Home Blog Page 2059

ન્યુ યોર્કની હોટેલમાં વ્યક્તિએ વિતાવ્યાં મફત પાંચ વર્ષ, જાણો…

નવી દિલ્હીઃ હોટેલમાં રહેવું ઘણું મોંઘું હોય છે. વળી, જેટલું મોટું શહેર એટલી મોંઘી હોટેલ. જોકે એક વ્યક્તિ ન્યુ યોર્કની હોટેલમાં પાંચ વર્ષ ભાડું ચૂકવ્યા વગર રહી, એ પણ મફત. ન્યુ યોર્કની રહેવાસી એક વ્યક્તિએ ફેમસ મેનહટન હોટેલમાં પાંચ વર્ષ વિતાવ્યા અને એ પણ કોઈ જાતનું ભાડું ચૂકવ્યા વગર.

ન્યુ યોર્કમાં એક વ્યક્તિએ એક સ્થાનિક કાયદાને લીધે હોટેલનું ભાડું ચૂકવ્યું નહોતું. મિકી બેરિટો નામની વ્યક્તિ બધી હદ પાર કરતાં તેણે પૂરી બિલ્ડિંગના માલિકી હક માટે ક્લેમ કરી નાખ્યો હતો.

આ વ્યક્તિ પહેલાં મફતમાં બિલ્ડિંગમાં કેટલાંય વરસ વિતાવ્યાં અને પછી બિલ્ડિંગનો માલિકીના હક માટે ક્લેમ માગ્યો હતો. એ સાથે તેણે ભાડું આપવાની વાત કરી દીધી. જોક્ બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ વ્યક્તિની વિરુદ્ધ ખોટી સંપત્તિ રેકોર્ડ દાખલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 48 વર્ષના બેરેટોનું કહેવું છે કે જ્યારે પોલીસ તેના બોયફ્રેન્ડના એપાર્ટમેન્ટમાં બંદૂકો અને બુલેટપ્રૂફ શીલ્ડની સાથે પહોંચી તો ઘણી હેરાન હતી.

વાસ્તવમાં છેતરપિંડીથી મિકીએ તેના પ્રેમીએ હોટેલની એક રૂમ ભાડા પર લેવા માટે 200 ડોલરની ચુકવણી કરી હતી. બેરેટો કેટલાક સમય પહેલાં જ ન્યુ યોર્ક શિફ્ટ થયો હતો, ત્યારે તેના પ્રેમીએ તેને કહ્યું હતું કે હોટેલના બિલ્ડિંગમાં છ મહિના માટે રૂમ લીઝ પર લઈ શકાય છે. એ હોટેલમાં એક એક રૂમ રાખ્યો હતો, જેથી તેણે હોટેલવાળાને કહ્યું કે તેને ભાડૂત ગણવામાં આવે, પણ હોટેલવાળાએ તેને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો.

બેરેટોએ હાર ના માની અને તે કોર્ટમાં ગયો, જજના ઇનકાર પછી તે સુપ્રીમ કોર્ટમાં ગયો અને એમાં જીતી ગયો, કેમ કે આ કેસ દરમ્યાન બિલ્ડિંગનો માલિક ઉપસ્થિત ના થયો અને બેરેટો જીતી ગયો. જજે હોટેલને બેરેટોને ચાવી આપવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે બિલ્ડિંગના નકલી દસ્તાવેજો એક વેબસાઇટ પર અપલોડ કર્યા અને હોટેલ ખરીદી લેવાનો દાવો કર્યો હતો.

ત્યાર બાદ બેરેટોએ બિલ્ડિંગના માલિક તરીકે તેણે વિવિધ સંસ્થા પર આરોપ લગાવ્યા, જેમાં ભાડૂતોમાંથી એકથી ભાડાની માગ કરવી, પાણી, સિવેજ ચુકવણી માટે ન્યુ યોર્ક શહેરના પર્યાવરણ સંરક્ષણ વિભાગની સાથે હોટેલને પોતાના નામે રજિસ્ટર કરવી અને હોટેલના બેન્ક એકાઉન્ટ પર ટ્રાન્સફર કરવા જેવી બાબતો સામેલ હતી.

 

 

 

 

 

નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે બંધઃ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સ્થાનિક શેરબજારો –સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં 349 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી 22,200ની સાથે બંધ આવ્યો હતો. ખાનગી ક્ષેત્રના નાણાકીય શેરોમાં તેજીને કારણે બજારમાં તેજી થઈ હતી, જેથી નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 22,216ના નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. HDFC બેન્ક અને એક્સિસ બેન્કની આગેવાની હેઠળ નિફ્ટી બેન્ક 47,000ને પાર બંધ થયો હતો. 

શેરબજારોમાં જોકે આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 11,000 કરોડનો ઘટાડો થયો હતો. BSEનો મિડકેપ ઇન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.18 ટકા ઘટ્યા હતા. આ સાથે મેટલ, IT અને ઓટો શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં તેજી થઈ હતી.

BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 349.24 પોઇન્ટની તેજી સાથે 73,057.40 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 74.70 પોઇન્ટની તેજી સાથે 22,196.95ના સ્તરે બંધ થયો હતો.

એક્સચેન્જ પર કુલ 3931 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1955 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1877 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 99 શેરો સ્થિર રહ્યા હતા. આ સિવાય 338 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે નવ શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ ટચ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મોંઘવારી : ગુજરાતમાં સીંગતેલના ભાવમાં વધારો થયો

ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. તેમાં સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો છે. તેમજ સીંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600એ પહોંચ્યો છે. જેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે. કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.

મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સીંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

ગુજરાત વિધાનસભામાં હોબાળોઃ કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં શાસક અને વિપક્ષ વચ્ચે રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી અને અન્ય પ્રકાશમાં આવેલા બનાવટી મુદ્દાઓને લઈને તકમક ઝરી હતી. વિપક્ષના ધારાસભ્યો સુત્રોચ્ચાર કરીને વેલમાં ધસી આવ્યા હતાં. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરતાં અધ્યક્ષે તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત કરી હતી. જેમાં ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી.

અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા

વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે,ગુજરાતની પ્રજાના પરેસવાના ટેક્સના પૈસા પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઇએ. 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાંથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? અમે જ્યારે વોક આઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રીએ ઉભા થઈ અમે તેનો જવાબ આપીએ છીએ એમ કહીને રોક્યા તો અમે રોકાયા હતા. ફરી અમે અધ્યક્ષને વિનંતી કરી કે ઉડાઉ જવાબ આપે છે. જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી.

સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી જગ્યા પર જ ઉભા હતા વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત અને ફક્ત નકલીકાંડને ખુલ્લો પાડવા નિયમોને આધીન વિરોધ પ્રદર્શન કર્યું છે. બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર છે.અમને પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી શકીએ એટલે બહુમતીના જોરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બીજી માગણીની ચર્ચા છે.

પ્રશ્નોત્તરી કાળમાં અવરોધ સર્જાતા ગૃહમાંથી બહાર મોકલી દેવાયા

આ બાબતે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં આગળ કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોય તો તે પ્રવૃતિમાં સુઓમોટો કરી એક્શન લીધી છે. સરકારના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જો કોઈ પ્રવૃતિ થતી હોય એના ઉપર સરકારે સુઓમોટો લઈ પગલા લીધા છે. અત્યારે ગૃહની અંદર સારી રીતે પ્રશ્નોના જવાબની ચર્ચા થતી હતી, પરંતુ ક્યાંકને ક્યાંક એમને આખા સત્ર દરમિયાન વોકઆઉટ કરવું, નિવેદનો આપવા એ તક નહોતી મળી. એટલે જાતે જ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. પ્રશ્નોતરી જેવા મહત્વના કાળમાં પ્રશ્નોની પણ ચર્ચા ન થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દૃષ્ટીએ આ યોગ્ય છે.

PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી

PM મોદી દ્વારા તા.13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્ય ગુજરાતના ૫ લાખ ઘરો PM સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામાં આવશે.

રહેણાંક મકાનો માટે PM સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસિડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસિડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.

PM સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત

  1. રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.
  2. ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.
  3. રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
  4. જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. MGVCL લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી લખવાનો રહેશે.
  6. ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ ID લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે.

સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક

MGVCL હેઠળ જાન્યુઆરી-2024 સુધીમાં ૭૦૩ મેગાવોટની ક્ષમતાવાળા કુલ ૧.૩૫ લાખ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે દર વર્ષે ૮.૭૮૭ લાખ ટન કાર્બન-ડાયોકસાઇડ ઉત્સર્જનમાં મદદ કરે છે. જે ૩૫૧ લાખ વૃક્ષો ઉગાડવા સમાન છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પરંપરાગત ઊર્જા સ્ત્રોતનું પણ સંરક્ષણ કરે છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ એ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક છે. સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી વીજળીનાં બિલમાં વર્ષે ૩૦-૩૫ ટકાનો લાભ મળે છે. સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી નાગરિકોને અનેક લાભ મળશે. જેમાં વીજળીનાં બિલમાં ઘટાડો, પર્યાવરણીય લાભો, ઊર્જા સ્વતંત્રતા, સોલાર પ્લાન્ટની ઓછામાં ઓછી જાળવણી, વીજળીની બચત તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે.

કોલકાતા હાઇકોર્ટે સંદેશખાલી પર મમતા સરકારને ફટકાર લગાવી

કોલકાતાઃ કોલકાતા હાઇકોર્ટે સંદેશખાલીની ભયાનક સ્થિતિ પર મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી હતી. સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી નેતા શેખ શાહજહાં ભાગતા ના રહી શકે અને રાજ્ય તેમને ટેકો આપી ના શકે. એવું લાગે છે કે એ પોલીસની પહોંચની બહાર છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના સંદેશખાલી જવાની મંજૂરી પર સુનાવણી કરતાં મુખ્ય જસ્ટિસ TS શિવગણમે કહ્યું હતું કે કોર્ટ દ્વીપ પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ધ્યાન આપ્યું છે. અમે ફરિયાદો જોઈ છે. આ વિસ્તારની ફરિયાદો અમે જોઈ છે. આ વિસ્તારની મહિલાઓએ ગંભીર મુદ્દા ઊભા કર્યા છે. કેટલીક જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.

જો એક વ્યક્તિ પૂરા વિસ્તારના લોકોને ખંડણી માટે બંધક બનાવી શકે છે તો સત્તારૂઢ સરકારે એને ટેકો ના આપવો જોઈએ. શેખ શાહજહાંના ફરાર રહેવા પર સવાલ ઊભો કરતાં કોર્ટે રાજ્ય સરકારના વકીલને કહ્યું હતું કે તમે માત્ર તનાવપૂર્ણ સ્થિતિ પેદા કરી રહ્યા છો. તમે સ્થાનિક લોકોને વિનાકારણ હેરાનગતિ કરી રહ્યા છે. 

જો સમસ્યાની જડ એક વ્યક્તિને હજી સુધી પકડવામાં નથી આવી અને એની સાથે હજારો ખોટા આરોપ છે, પરંતુ એમાં એક પણ આરોપ સાચો છે તો તમારે તેની તપાસ કરવી જોઈએ.ત્યાર બાદ કોર્ટની ખંડપીઠે બસીરહાટના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસને નિર્દેશ આપ્યા હતા કે તેઓ આ મામલે આગામી સુનાવણી પહેલાં એક રિપોર્ટ દાખલ કરે, જેમાં તેમણે જણાવવું પડશે કે એક ફેબ્રુઆરીથી અત્યાર સુધી સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને યૌન ઉત્પીડનના કેટલા કેસ નોંધવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

ચંદીગઢ મેયર ચૂંટણી : સુપ્રીમ કોર્ટનો ફરીથી મત ગણતરી કરવા નિર્દેશ

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત અનિયમિતતાના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કડક સૂચના આપી હતી અને ફરીથી મતગણતરીનો નિર્દેશ આપ્યો હતો. આટલું જ નહીં ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું છે કે જે 8 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેમને મતગણતરી દરમિયાન માન્ય કરવામાં આવશે. સીજેઆઈની બેન્ચ સમક્ષ સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસ લગાવ્યો હતો. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે તમામ અસલ વિડિયો રેકોર્ડિંગ અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર કુલદીપ કુમારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટને અમાન્ય જાહેર કરવાના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
‘લોકશાહીની હત્યા થઈ છે’

મેયર ચૂંટણીની પ્રક્રિયા પર છેલ્લી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વહીવટીતંત્ર અને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને સખત ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ લોકશાહીની મજાક છે. આ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસરની કાર્યવાહીનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે લોકશાહીની હત્યા થઈ છે. આ રિટર્નિંગ ઓફિસર શું કરે છે? અમે નથી ઈચ્છતા કે દેશમાં લોકશાહીની હત્યા થાય. અમે આવું થવા દઈશું નહીં, આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આંખો બંધ કરીને નહીં બેસે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન થયેલા મતદાન અને મતગણતરીનો વીડિયો જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

તમે કેમ કેમેરા તરફ જોતા હતા?

કોર્ટમાં બતાવવામાં આવેલી વિડિયો ક્લિપ એ સમયની છે જ્યારે મતોને ગેરલાયક ઠેરવવામાં આવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને પણ આ ચૂંટણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ રિટર્નિંગ ઓફિસર સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. CJIએ પૂછ્યું કે રિટર્નિંગ ઓફિસર કોણ છે અને તેમની નિમણૂક કેવી રીતે થાય છે? તેણે રિટર્નિંગ ઓફિસરને સવાલ કર્યો કે તમે કેમ કેમેરા તરફ જોઈ રહ્યા હતા?

આઠ પેપર પર માર્કસ મૂકવામાં આવ્યા હતા

રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે કહ્યું- કેમેરા તરફ ઘણો અવાજ હતો, તેથી હું ત્યાં જોઈ રહ્યો હતો. કોર્ટે પૂછ્યું કે તમે કેટલાક બેલેટ પેપર પર X ચિહ્ન મૂક્યું છે કે નહીં? ખ્રિસ્તે કહ્યું- હા, મેં કાગળ પર આઠ મૂક્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે આવીને બેલેટ પેપર છીનવી લીધા હતા અને ફાડીને ભાગી ગયા હતા. કોર્ટે પૂછ્યું, પણ તમે ક્રોસ કેમ લગાવી રહ્યા હતા? તમે કયા નિયમ હેઠળ આ કાર્યવાહી કરી?

આરઓ સામે પગલાં લેવા જોઈએ

મસીહે જવાબ આપ્યો કે તે ગેરકાયદેસર પેપર માર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. CJI એ ફરીથી પૂછ્યું કે તેનો અર્થ એ છે કે તમે સ્વીકારો છો કે તમે ત્યાં માર્કસ મૂક્યા છે. ખ્રિસ્ત સંમત થયા. જે બાદ કોર્ટે એસજી તુષાર મહેતાને કહ્યું કે મસીહે કબૂલ્યું છે કે તેણે નિશાન લગાવ્યું છે. આવી સ્થિતિમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. અમે ડેપ્યુટી કમિશનરને નવા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવા કહીશું. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આની દેખરેખ રાખવા માટે કહીશું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ

મરાઠા આરક્ષણ બિલને મહારાષ્ટ્ર એસેમ્બલી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે પછી ભલે તે OBC ભાઈઓ હોય, અથવા અન્ય કોઈ સમુદાય… અમે કોઈના આરક્ષણ સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરીમાં અનામત આપવાનું નક્કી કર્યું છે. આ બિલને એવા સમયે મંજૂર કરવામાં આવ્યું છે જ્યારે મનોજ જરાંગે પાટીલ સતત 11મા દિવસે ભૂખ હડતાળ પર છે.

CM શિંદેએ શું કહ્યું?

સીએમ શિંદેએ કહ્યું કે, આ કામમાં એવા કાનૂની નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે જેમણે હાઈકોર્ટમાં મરાઠા આરક્ષણની જોરદાર વકાલત કરી છે. ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી હતી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અન્ય ન્યાયિક સ્તરે મરાઠા સમુદાય માટે અનામત કેવી રીતે જાળવવામાં આવશે તે અંગે સરકાર અને આયોગ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, અમે મરાઠા આરક્ષણની તરફેણમાં દલીલ કરવા માટે રાજ્ય સરકાર વતી વરિષ્ઠ કાઉન્સિલરોની ફોજ ઊભી કરી છે. ચાર દિવસ સુધી અમે મરાઠા સમુદાયની સ્થિતિ પર ખૂબ ગંભીરતા અને ધીરજ સાથે અમારા વિચારો વ્યક્ત કર્યા છે. અમે મરાઠા આરક્ષણ પર પ્રહાર કરતી વખતે સર્વોચ્ચ અદાલત દ્વારા નોંધાયેલા તારણો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મને વિશ્વાસ છે કે સફળતા જરૂર મળશે.

એકનાથ શિંદેએ કહ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ મને મરાઠા સમાજ માટે નક્કર યોગદાન આપવાની તક મળી. હું તેને મારું સૌભાગ્ય ગણું છું. જ્યારે અમારી સરકાર આવી ત્યારે મરાઠા આરક્ષણ અમારા એજન્ડામાં પ્રાથમિકતા હતી અને તેથી સપ્ટેમ્બર 2022માં મંત્રી ચંદ્રકાંત પાટીલને પેટા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. મોટાભાગની પોસ્ટ સત્તામાં આવતાની સાથે જ એટલે કે ઓગસ્ટ 2022માં બનાવવામાં આવી હતી. 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ, સરકારે નિર્ણય લીધો અને તેનો અમલ શરૂ કર્યો.

ઇગ્નુનો 37મો દીક્ષાંત સમારોહઃ 2047 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ

અમદાવાદઃ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ)- મેદાનગઢીએ 37મો દીક્ષાંત સમારોહ દિલ્હીના હેડ કર્વાર્ટર અને દેશનાં 39 પ્રાદેશિક કેન્દ્રો પર આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદની પ્રાદેશિક ઓફિસના સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નીરજા ગુપ્તા મુખ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં મુખ્ય અતિથિએ અવિનાશ શર્માને MLIS, પ્રોગ્રામમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપ્યાં હતાં.

તેમણે શિક્ષણ અને કૌશલ વિકાસની સંભાવનાઓ પર પ્રકાશ ફેંકતાં કહ્યું હતું કે ઇગ્નુ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટું નામ ઊભરીને આવ્યું છે. ઓપન યુનિવર્સિટી એક લોકોને એક મોટો સપોર્ટ છે, જે લોકો પોતાની ફરજોનું પાલન કરતાં સર્ટિફિકેટ તથા કૌશલનો વિકાસ કરવા ઇચ્છે છે. આજે વિશ્વ એક ગામડાં સીમિત થઈને રહ્યું છે (વન ગ્લોબ, વન વિલેજ), ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં ડિજિટલ યુગમાં શિક્ષણના મહત્ત્વ પર તેમના દ્વારા વિસ્તૃત પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. એ સાથે આ કાર્યક્રમના પ્રારંભમાં આસિસ્ટન્ટ રિજિયોનલ ડિરેક્ટર ડો. દેવ નારાયણ પાઠકે વૈદિક મંગલાચરણ કર્યું હતું. એ પછી યુનિવર્સિટીનું કુલગીત રજૂ કરવામાં આવ્યું હતું.

રિજિયોનલ ડિરેક્ટર ડો. અવનિ ત્રિવેદી ભટ્ટએ અતિથિઓનો પરિચય આપ્યો હતો તથા પ્રાદેશિક ઓફિસનો રિપોર્ટ આપ્યો હતો અને બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે અમદાવાદ પ્રાદેશિક ઓફિસથી ડિગ્રી પ્રાપ્ત કરનારા કુલ 2047 વિદ્યાર્થીઓ છે, જ્યારે દેશમાં 3,08,584 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 130 વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ લેવા માટે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં આસિસ્ટન્ટ રિજિયોનલ ડિરેક્ટર અમદાવાદના ડો. જયેશ પટેલે બધા સન્માનિત અતિથિઓ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા રાષ્ટ્રગીત પછી અધ્યક્ષની મંજૂરીથી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

આ પ્રસંગે ભાવનગરના ભૂતપૂર્વ કુલપતિ ડો. એમ. ડી. ચાવડા, એલ. જે. યુનિવર્સિટીના અધ્યક્ષ ડો. મનીષ શાહ તથા અનેક મહાનુભાવો અને સેંકડો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

મરાઠાઓને 10-ટકા અનામત માટે ત્રીજી વાર વિધાનસભામાં બિલ લવાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાના વિશેષ સત્રથી ઠીક પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. હવે આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને એના પર ચર્ચા થશે.

મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગ પાટિલની આગેવાનીમાં રાજ્યના મરાઠા સમાજના લોકો કેટલીય વાર આંદોલન કરી ચૂક્યા છે. હાલના દિવસોમાં મનોજ જરાંગ જાલનામાં 10 ફેબ્રુઆરીએ ભૂખ હડતાળ પર બેઠા છે. તેઓ સરકારની વાત માનીને કેટલીય વાર ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે. જોકે આ વખતે તેમણે કહ્યું છે કે આ વખતે તેઓ ધરાર પોતાની વાત મનાવ્યા વગર પાછળ નહીં હટે.મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણય પછી ફરી એક વાર 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે. આ પહેલાં વર્ષ 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકાર સામાજિક અને આર્થિક પછાતો માટે અનામતનો કાયદો લાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે એક દાયકામાં ત્રીજી વાર બિલ લાવવામાં આવી રહ્યું છે.

મનોજ જરાંગેની ભૂખ હડતાળને પગલે મહારાષ્ટ્ર સરકાર દબાણમાં છે અને એને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું પડયું છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજના એક હિસ્સાને કુનબી સર્ટિફિકેટ આપવાનું એલાન કર્યું હતું. જોકે મનોજ જરાંગે માગ કરી હતી કે એ સર્ટિફિકેટ કોઈ ખાસ વર્ગને બદલે મરાઠા સમાજને આપવામાં આવે. જોકે આ મરાઠા અનામતને લઈને NCP નેતા છગન ભુજબળ ભારે વિરોધ પણ કરી રહ્યા છે.