Home Blog Page 2169

પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું શોષણ કરવાનું છોડીએ

આપણે પણ પ્રકૃતિ પ્રત્યે દયા દેખાડીને તેના રૌદ્ર સ્વરૂપને શાંત સ્વરૂપમાં બદલવાનું છે. આ માટે પોતાના સ્વાર્થ માટે તેનું શોષણ કરવાનું છોડીએ. પ્રાકૃતિક તોફાનોને બુદ્ધિથી કચડવાની ઊંચી- ઊંચી યોજનાઓ બનાવવાના સ્થાને પોતાના નકારાત્મક, હિંસક, અન્યાયી તથા વિકારો થી ભરેલ આવેગોને કચડીયે તો પ્રકૃતિ પણ સુખ આપનાર બની જશે. રાજયોગના નિરંતર અભ્યાસ દ્વારા વ્યક્તિ આ પ્રકારના આવેગોને સમાપ્ત કરી શકે છે તથા તેની દિશા બદલીને કલ્યાણકારી બનાવી શકે છે. અર્થાત હિંસા, ચોરી, બીજાને છેતરવાના સ્થાને તેનું મન દાતા પનની ભાવના, રહમ ભાવના, બીજાનો ઉદ્ધાર કરવાની ભાવના તથા બધાને સુખી બનાવવાની ભાવનાથી ભરી શકે છે. આમ સમયની માંગ છે કે આપણે મનના ભારથી ઉત્પન્ન થયેલ આવેગોને સમાપ્ત કરીએ તથા ઈશ્વર પિતા સાથે યોગ યુક્ત બનીને કરુણા મૂર્તિ બની દરેકની આંખમાંથી આંસુ લુછવા લાગી જઈએ.

આજનો માનવ ભયના પડછાયામાં જીવી રહ્યો છે. બીમારી, વૃદ્ધાવસ્થા, ગરીબી, પ્રાકૃતિક આપદાઓ, મૃત્યુનો ડર વિગેરે અનેક પ્રકારની ભય જનક બાબતોનો પડછાયો તેની આજુબાજુ પડતો રહે છે. આ બધામાં સૌથી ભયાનક છે મૃત્યુનો ડર. મૃત્યુ ભયાનક નથી પરંતુ તેનો ડર ખૂબ ભયાનક છે. મૃત્યુ તો એક જ વાર આવે છે પરંતુ તેનો ડર વારંવાર વ્યક્તિને મારે છે. શાસ્ત્રોમાં એક ઉદાહરણ આવે છે કે ધર્મરાજે યમદૂતને 2000 વ્યક્તિઓને મારીને તેમની આત્માઓને લાવવાનું જણાવ્યું. જ્યારે યમદૂત પાછો આવ્યો ત્યારે તેની સાથે 4000 આત્માઓ હતા. જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મેં તો 2000 વ્યક્તિઓને જ માર્યા હતા, બાકીના તો મૃત્યુના ભયથી મરી ગયા તથા મારી સાથે આવ્યા. આ ઘાતક ભયને જીતવા વાળો જ મૃત્યુંજય છે.


મૃત્યુ નામ ડર ઉત્પન્ન કરનાર છે આથી તેને બદલવું ખૂબ જરૂરી છે. મૃત્યુ નો અર્થ છે આત્મનું શરીર બદલવું. આમ મૃત્યુ તો માત્ર શરીર રૂપી વસ્ત્ર બદલવાની પ્રક્રિયા છે. એક ઝાડ પણ વસંત ઋતુમાં પોતાના પાંદડાને બદલે છે. મનુષ્યને શરીર બદલવા અંગે યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે તે મૃત્યુના કારણે દુઃખી થઈ જાય છે. નવા કપડાં પહેરવા, નવા ઘરમાં જવું, નવા લોકો સાથે મળવું તે આપણને બધાને સારું લાગે છે ને ! મૃત્યુ દ્વારા આ તમામ પ્રાપ્તિઓ થાય છે તો તેનો દિલથી સ્વીકાર કરીએ અને મૃત્યુને ઉત્સવ સમજીને ખુશી મનાવીએ.

સતયુગ થી કલયુગ અંત સુધી આત્માઓ દ્વારા શરીર ધારણ કરવા તથા છોડવાનો ક્રમ નિરંતર ચાલતો આવ્યો છે. માટે જ કહેવાય છે કે મૃત્યુના સમાચાર દુનિયામાં હંમેશા તાજા રહે છે. એચ.જી. વેલ્સે કહ્યું છે કે આ દુનિયામાં જેટલા લોકો અત્યાર સુધી આવ્યા તેનો જો હિસાબ લગાવવામાં આવે તો આ સંસારમાં દરેક વ્યક્તિના પગ નીચે 10 વ્યક્તિઓની માટી છે. આ માટી સાથે, તેનાથી બનેલા શરીર સાથે તથા ભૌતિક સાધનો સાથે જેને જેટલો મોહ છે તેટલો જ તેને મૃત્યુનો ડર છે. જે વ્યક્તિ વિનાશી ચીજોના મનન તથા લગનમાં રહે છે તેને દરેક ક્ષણે પોતાના મૃત્યુનો ડર સતાવે છે.

પંચાંગ 05/01/2024

બજેટ-2024: શું સરકાર મધ્યમ વર્ગને આકર્ષવા કરશે મોટા એલાન?

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરવા માટે એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. જોકે આ વચગાળાનું બજેટ હશે, એટલે બજેટના એલાન અંગે જોશ અને અપેક્ષાઓ વધુ નહીં હોય, કેમ કે આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થવાની છે, એટલે સરકારના હાથ બંધાયેલા છે અને કોઈ મોટા ફેરફારોનું એલાન પણ ના કરી શકે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. આ બજેટમાં સરકાર મધ્યમ વર્ગને આકર્ષવા માટે નવી યોજનાથી માંડીને ટેક્સમાં છૂટ જેવી ઘોષણાઓ કરી શકે છે. સરકાર અફોર્ડેબલ હોમ બાયર્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર હોમ લોનના વ્યાજ પર મળનારા ટેક્સની છૂટને વધારે એવી શક્યતા છે. કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (CREDAI)એ માગ કરી હતી કે હોમ લોનના વ્યાજની રિપેમેન્ટની રૂ. બે લાખની છૂટને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવે. હાલમાં વ્યાજદરો ઊંચા છે, જેથી હોમ બાયર્સને ટેક્સમાં છૂટ આપીને પ્રોત્સાહિત કરી શકાય છે.

વળી, સરકાર આ વખતે બજેટમાં રૂ. 10 લાખ સુધીની સેલેરીવાળાઓને ખુશખબરી આપી શકે છે. સરકાર ઇન્કમ ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કરે એવી શક્યતા છે. વળી, એક અહેવાલ અનુસાર રૂ. 50 લાખ અને એનાથી નીચેની કિંમતની સંપત્તિઓનું વેચાણ વર્ષ 2022ના 1,17,131 એકમથી ઘટીને વર્ષ 2023માં 97,983 એકમ કહી ગયા છે. વાજબી ઘરોનો હિસ્સો 37 ટકાથી ઘટીને 30 ટકા રહી ગયો છે.

 

 

 

 

 

 

PM મોદીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય

નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે.

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૪ જાન્યુઆરી, ૨૦૨૪

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૪ જાન્યુઆરી, ૨૦૨૪

રાહુલ ગાંધીની ‘ન્યાય યાત્રા’નું નામ બદલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરાયું

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી યાત્રા પર જવાના છે. 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રાનું નામ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માહિતી આપી હતી. અગાઉ આ યાત્રાનું નામ ‘ભારત ન્યાય યાત્રા’ હતું. જયરામ રમેશે કહ્યું, “યાત્રા મણિપુરની રાજધાની ઇમ્ફાલથી શરૂ થશે. યાત્રા 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને લીલી ઝંડી બતાવશે.” તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય અંગેના પોતાના વિચારો જનતા સમક્ષ રજૂ કરશે.

આ યાત્રા 110 જિલ્લામાંથી પસાર થશે

તેમણે કહ્યું કે 6,700 કિલોમીટર લાંબી આ યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી બસ અને પગપાળા મુસાફરી કરશે. આ યાત્રામાં ભારતના સહયોગી દળોને પણ આમંત્રિત કરવામાં આવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત 67 દિવસમાં 6713 કિમીની યાત્રા કરશે. આ યાત્રા 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. આ અંતર્ગત 100 લોકસભા સીટો આવશે. રાહુલ ગાંધીની યાત્રા મુંબઈમાં પૂરી થશે.

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી

તેમણે જણાવ્યું કે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. બેઠકમાં 2024ની ચૂંટણીની તૈયારીઓ અને રાહુલ ગાંધીના મણિપુર અને મુંબઈ વચ્ચેના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના તમામ પ્રદેશ પ્રમુખો પણ હાજર રહ્યા હતા.

ભારત જોડો યાત્રા સીમાચિહ્નરૂપ સાબિત થઈ

જયરામ રમેશે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી. તેમણે સમગ્ર દેશનું વાતાવરણ બદલી નાખ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોમાં નવી ઉર્જા ભરી હતી. તેમણે કહ્યું કે આ યાત્રા પાર્ટી અને દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ મેપ

• 107 કિમીની મુસાફરીમાં મણિપુરમાં 4 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
• નાગાલેન્ડમાં યાત્રા 257 કિમીને આવરી લેશે અને 5 જિલ્લામાંથી પસાર થશે.
• આસામની 833 કિમીની યાત્રામાં યાત્રા 17 જિલ્લાઓની મુલાકાત લેશે.
• 55 કિમીની મુસાફરીમાં અરુણાચલ પ્રદેશ 1 જિલ્લો આવરી લેવામાં આવશે.
• મેઘાલયમાં રાહુલ ગાંધી 5 કિમીની મુસાફરી કરશે અને 1 જિલ્લામાંથી પસાર થશે.
• પશ્ચિમ બંગાળમાં 523 કિમીની મુસાફરી આવરી લેવી જોઈએ. આ દરમિયાન યાત્રા 7 જિલ્લામાં પહોંચશે.
• રાહુલ ગાંધી બિહારમાં 425 કિલોમીટર લાંબી યાત્રા કરશે અને 7 જિલ્લાઓને આવરી લેશે.
• આ પછી યાત્રા ઝારખંડ જશે અને 804 કિમીની યાત્રામાં 13 જિલ્લામાં પહોંચશે.
• આ યાત્રા ઓરિસ્સામાં 341 કિમી લાંબી હશે અને 4 જિલ્લામાંથી પસાર થશે.
• છત્તીસગઢ 536 કિલોમીટરમાં 7 જિલ્લામાંથી પસાર થશે.
• ઉત્તર પ્રદેશમાં, રાહુલ ગાંધી 1,074 કિમીની મુસાફરી કરશે અને 20 જિલ્લામાંથી પસાર થશે.
• મધ્ય પ્રદેશમાં 698 કિમીનો પ્રવાસ થશે અને તે 9 જિલ્લાઓમાં પહોંચશે.
• રાજસ્થાનમાં, યાત્રા 128 કિમીનું અંતર કાપશે અને 2 જિલ્લામાંથી પસાર થશે.
• ગુજરાતમાં 445 કિમીનો રૂટ આવરી લેવામાં આવશે અને તે 7 જિલ્લામાંથી પસાર થશે.
• મહારાષ્ટ્રમાં આ યાત્રા 480 કિમી લાંબી હશે. તે 6 જિલ્લામાંથી પસાર થશે.

WFI સસ્પેન્શનને આગામી સપ્તાહે પડકારશેઃ સંજય સિંહ

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા સસ્પેન્શનને આગામી સપ્તાહે પડકારશે. એ સાથે ફેડરેશને આગામી વ્યૂહરચના પર ચર્ચા માટે 16 જાન્યુઆરીએ અહીં કાર્યકારી સમિતિની બેઠક પણ બોલાવી છે. સરકારે રાષ્ટ્રીય ખેલ સંહિતા અને WFI બંધારણના ઉલ્લંઘનનો હવાલો આપીને ફેડરેશનની ચૂંટણીના ત્રણ દિવસ પછી 24 ડિસેમ્બરે નવી સંસ્થાને સસ્પેન્ડ કરી દીધી હતી. WFIએ કહ્યું હતું કે એ ના તો સસ્પેન્શન સ્વીકાર કરે છે અને ના તો સ્પોર્ટ્સના દૈનિક કેસોના વહીવટ માટે IOA દ્વારા રચિત પેનલને માન્યતા આપે છે.

WFIના અધ્યક્ષ સંજય સિંહે જણાવ્યું હતું કે અમને યોગ્ય રીતે કામ કરતા ફેડરેશનની જરૂર છે. અમે આ મામલો આવતા સપ્તાહે કોર્ટમાં લઈ જઈ રહ્યા છે. અમને સસ્પેન્શન સ્વીકાર્ય નથી, કેમ કે અમે લોકશાહીથી ચૂંટાઈ આવ્યા છે. અમે 16 જાન્યુઆરીએ કાર્યકારી સમિતિની બેઠક પણ બોલાવી છે. વારાણસીમાં રહેતા સિંહે તર્ક આપ્ય હતો કે કેવી રીતે સંકટના સમયે કામ કરવા માટે પેનલ યોગ્ય નહોતી.

તેમણે કહ્યું હતું કે મને એવા પહેલવાનોના ફોન આવી રહ્યા છે, જેમણે વિચાર્યું હતું કે તેઓ ભારતીય ટીમમાં જગ્યા મેળવવા લાયક છે. તેમણે કહ્યું હતું કે જો તેમને ટ્રાયલના માધ્યમથી ખુદને સાબિત કરવાની તક મળે તો તેઓ ટીમમાં જગ્યા બનાવી શકે છે. એ જ કારણ છે કે એક યોગ્ય ફેડરેશનની જરૂર છે.

 

 

 

 

ભારતે બીજી ટેસ્ટમાં આફ્રિકાને 7 વિકેટે હરાવી સિરીઝ 1-1 થી બરાબર કરી

ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયન ટેસ્ટમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે અને દક્ષિણ આફ્રિકાને કેપટાઉન ટેસ્ટમાં બીજા જ દિવસે હરાવ્યું છે. ભારતે કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું અને આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ પણ જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે, ભારતીય ટીમ ભલે અહીં સિરીઝ જીતી શકી ન હોય, પરંતુ તેણે સિરીઝ ચોક્કસપણે બચાવી લીધી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ માત્ર બે દિવસમાં જ આ ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે આ મેચમાં પ્રથમ બોલિંગ કરી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા જેમાં વિરાટ કોહલીના 46 રન અને રોહિત શર્માના 39 રન ઉપયોગી હતા.

ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિંગમાં 98 રનની લીડ મળી હોવા છતાં તેણે પોતાની ઈનિંગમાં શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ઈનિંગમાં કોઈ રન બનાવ્યા વિના તેની છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી હતી, જે ટેસ્ટ ઈતિહાસમાં એક રેકોર્ડ છે. બીજી ઈનિંગમાં એઈડન માર્કરામે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને એક ધાર અપાવી હતી.

મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને ભારત માટે જે ચમત્કાર કર્યો હતો, તે જ ચમત્કાર જસપ્રિત બુમરાહે બીજી ઈનિંગમાં કર્યો હતો અને તેણે પણ 6 વિકેટ ઝડપી હતી. બુમરાહના શાનદાર પાવરના કારણે સાઉથ આફ્રિકા બીજા દાવમાં 176 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો.

ભારતે બીજા દાવમાં પ્રવેશતાની સાથે જ આક્રમણ શરૂ કર્યું અને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. યશસ્વી જયસ્વાલ 23 રન બનાવીને આઉટ થયો હતો, શુભમન ગિલ પણ 10 રન બનાવીને આઉટ થયો હતો અને વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા અંત સુધી ઉભા રહ્યા અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ ગયા.

I.N.D.I.A. ગઠબંધનના સંયોજક બનશે નીતીશકુમાર?

નવી દિલ્હીઃ I.N.D.I.A. એલાયન્સમાં ચોથી જાન્યુઆરીએ થનારી બેઠક સ્થગિત કરવામાં આવી છે અને એ મીટિંગ પાંચ જાન્યુઆરીએ થશે. આ બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારને I.N.D.I.A. ગઠબંધનેના સંયોજક રૂપે ચૂંટી લેવામાં આવે એવી સંભાવના છે, કેમ કે વિરોધ પક્ષોના નેતાઓ સાંજે છ કલાકે મળવાના છે.

આ બેઠકમાં બધા પક્ષો વિચારવિમર્શ માટે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ આશરે 10-12 પાર્ટીઓ ભાગ લેશે અને નિર્ણયથી અન્યોને જાણ કરવામાં આવશે. સંયોજક મુદ્દે નીતીશકુમાર પર મોટા ભાગનાઓની સહમતી છે, કેમ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનરજી અને JDUના નેતાએ ભાર મૂક્યો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંયોજકને મુદ્દે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, આપના કેજરીવાલ, પર અને CM નીતીશકુમારની સાથે વાતચીત કરી હતી.RJDના યુવા નેતા તેજસ્વીને JDU અધ્યક્ષ નીતીશકુમારને સંયોજક બનાવવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર વરિષ્ઠ નેતા છે. જો કોઈ એવો પ્રસ્તાવ આવે છે તો એ બિહાર માટે બહુ સારું થશે.

I.N.D.I.A. ગઠબંધનની પાછલી બેઠકમાં આપ અને TMCએ વડા પ્રધાનપદના ઉમેદવાર માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આ દરમ્યાન ભાજપના OBC મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું હતું કે RJD જૂના સહયોગી પક્ષ કોંગ્રેસની મદદથી નીતીશકુમારને સંયોજક બનાવીને તેમને મુખ્ય મંત્રી પદ છોડવા માટે મજબૂર કરવા અને તેજસ્વી માટે રસ્તો સાફ કરવાનું ષડયંત્ર રચી રહી છે.

 

 

 

 

 

PM મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી

મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે. આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.

 

પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી. તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે. તે વધુ સારી આરોગ્ય સંભાળ, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની તકો ઉભી કરવા તેમજ ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી વખતે જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવા વિશે પણ છે. તેઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.