબિયા, પાપુઆ ન્યૂગિની, કેનેડા, ઓમાન, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, આયરલેન્ડ,