Home Blog Page 2168

આજનું પત્રકારત્વ: પત્રકાર તથા તંત્રી સાથે સંવાદનો કાર્યક્રમ

મુંબઈઃ દરરોજ અખબાર હાથમાં આવે કે અઠવાડિયે સાપ્તાહિકની કૉપી એક બેઠકે પૂરી વાંચી જઈએ એ આપણા માટે સહજ હતું. છેલ્લાં બેત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો છે. હવે હથેળીમાં સેલફોન ગોઠવાઈને અખબારની બધી માહિતી આપણા સુધી પહોંચવા માંડી અને એનાથી પણ આપણે ટેવાવા માંડ્યા છે. આ સહજતા છતાં ન્યૂસ અને વ્યૂઝના ભંડાર તમારી સામે ખુલ્લા કરનાર પત્રકાર કે તંત્રીને સામાન્ય ભાવક સરળતાથી નથી મળી શકતો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ “આજનું પત્રકારત્વ” આ નામ હેઠળ એક સંવાદ ગોષ્ઠિ યોજીને મુંબઈના પત્રકાર જગતના ત્રણ અવ્વલ પત્રકારોના સંઘર્ષની, આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ‘ મુંબૈયા ગુજરાતી”ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.

આ કાર્યક્રમ સાત જાન્યુઆરી રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે (સમયસર) કેઈએસ ગુજરાતી ભાષાભવન, બીજે માળે, જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, કાંદીવલી રિક્રિએશન ક્લબની બાજુમાં, કાંદિવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોને ધોરણે છે.

 

 

 

દિલ્હીના મોહલ્લા ક્લિનિકોના કૌભાંડમાં CBI તપાસના આદેશ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દિલ્હીમાં દવા કૌભાંડ મામલે CBI તપાસના આદેશ આપી દીધા છે. મંત્રાલયે LGની ભલામણ પર CBIને FIR નોંધવાના આદેશ આપ્યા છે. દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા મોહલ્લા ક્લિનિકોમાં ઊતરતી દવા આપવાના આરોપ લાગ્યા છે. આ મામલે LG વીકે સકસેનાએ CBIની તપાસ કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે CBI તપાસની મંજૂરી આપી દીધી છે.

આ પહેલાં ઉપરાજ્યપાલ વીકે સકસેનાએ ખાનગી લેબોરેટરીઓને લાભ પહોંચાડવા માટે મોહલ્લા ક્લિનિક દ્વારા નકલી તપાસના આરોપો પર CBI તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા. મોહલ્લા ક્લિનિક દિલ્હી સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ગયા વર્ષે મોહલ્લા ક્લિનિકમાં ડોક્ટર નહોતા આવી રહ્યા, એ પછી પણ તેમને હાજર દેખાડવામાં આવતા હતા. તેમની ગેરહાજરીમાં પણ દર્દીઓની તપાસ ને દવાઓ લખવામાં આવી રહી હતી. આરોપ છે કે ખાનગી લેબની મદદથી મોહલ્લા ક્લિનિકમાં ભૂતિયા દર્દી પર લખો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એની આડમાં ખાનગી લેબને કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આ મામલે ભાજપે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

આ મુદ્દે ભાજપે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે મોહલ્લા ક્લિનિકમાં એવા દર્દીઓની સારવાર થઈ કે જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. પહેલાં તો આ સરકાર દારૂનું કૌભાંડ કરી રહી હતી અને હવે દવાનું પણ કૌભાંડ કરી દીધું છે.

 

 

 

 

 

વાસ્તુ: શું પ્લોટની બાજુમાં સ્મશાન કે મંદિર ન હોવા જોઈએ?

જેમને વાસ્તુશાસ્ત્રની સમજણ નથી એવા લોકો એના વિષે વધારે માહિતી આપતા જોવા મળે છે. આવા લોકોની સલાહ માનીને કોઈ ઘરે જ તબીબી સારવાર લેછે ખરા? કેટલાક લોકો હા પાડી પણ શકે. પણ જેને વિષયનું ઘન નથી એ નુકશાન પણ કરી જ શકે ને? કોઈ પણ વિષનો અભ્યાસ અને અનુભવ હોય તેવી વ્યક્તિ જ સાચી સલાહ આપી શકે. રીલ્સ જોઇને ઘરે ઘરે આયુર્વેદિક દવાઓ નાસ્તાની જેમ ખવાતી જોઈએ ત્યારે નવાઈ લાગે છે કે આ લોકો દાવાને પણ શોખથી ખાઈ શકે ખરા? કોવિડ પછી ઘણા બધાને હરસ માસની તકલીફ થઇ હતી તે બધાજ જાણે છે. તેથી જ સભાનતા પૂર્વક લેવાયેલા નિર્ણયો જ સાચા પરિણામો આપી શકે એ વાત સમજવી જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું પ્લોટની બાજુમાં સ્મશાન, કબ્રસ્થાન, મંદિર વિગેરે ન હોવા જોઈએ એ વાત સાચી છે? કારણકે અમુક લોકો એને સમર્થન આપે છે અને અમુક લોકો એને ગેરમાન્યતા કહે છે.

જવાબ: પ્લોટની બાજુમાં અથવા આગળ કે પાછળ કોઈ કબ્રસ્તાન, કબ્રસ્તાન અથવા કબર હોવી જોઈએ નહીં. જયપુરમાં , કબ્રસ્તાનની સામે કેટલાક ઘર ધારકોએ એક ઈન્ટરવ્યુમાં મને કહ્યું કે તેઓ હંમેશા મનની શાંતિ વિના ડરમાં જીવે છે. જે જગ્યાએ અનેક જીવોને દફનાવવામાં આવ્યા હોય એની ઉર્જા વિષે આપણે વિચારી શકીએ છીએ. વળી જે પ્લોટમાંથી હાડકા નીકળે એને નકારાત્મક ગણવામાં આવે છે. જો કોઈનું દફન કરવામાં આવ્યું હોય તો હાડકા તો જમીનમાં જ રહેવાના. આવું જ સ્મશાનની બાબતમાં પણ વિચારી શકાય.

પ્લોટની નજીકના મંદિરોનું સ્થાન પણ રહેવાસીઓને અસર કરે છે. મારા એક મિત્ર એ શિવ મંદિરની બાજુમાં પ્લોટ ખરીદ્યો હતો, તે પ્લોટ શહેરની મધ્યમાં એક વિશાળ માર્ગ પર હોવા છતાં પણ કોઈ પ્રગતિ કરી શક્યો નથી જેની કિંમત કરોડો રૂપિયા છે. પ્લોટ હજુ પણ યોગ્ય ઉપયોગ કર્યા વિના જ ઠરી રહ્યો છે. પ્લોટની બાજુમાં અમુક જગ્યાએ આવેલ શિવ મંદિર અસંખ્ય આફતો સર્જે છે, વિષ્ણુ મંદિર અશુભ પરિણામ લાવે છે, દેવી દુર્ગાનું મંદિર માંદગીનું કારણ બને છે. મુખ્ય ઇમારતની નજીકના મંદિરો અને વૃક્ષોનો પડછાયો અનિચ્છનીય સમસ્યાઓ લાવે છે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે.

પ્લોટની જમણી બાજુનું મંદિર ભૌતિક નુકસાન, ડાબી બાજુ, દુઃખ અને પ્રગતિમાં અવરોધ અને રૂંધામણ નું  કારણ બને છે. સંપત્તિ અને પ્રતિષ્ઠાનો વિનાશ પણ થઇ શકે. આવું બાંધકામ  જો પ્લોટ 100 ફૂટથી વધુ દૂર હોય, તો આ વિનાશક પરિણામો ટાળી શકાય છે. વિવિધ ગ્રંથો મુક્તિ માટે અલગ અલગ અંતર આપે છે. આ સિદ્ધાંત પાછળના વાસ્તવિક હેતુ વિશે મારી પોતાની અલગ ધારણા છે. જેની ચર્ચા આપણે અલગથી કરીશું. તેથી, મંદિર ચર્ચ, મસ્જિદ વગેરેની નજીકના પ્લોટ ન ખરીદવાની કાળજી લેવી જોઈએ.

સુચન: જે પ્લોટમાં દિવસના ત્રીજા પ્રહરમાં શિવ મંદિરની ધજાનો પડછાયો પડતો હોય એ પ્લોટ ન લેવાની સલાહ છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

TMC નેતાના ઘરે દરોડા કરવા ગયેલી ED ટીમ પર હુમલો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા કરવા ગયેલી ED ટીમ પર આશરે 250થી 300 લોકોએ હુમલો કરી દીધો છે. અહીં 24 પરગણા જિલ્લામાં EDની ટીમ રેશન કૌભાંડ મામલે તૃણમૂલ નેતા શાહજંહા શેખનાં સ્થળો પર દરોડા મારવા પહોંચી હતી. ED ટીમ હજી શેખના ઘરે પહોંચી જ હતી કે લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. અહેવાલ અનુસાર 200થી 300 લોકોએ EDના અધિકારીઓ અને અર્ધસૈનિક દળોને ઘેરી લીધા હતા. આ લોકોએ અધિકારીઓની ગાડીઓની પણ તોડફોડ કરી હતી. આ ભીડે પત્રકારોને પણ નિશાન બનાવ્યા હતા. લોકો ઇંટો અને પથ્થરોથી હુમલો કરી રહ્યા હતા.

ED છેલ્લા કેટલાક મહિનાઓથી અનાજ (રેશન) વિતરણ કૌભાંડ મામલે દરોડ કરી રહી છે. કેટલાક દિવસો પહેલાં EDએ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS)ના આશરે 30 ટકા અનાજ બજારમાં વેચી દીધું હતું. એજન્સીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે અનાજ વેચ્યા પછી જે પૈસા મળ્યા હતા, એને મિલમાલિકોએ અને PDS વિતરકોની વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા.

ચોખાની મિલમાલિકોએ કેટલીક સહકારી સમિતિઓની મિલી ભગતથી ખેડૂતોના નકલી બેન્ક ખાતાંઓ ખોલ્યાં અને તેમને અપાતી MSPની રકમ પોતાનાં ખિસ્સાંમાં ભરી લીધી હતી. મુખ્ય સંદિગ્ધોમાંથી એકે સ્વીકાર કર્યો હતો કે ચોખાના મિલમાલિકોએ પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ. 200ની કમાણી કરી હતી. આ અનાજને સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ખરીદવાની હતી. કેટલાય ચોખાના મિલમાલિકો વર્ષોથી આ કૌભાંડ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

ઢોળ ચડાવેલાં લાઈક્સ-ફૉલોઅર્સ-ઈન્ફ્લુઅન્સર્સની વરવી વાસ્તવિકતા

ચાઆઆઆઆલો…શરૂઆત તો સારી થઈ. નવા વર્ષે ઓટીટી પર (નેટફ્લિક્સ પર) ‘ખો ગયે હમ કહાં’ જોઈને દિલ્હીની “ઓયે કી પલૂશન”વાળી પ્રદૂષિત હવામાંથી ફ્રૅશ ઍરવાળા હિલસ્ટેશન કુન્નુરમાં આવી ગયાની અનુભૂતિ થઈ. ડિરેક્ટર અર્જુન વરૈનનસિંહની પહેલી જ ફિલ્મ. લેખિકા છે ઝોયા અખ્તર-રીમા કાગતી-અર્જુનસિંહ ને અભિનયનાં અજવાળાં પાથર્યાં છેઃ સિદ્ધાંત ચતુર્વેદી-આદર્શ ગૌરવ-અનન્યા પાંડે-કલ્કિ કોએચલીને.

ફરહાન અખ્તરના નિર્માણવાળી આ ટિપિકલ આજની પેઢીની વાર્તા છે, શીર્ષક કહે છે એમ, સોશિયલ મિડિયાની ભુલભલામણીમાં ખોવાઈ ગયેલી જનરેશન ઝેડ તરીકે ઓળખાતી ઑલાદોની વાત છે. કઢંગા વિડિયો શૂટ કરીને પાંચ-પંદર મિનિટ માટે છવાઈ જવાની આજે એક આંધળી દૌડ ચાલી છે. પોતાને આલિયા-રણબીર માનતાં કપલ્સથી લઈને, છોકરાં-છોકરીઓની-બચ્ચાંઓની વાયડી-ચાંપલી, કોહવાયેલી જોક્સ પરથી ઊતરેલી રીલ્સ, રસ્તા પર, મેટ્રોમાં, ટ્રેનમાં ચેનચાળા-ડેન્સ કરીને બનાવવામાં રીલ્સ આપણા વૉટ્સૅપ દરરોજ ઠલવાય છે. અને કોઈ જાણીતી-માનીતી વ્યક્તિની પાછળ આદું ખાઈને પડી જતી ઑનલાઈન ટ્રૉલની એક આખી જમાત છે.

આશરે 135 મિનિટ્સની ફિલ્મમાં સર્જકોએ લાખો ફૉલોઅર્સ ધરાવતા, પણ અંદરથી ખાલીપો અનુભવતા લોકો પર સોશિયલ મિડિયાની અસર, અને એનાથી લાઈફમાં કેવાં પરિવર્તન આવ્યાં છે એની સુચિંતા વ્યક્ત કરી છે. ફિલ્મના અંતમાં ઉપદેશાત્મક ન લાગે એની ચીવટ રાખીને લેખક-દિગ્દર્શકે એક મેસેજ પણ આપ્યો છે. ડિંડર અથવા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ વગેરે વગેરે પર સતત કોઈની સુખીસંપન્ન, સુપર હેપી અપડેટ્સ સાથે આપણી લાઈફ સરખાવીને દુઃખી થવું કેટલું વાજબી? ઈન્સ્ટાગ્રામ પર મોજીલા દેખાતા લોકોનાં જીવનમાં કેવા ઝંઝાવાત હશે એ કોણ જોવા ગયું?

ત્રણ મિત્રો ઈમાદ-અહાના-નીલ (સિદ્ધાંત-અનન્યા-આદર્શ) ની વાર્તા છે. ત્રણેય જવાનિયાં મહત્વાકાંક્ષી છે, એમને કંઈ કરવું છે, પણ યોગ્ય દિશા નથી, કન્ફ્યુઝ છે. બીજી બાજુ લાગતાવળગતાનું દબાણ છે, સોશિયલ મિડિયાથી ગ્રસ્ત છે, સંબંધોના ગૂંચવાડા છે.

આ જ નિર્માતા-લેખકોની ‘દિલ ચાહતા હૈ’ કે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની યાદ દેવડાવતી ‘ખો ગયે હમ કહાં’ યંગ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પણ વિષય અને જે રીતે આપણે સોશિયલ મિડિયાને આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બનાવી દીધું છે એ જોતાં એક બહોળા વર્ગને આ કૃતિ સ્પર્શી જાય છે. જેમ કે, અહાના ઈન્સ્ટાગ્રામ પર પૂર્વ પ્રેમીની હિલચાલ પર નજર રાખે છે, તો જિમ્નેશિયમમાંથી બહાર નીકળતી મલાઈકા અરોરા સાથે લીધેલી સેલ્ફીથી નીલના ફૉલોઅર્સની સંખ્યા વધી જાય છે. સ્ટેન્ડ અપ કોમેડિયન ઈમાદ ડિજિટલયુગના ખાલીપા તથા દંભી દેખાડા પર કટાક્ષ કરે છેઃ “આજે કસરત કરવા ગયેલી મલાઈકા અરોરાએ શું પહેર્યું છે એ મારે જાણીને શું કરવું છે”?

ત્રણેવના અભિનય સરસ છે. યસ યસ યસ, અનન્યા પણ. ત્રણેવના તાલમેલ પણ સરસ છે. પિતાના રોલમાં પ્રતિભાશાળી વિજય મૌર્યે પણ કમાલ કરી છે. વધુ કંઈ ન લખતાં, ‘ખો ગયે હમ કહાં’ જોવાની ભલામણ કરું છું.

કોરાનાના 761 નવા કેસો, 12નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર ગયા મહિનાથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને કેરળમાં. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 511 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને  કેરળમાં 148 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 32, તામિલનાડુમાં 26, દિલ્હીમાં 15 અને રાજસ્થાનમાં ચાર કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 12 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,16,604 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,385 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,78,885 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4334 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૫ જાન્યુઆરી, ૨૦૨૪

૦૫ જાન્યુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 15 January, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 05/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.