Home Blog Page 1105

Me Too મામલે નાના પાટેકરને રાહત, કોર્ટે ફગાવી તનુશ્રીની અરજી

મુંબઈ: બોલિવૂડ અભિનેતા નાના પાટેકર 7 વર્ષ પહેલા ‘મી ટુ’નો શિકાર બન્યા હતા. નાના પાટેકર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને અભિનેત્રી તનુશ્રી દત્તાએ ખુલ્લેઆમ ગંભીર આરોપો લગાવ્યા હતા. થોડા સમય માટે હેડલાઇન્સમાં રહ્યા પછી મામલો ઠંડો પડી ગયો. પરંતુ હવે 7 વર્ષ પછી તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં, કોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં નાનાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. નાના પાટેકર માટે આ સારા સમાચાર છે. ખરેખર નાના પાટેકરને કોર્ટે રાહત આપી હતી. પરંતુ આ નિર્ણયને તનુશ્રી દત્તાએ ફરીથી મુંબઈની કોર્ટમાં પડકાર્યો. તનુશ્રી દત્તાએ નાના માટે આ રાહત અંગે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, ‘2008ના આરોપોએ સમયમર્યાદા વટાવી દીધી છે અને 2018ની ઘટના માટે પાટેકર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.’

તનુશ્રી દત્તાને લાગ્યો આંચકો

અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાને આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે તનુશ્રી અને નાના પાટેકર વચ્ચેનો આ વિવાદ હેડલાઇન્સમાં હતો. આ વિવાદ 2018 માં શરૂ થયો હતો જ્યારે MeToo નામનું વૈશ્વિક અભિયાન શરૂ થયું હતું. હોલીવુડથી શરૂ થયેલો આ ટ્રેન્ડ મહિલાઓને તેમના પર થયેલા જાતીય શોષણ વિશે બોલવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અભિયાનની આગ ભારતમાં ફેલાઈ ત્યારે અહીંની નાયિકાઓએ પણ તેમાં ભાગ લીધો અને પોતાના અનુભવો શેર કર્યા. તનુશ્રી દત્તાએ 2008 માં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉત્પીડનના આરોપો પણ લગાવ્યા હતા. આ નિવેદન પછી પોલીસમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ પછી કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ અને નાના પાટેકરને રાહત આપવામાં આવી.

આ પછી તનુશ્રી દત્તાએ ફરી એકવાર મુંબઈની કોર્ટમાં અપીલ કરી અને નાના પાટેકરને કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને પડકાર ફેંક્યો. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે. જેમાં નાના પાટેકરને ફરીથી રાહત મળી છે અને તનુશ્રીની અરજી ફગાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે MeToo અભિયાન દરમિયાન ભારતમાં પણ આના સમાચાર જોવા મળ્યા હતા. ઘણી સ્ત્રીઓ આગળ આવી અને શારીરિક ઉત્પીડનના પોતાના અનુભવો શેર કર્યા. જે બાદ ઘણી અરાજકતા જોવા મળી. તનુશ્રી દત્તાની અરજી ફગાવી દેવાયાના 7 વર્ષ પછી, આ મામલો ફરી એકવાર સમાચારમાં છે.

વિશ્વ મહિલા દિવસે PM મોદીએ ‘લખપતિ દીદી’ યોજનાને આપી નવી ઉંચાઈ

આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. 8 માર્ચના મહિલા દિવસે પ્રધાનમંત્રી ગુજરાતી ધરા પર છે, ત્યારે PM દ્વારા મહિલાઓ ભેટ પણ આપવામાં આવી છે. નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં આજે પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસ સંભાળી રહી છે. વિશ્વ મહિલા દિવસ પર 2.5 લાખ મહિલાઓને 450થી વધુ કરોડની સહાય કરવામાં આવશે. લખપતિદીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર કરવાની પહેલ છે. મહિલા આત્મનિર્ભર બની ઘર અને પરિવારની જવાબદારી સંભાળી શકે. 15 ઓગસ્ટ 2023ના રોજ લખપતિ દીદી યોજનાની શરૂઆત થઈ.

સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં રહેલ શક્તિને ઓળખી યોગ્ય સમ્માન આપ્યું છે. આજે ઉપસ્થિત થયેલ લાખો બહેનો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમામ બહેનોએ પોતાના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. આજે વિશ્વ મહિલા દિવસે વડાપ્રધાનની સુરક્ષા મહિલાઓ કરી રહે છે તે મહિલાઓની શક્તિમાં રહેલો તેમના વિશ્વાસને જ આભારી છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની સાથે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવસારીના આજના કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના હેઠળ ભાવનાબહેન, સુષ્માબહેન શાંતિલાલ રાઠવા, દક્ષાબહેન કાશીરામભાઈ, શોરઠીયા શ્રદ્ધાબહેન કેયુરભાઈ, પન્નાબેન હેમંતભાઈ પટેલનું સમ્માન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પોતાના સંબોધનમાં કહ્યું કે “PM મોદીની પ્રેરણાથી જ 26મી જાન્યુઆરીની પરેડમાં પણ હવે મહિલાઓને પ્રતિનિધિત્વ અપાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દિકરીઓ લખપતિ બની અને ઘર પરિવારનો આધાર બની. લખપતિ દિદી યોજનાથી બહેનો આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે. સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી છે. સ્વસહાયતા સમૂહ સાથે જોડાયેલ મહિલા વધુ સશક્ત બની છે.

Women’s Day:કોણ છે ચેસ ખેલાડી વૈશાલી, જે આજે PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળે છે ?

આજે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ની ઉજવણી કરી રહી છે. આજના બદલાતા યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં નામ કમાઈ રહી છે. હવે મહિલા દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક પસંદગીની મહિલાઓને એક દિવસ માટે તેમના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળવાની તક આપી છે. આ કારણોસર ચેસ ખેલાડી વૈશાલી આજે (8 માર્ચ) પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળી રહી છે, જેના વિશે તમને જણાવીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે હેલો, હું વૈશાલી છું અને હું આપણા પ્રધાનમંત્રીની સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝને હેન્ડલ કરવા માટે રોમાંચિત છું અને તે પણ મહિલા દિવસના અવસર પર. જેમ તમારામાંથી ઘણા લોકો જાણતા હશે. હું ચેસ રમું છું અને ઘણી ટુર્નામેન્ટમાં આપણા પ્રિય દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મને ખૂબ ગર્વ છે.

આગળ વૈશાલી લખે છે, મારો જન્મ 21 જૂન 2001 ના રોજ થયો હતો. જે આકસ્મિક રીતે હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હું 6 વર્ષની હતી ત્યારથી ચેસ રમી રહી છું. ચેસ રમવું એ મારા માટે શીખવાની અને રોમાંચક સફર રહી છે. આ ઘણી ટુર્નામેન્ટ અને ઓલિમ્પિયાડ્સમાં મારી સફળતામાં પ્રતિબિંબિત થાય છે. હું યુવા ખેલાડીઓને સંદેશ આપવા માંગુ છું કે ગમે તેટલા અવરોધો આવે, તેમણે પોતાના સપનાઓને સાકાર કરવા જોઈએ. તમારો જુસ્સો તમારી સફળતાને શક્તિ આપશે.

માતાપિતાએ ટેકો આપ્યો

મારા માતા-પિતા થિરુ રમેશબાબુ અને થિરુમતી નાગલક્ષ્મીએ હંમેશા મને ટેકો આપ્યો છે. મારા ભાઈ પ્રજ્ઞાનનંદ સાથે ગાઢ સંબંધ છે. હું ભાગ્યશાળી રહી છું કે મને મહાન કોચ અને સાથી ખેલાડીઓ મળ્યા. આજનું ભારત મહિલા ખેલાડીઓને ઘણો ટેકો પૂરો પાડે છે, જે સારું છે. તે મહિલાઓને રમતગમતમાં તાલીમ આપીને અને તેમને ખાસ અનુભવો આપીને પ્રગતિ કરી રહ્યું છે. તે અદ્ભુત છે.

FIDE રેન્કિંગ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે

23 વર્ષની વૈશાલી એક ચેસ ગ્રાન્ડમાસ્ટર છે. હાલમાં તેમનું FIDE રેન્કિંગ 2484 છે. તેમના સારા પ્રદર્શનને કારણે તેમને વર્ષ 2024 માં અર્જુન પુરસ્કાર મળ્યો. 2013માં માત્ર 12 વર્ષની ઉંમરે તેણે મેગ્નસ કાર્લસનને હરાવ્યું અને નાની ઉંમરે પોતાની ક્ષમતા સાબિત કરી. હાલમાં તેમનું ધ્યાન તેમના FIDE રેન્કિંગને વધારવા પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘નમો’ પર પહેલેથી જ જાહેરાત કરી હતી કે હું નમો એપ ઓપન ફોરમ પર ખૂબ જ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું, જેમાંથી 8 માર્ચે મહિલા દિવસ પર મારા ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરવા માટે કેટલીક મહિલાઓની પસંદગી કરવામાં આવશે. હું તમને વિનંતી કરું છું કે આવી વધુ જીવન યાત્રાઓ શેર કરો.

AMCની નવી પહેલ, ‘અમદાવાદ કેમ’ થકી સામાન્ય લોકો જોડાશે સ્વચ્છતા અભિયાનમાં

અમદાવાદ: શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશને નવી પહેલ શરૂ કરી છે. હવે જો કોઈ રસ્તા પર ગંદકી કરે કે થૂંકે, તો તેનો ફોટો પાડી ‘Ahmedabad CAM’ એપ્લિકેશન પર અપલોડ કરી શકાય. AMC એપ્રિલ મહિનામાં આ એપ લોન્ચ કરશે, જેનાથી નાગરિકો પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બની શકશે.

ગંદકી અને થૂંકનારા સામે થશે કડક કાર્યવાહી

અમદાવાદના રસ્તાઓ પર ગંદકી કરનારા અને જાહેરમાં થૂંકનારાને હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે. નવા નિયમ મુજબ, કોઈ પણ નાગરિક ‘Ahmedabad CAM’ એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરીને ફરિયાદ નોંધાવી શકશે. જે પછી AMC જે તે વ્યક્તિને દંડ ફટકારશે. આ એપમાં આડેધડ પાર્કિંગ અને રોંગ સાઇડ આવતાં વાહનોના ફોટા પણ મોકલી શકાય, જેના આધારે નોટિસ મોકલી દંડ વસૂલાશે.

સ્વચ્છતા પ્રોત્સાહન માટે ગિફ્ટ વાઉચર પણ મળશે

કોર્પોરેશન શહેરીજનોમાં સ્વચ્છતાની જાગૃતતા વધારવા માટે વિવિધ પ્રયાસ કરી રહ્યું છે. જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો, હોટલ અને રેસ્ટોરંટ પર પણ દંડની કાર્યવાહી કરાશે. જન સહભાગીતા વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જે લોકો ગંદકી કરનારા લોકોના ફોટા અપલોડ કરશે, તેમને AMC દ્વારા ગિફ્ટ વાઉચર આપવાની પણ યોજના છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હોળી રમવા વિદ્યાર્થીઓને મંજૂરી

નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમમાં હોળી રમવાની મંજૂરી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે. મેનેજમેન્ટ દ્વારા પહેલાં એની મંજૂરી નહોતી આપવામાં આવી અને એને કારણે ઘણો વિવાદ પણ થયો હતો. જોકે હવે NRSC હોલ 13-14 માર્ચે હોળી રમવાની મંજૂરી આપવામાં આવી છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇચ્છતા હતા કે નવ માર્ચે આયોજન કરવાની મંજીરી મળે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમણે એક પત્ર દ્વારા હોળી રમવાની મંજૂરી આપી હતી. જોકે એ માગને પહેલાં નહોતી માનવામાં આવી.

યુનિવર્સિટીમાં હોળીને લઈને હંગામો મચી ગયો હતો. 9 માર્ચે ખાસ હોળી કાર્યક્રમ માટે પરવાનગી ન મળવા બદલ અખિલ ભારતીય કરણી સેનાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરણી સેનાનો આરોપ છે કે AMU વહીવટી તંત્ર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ‘હોળી મિલન’ કાર્યક્રમ માટે પરવાનગી માગી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો પરવાનગી નહીં મળે તો તેઓ 10 માર્ચે AMUમાં પ્રવેશ કરશે અને હોળી ઊજવશે.

અખિલ ભારતીય કરણી સેનાના પ્રમુખ જ્ઞાનેન્દ્ર સિંહ ચૌહાણે AMU વહીવટી તંત્ર પર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે અમે PMને સંબોધિત DMને એક મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે AMUમાં હિન્દુ વિદ્યાર્થીઓ સાથે અલગ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો ‘ખાસ’ હોળી કાર્યક્રમને મંજૂરી નહીં મળે, તો 10 માર્ચે અમે AMUમાં પ્રવેશ કરીશું અને વિદ્યાર્થીઓ સાથે હોળી ઊજવીશું.

 

સુરતમાં સામૂહિક આપઘાત, દેવામાં ફસાયેલા પરિવારે દવા ગટગટાવી

સુરત: શહેરના અમરોલી વિસ્તાર સ્થિત એન્ટેલિયા ફ્લેટમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ પરિવારમાં પિતા, માતા અને 30 વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. જાણ થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડૉક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા.

લેણદારોની હેરાનગતિથી મજબૂર પરિવાર

પ્રાથમિક માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. ઉદ્યોગમાં આવેલ મંદી અને વધતા કરજથી પરિવાર પર આર્થિક બોજ વધતો ગયો. તેઓએ નવો ફ્લેટ લીધો હતો, જેમાં ચાર હપ્તા બાકી હતા. આ ઉપરાંત, રોજગાર ગુમાવવાના કારણે અન્ય જગ્યાએથી પણ નાણાં ઉધાર લેવાના બન્યા. લેણદારોની સતત હેરાનગતિથી કંટાળીને ભરતભાઇ સસાંગિયા, તેમની પત્ની વનિતા સસાંગિયા અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ ભયાનક પગલું ભર્યું.

સુસાઇડ નોટમાં ઉલ્લેખિત લેણદારોના નામ

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મકાનમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લેણદારોના નામો ઉલ્લેખવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સિનિયર્સ દ્વારા મેડિકલ કોલેજમાં ત્રણ ઇન્ટર્ન ડોક્ટર્સ પર રેગિંગ

અમદાવાદઃ  ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ થયું છે. ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને પર અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત આઠ લોકોએ રેગિંગ કર્યું હતું. આ ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ  છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગઈ કાલે રાત્રે મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલ ડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના ચાર ઈન્ટર્ન સહઅધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખસો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પૂછવામાં આવતા હતા અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.

આ ઉપરાંત કેફી દ્રવ્યોનું સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના ત્રણ કલાકે હોસ્ટેલે લાવ્યા હતા અને તેમના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ  ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતાં મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ મામલે MLC નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે મેડિકલ કોલેજના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે મારામારીનો બનાવ બન્યાની ફરિયાદ આવી છે. આવતી કાલ શનિવારે રેગિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં થનારા નિર્ણય અંગે આગળની થતી કાર્યવાહી થશે. મેડિકલ કોલેજના કોન્વોકેશનના આયોજનને લઈને વિદ્યાર્થીઓના જૂથ પડી ગયા હતા અને તેના કારણે આ બનાવ બન્યો હતો. જોકે મારામારીનું સાચું કારણ પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળી શકશે.

એર ઈન્ડિયા દ્વારા વ્હીલચેર ન આપતા 82 વર્ષીય વૃદ્ધા પડી ગયા, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: એરપોર્ટ પર એર ઇન્ડિયા દ્વારા અગાઉથી બુક કરાયેલ વ્હીલચેર આપવા માટે ના પાડવામાં આવ્યા બાદ એક 82 વર્ષીય વૃદ્ધા પડી ગયા હતા. જેના કારણે તેમના મગજમાં રક્તસ્ત્રાવ થવાના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. વ્હીલચેર માટે એક કલાક રાહ જોયા પછી, આ વૃદ્ધ મહિલા કે જેઓ એક સ્વર્ગસ્થ લેફ્ટનન્ટ જનરલના પત્નિી છે તેમણે પરિવારના સભ્યની મદદથી એરપોર્ટ પર ઘણું દૂર ચાલવું પડ્યું હતું. જો કે એરલાઇનના કાઉન્ટર પાસે પહોંચતા સુધીમાં તો તેઓ પડી ગયા હતા.વૃદ્ધાના પૌત્રીએ આરોપ લગાવ્યો કે તેમને એરપોર્ટ પર પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવી ન હતી અને આખરે વ્હીલચેર આવ્યા પછી, તેમના હોઠમાંથી લોહી નીકળતું હતું અને તેમના માથા અને નાકમાં ઈજાઓ થઈ હતી. પૌત્રીએ કહ્યું કે તેમના દાદી બે દિવસથી ICUમાં છે અને તેમના શરીરનો ડાબો ભાગ શક્તિ ગુમાવી રહ્યો છે.પૌત્રીની પોસ્ટના જવાબમાં, એર ઇન્ડિયાએ કહ્યું કે તેઓ આ ઘટનાથી “ચિંતિત” છે અને તેમના દાદી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરે છે. એરલાઇન્સે ભારપૂર્વક જણાવ્યું કે તે “આ ઘટના પર સક્રિયપણે કામ કરી રહી છે” અને વહેલી તકે વિગતો શેર કરશે.શુક્રવારે સવારે 2 વાગ્યે છેલ્લે સંપાદિત કરાયેલ X પરની એક પોસ્ટમાં, પૌત્રી પારુલ કંવરે લખ્યું કે તેમણે મંગળવાર માટે દિલ્હીથી બેંગલુરુ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI2600) બુક કરાવી હતી. મુસાફરોમાં તેમના 82 વર્ષીય દાદી પણ હતા, જેમનું નામ, શ્રીમતી કંવરે શેર કરેલી ટિકિટ મુજબ, રાજ પસરિચા છે. ટિકિટમાં “વ્હીલચેરથી વિમાનના દરવાજા” માટે ખાસ વિનંતીનો પણ ઉલ્લેખ છે અને તેની પુષ્ટિ થયેલી છે.

“હું આ પોસ્ટ કરું છું કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ નથી અને કારણ કે તે મને ગુસ્સો એ વાતનો આવે છે કે માનવ જીવન અને સુખાકારીનું આટલું ઓછું મૂલ્ય છે?”

‘કોઈએ મદદ કરી નહીં’

પારુલ કંવરે વધુમાં જણાવ્યું છે કે, જ્યારે તેઓ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 (T3) પર પહોંચ્યા, ત્યારે શ્રીમતી પસરિચાને વ્હીલચેર ફાળવવામાં આવી ન હતી. પરિવારે કહ્યું કે, તેમણે એક કલાક સુધી પ્રયાસ કર્યો અને એર ઇન્ડિયાના સ્ટાફ, એરપોર્ટ હેલ્પ ડેસ્ક તેમજ અન્ય એરલાઇનના સ્ટાફ સભ્યોને વિનંતી કરી, પરંતુ કોઈ વ્હીલચેરની વ્યવસ્થા થઈ શકી નહીં.“બીજો કોઈ વિકલ્પ ન હોવાથી, આ વૃદ્ધ મહિલા પરિવારના એક સભ્યની મદદથી ધીમે-ધીમે T3 નવી દિલ્હી ખાતે 3 પાર્કિંગ લેન પાર કરી. તે પગપાળા એરપોર્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યા, છતાં પણ કોઈ વ્હીલચેર કે સહાય આપવામાં આવી ન હતી. અંતે, તેમના પગ લથડી ગયા, અને તેઓ પડી ગયા – તે એર ઇન્ડિયાના પ્રીમિયમ ઇકોનોમી કાઉન્ટર સામે પડી ગયા. એક પણ વ્યક્તિ મદદ કરવા આગળ ન આવ્યા. અમે કોઈને પ્રાથમિક સારવાર આપવા માટે વિનંતી કરી – કોઈએ મદદ કરી નહીં.”

“એર ઇન્ડિયાના સ્ટાફ પાસેથી અપેક્ષા હતી કે પરિવારના સભ્ય MI (તબીબી નિરીક્ષણ) રૂમમાં જાય અને તબીબી સહાય મેળવે. અંતે, વ્હીલચેર આવી, અને તેમને યોગ્ય તપાસ વિના તાત્કાલિક બોર્ડ પર બેસાડી દેવામાં આવ્યા, કારણ કે તેમના હોઠમાંથી લોહી નીકળતું હતું અને તેમના માથા અને નાકમાં ઈજા થઈ હતી. ફ્લાઇટમાં ક્રૂએ બરફના પેક સાથે મદદ કરી અને તબીબી સહાય માટે બેંગ્લોર એરપોર્ટ પર બોલાવી, જ્યાં તેમને ડૉક્ટર દ્વારા જોવામાં આવ્યા અને 2 ટાંકા લેવામાં આવ્યા,” તેણીએ ઉમેર્યું.

‘દુઃખાવાનો લાંબો રસ્તો’

પારૂલ કંવરે લખ્યું છે કે તેઓ ICUમાંથી પોસ્ટ લખી રહ્યા છે, જ્યાં તેમના દાદી બે દિવસથી મગજમાં રક્તસ્ત્રાવ માટે નિરીક્ષણ હેઠળ છે. પારૂલ કંવરએ ઉમેર્યું કે પરિવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અને એર ઇન્ડિયા સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

શું વ્હાઈટ હાઉસમાં ઈલોન મસ્ક અને માર્કો રુબિયો વચ્ચે ઘર્ષણ થયું?

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બોલાચાલીનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં હવે વ્હાઇટ હાઉસમાંથી બીજી એક બોલાચાલીના સમાચારે ચર્ચા શરૂ કરી દીધી છે. વ્હાઈટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના સલાહકાર ઈલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા. આ વિવાદ હાલમાં જ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલા સ્ટાફના ઘટાડાને પગલે થયો હતો.

મીટિંગમાં ઉગ્ર ચર્ચા થઈ

રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને ફેડરલ નોકરશાહીમાં મોટા પાયે કાપ મૂકવાની જવાબદારી સોંપી હતી. મીટિંગ દરમિયાન, મસ્કે રુબિયો પર આરોપ લગાવ્યો કે તેમણે હજુ સુધી “કોઈને કાઢી મૂક્યા નથી” અને સ્ટાફમાં નોંધપાત્ર ઘટાડો કરવાના તેમના પ્રયાસોનો વિરોધ કર્યો છે.

જેના પર જવાબ આપતાં રુબિયોએ કહ્યું કે, રાજ્ય વિભાગના 1,500 કર્મચારીઓએ વહેલા નિવૃત્તિ પેકેજ હેઠળ રાજીનામું આપ્યું છે. તેમણે કટાક્ષમાં પૂછ્યું, ‘શું મસ્ક ઇચ્છે છે કે હું તે બધાને ફરીથી નોકરી પર રાખું, જેથી તેમને ફરીથી ઔપચારિક રીતે કાઢી શકાય?’

ફરિયાદો બાદ બોલાવવામાં આવી બેઠક

વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓની ફરિયાદોને પગલે આ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સરકારી એજન્સીઓના વડાઓએ મસ્કની સ્ટાફ કાપ અભિયાનની પદ્ધતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ લેજિસ્લેટિવ અફેર્સને તાજેતરના દિવસોમાં ઘણા ગુસ્સે ભરાયેલા રિપબ્લિકન ધારાસભ્યો તરફથી ફરિયાદો મળી છે જેઓ તેમના મતવિસ્તારમાં મતદારોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે.ટ્રમ્પે રિપોર્ટને ફગાવી દીધો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલને ફગાવી દીધો. જ્યારે એક પત્રકારે તેમને આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘કોઈ ઝઘડો નહોતો, હું ત્યાં હાજર હતો.’ તમે ફક્ત બિનજરૂરી રીતે મુદ્દો ઉભા કરી રહ્યા છો. એલોન અને માર્કો વચ્ચે બધું બરાબર છે અને બંને ખૂબ સારું કરી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યું, ‘માર્કોએ વિદેશ સચિવ તરીકે અવિશ્વસનીય કામ કર્યું છે, અને એલોન એક અનોખા વ્યક્તિ છે જેમણે શાનદાર કામ કર્યું છે.’

ગાઝા વિરોધી પ્રદર્શનોને પગલે, ટ્રમ્પે કોલંબિયા યુનિવર્સિટીની $400 મિલિયનની ગ્રાન્ટ પાછી ખેંચી

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે યહૂદી વિદ્યાર્થીઓના સતત ઉત્પીડન પર નિષ્ક્રિયતા દાખવવા બદલ કોલંબિયા યુનિવર્સિટીને $400 મિલિયન (રૂ. 3,486 કરોડ)ની ગ્રાન્ટ અને કરાર રદ કર્યો છે. યહૂદી વિદ્યાર્થીઓનો વિરોધ કરનારા લોકોને શોધવા માટે એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જેમાં ન્યાય, શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવા અને સામાન્ય સેવા વિભાગના લોકોનો સમાવેશ થતો હતો.શુક્રવારે ટાસ્ક ફોર્સના સભ્યોના વિભાગો દ્વારા કેટલીક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, યુનિવર્સિટી સામે કાર્યવાહીના પ્રથમ તબક્કામાં આ ગ્રાન્ટ અને કરાર રદ કરવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સે, અન્ય એજન્સીઓ સાથે મળીને, તપાસ ચાલુ રાખી રહી છે અને ભવિષ્યમાં આવી વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન શાળાઓમાં યહૂદી વિરોધી ભાવનાઓ અને જાતિગત અને લિંગ ભેદભાવને પ્રોત્સાહન આપતા શિક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ગાઝા પરના હુમલા પછી ઇઝરાયલને અમેરિકન સમર્થન સમાપ્ત કરવાની માંગણી સાથે થયેલા પ્રદર્શનોના કેન્દ્રમાં કોલંબિયા યુનિવર્સિટી હતી. વિરોધ પ્રદર્શનો અને પ્રતિ-વિરોધ પર યહૂદી-વિરોધ અને ઇસ્લામોફોબિયાના આરોપો લાગ્યા. કોલંબિયાએ અગાઉ કહ્યું છે કે તેણે યહૂદીઓના વિરોધ સામે લડવા માટે પ્રયાસો કર્યા છે.વ્હાઇટ હાઉસના આ આદેશના જવાબમાં, OCR એ કોલંબિયા અને નોર્થવેસ્ટર્ન સહિત પાંચ યુનિવર્સિટીઓમાં નવી યહૂદી વિરોધી તપાસ શરૂ કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે નવું વહીવટી તંત્ર સતત પ્રાથમિકતાઓ બદલી રહ્યું છે. આવી સ્થિતિમાં, હાલ પૂરતું દૈનિક કામ બંધ કરી દેવામાં આવ્યું છે. શાળાઓ, કોલેજો અથવા ફરિયાદીઓ સાથેની વાતચીત પર નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના યહૂદી-વિરોધ અને લિંગ ઓળખ પર સખત ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્ણય અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે OCOR હવે વંશીય ભેદભાવ પર આધારિત દુર્વ્યવહાર, અથવા ઇસ્લામોફોબિયા પર પૂરતું ધ્યાન આપશે નહીં. ઓફિસે તેના અધિકારક્ષેત્રમાં આવતી બધી ફરિયાદો પર કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ રાજકીય પ્રાથમિકતાઓના આધારે કયા કેસ ચલાવવા તે નક્કી કરવામાં અને પસંદ કરવામાં અવરોધ લાવી શકે છે.