કોલકાતા હાઇકોર્ટે સંદેશખાલી પર મમતા સરકારને ફટકાર લગાવી

કોલકાતાઃ કોલકાતા હાઇકોર્ટે સંદેશખાલીની ભયાનક સ્થિતિ પર મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી હતી. સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના શક્તિશાળી નેતા શેખ શાહજહાં ભાગતા ના રહી શકે અને રાજ્ય તેમને ટેકો આપી ના શકે. એવું લાગે છે કે એ પોલીસની પહોંચની બહાર છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના સંદેશખાલી જવાની મંજૂરી પર સુનાવણી કરતાં મુખ્ય જસ્ટિસ TS શિવગણમે કહ્યું હતું કે કોર્ટ દ્વીપ પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ધ્યાન આપ્યું છે. અમે ફરિયાદો જોઈ છે. આ વિસ્તારની ફરિયાદો અમે જોઈ છે. આ વિસ્તારની મહિલાઓએ ગંભીર મુદ્દા ઊભા કર્યા છે. કેટલીક જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.

જો એક વ્યક્તિ પૂરા વિસ્તારના લોકોને ખંડણી માટે બંધક બનાવી શકે છે તો સત્તારૂઢ સરકારે એને ટેકો ના આપવો જોઈએ. શેખ શાહજહાંના ફરાર રહેવા પર સવાલ ઊભો કરતાં કોર્ટે રાજ્ય સરકારના વકીલને કહ્યું હતું કે તમે માત્ર તનાવપૂર્ણ સ્થિતિ પેદા કરી રહ્યા છો. તમે સ્થાનિક લોકોને વિનાકારણ હેરાનગતિ કરી રહ્યા છે. 

જો સમસ્યાની જડ એક વ્યક્તિને હજી સુધી પકડવામાં નથી આવી અને એની સાથે હજારો ખોટા આરોપ છે, પરંતુ એમાં એક પણ આરોપ સાચો છે તો તમારે તેની તપાસ કરવી જોઈએ.ત્યાર બાદ કોર્ટની ખંડપીઠે બસીરહાટના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસને નિર્દેશ આપ્યા હતા કે તેઓ આ મામલે આગામી સુનાવણી પહેલાં એક રિપોર્ટ દાખલ કરે, જેમાં તેમણે જણાવવું પડશે કે એક ફેબ્રુઆરીથી અત્યાર સુધી સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને યૌન ઉત્પીડનના કેટલા કેસ નોંધવામાં આવ્યા છે.