અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના પગલે તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. ટ્રમ્પે થોડાંક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આગામી 2 એપ્રિલથી અમેરિકા ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરશે. જો કે આજે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી વસૂલવામાં આવતા ટેરિફમાં ઘટાડો કરવા રાજી થઈ ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં કહ્યું કે કોઈ તો છે જે ભારતની પોલ ખોલી રહ્યું છે. વ્હાઈટ હાઉસથી નેશનલ લેવલ પર સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી ભારે ટેક્સ વસૂલી રહ્યું હતું. અમે ભારતમાં કોઈ વસ્તુ વેચી નહોતા શકતા. જો કે હવે ભારતે નમતું વલણ અપનાવ્યું છે. તે ટેરિફમાં ઘટાડો કરવા રાજી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ઝટકો આપતા કહી દીધું છે કે યુક્રેન સાથે જ્યાં સુધી રશિયા યુદ્ધવિરામ નહીં કરે ત્યાં સુધી અમે તેની સામે પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છીએ. રશિયા હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યો છે. બંને પક્ષો સમજૂતિ કરવા તૈયાર છે. અમે મુદ્દાને ઉકેલી લઈશું.
ફિલ્મ ‘ઝુબેદા’ (૨૦૦૧) નું ‘સૈયાં છોડો મોરી બૈયાં’ ગીત ગાયિકા રિચા શર્માએ પિતાએ આપેલી શીખ યાદ કરીને કેવી રીતે મેળવ્યું અને એના માટે કેવી મહેનત કરી એનો કિસ્સો બહુ મજેદાર છે. સંગીતકાર એ. આર. રહેમાન મુંબઈમાં ‘ઝુબેદા’ ના ગીતોના રેકોર્ડિંગ માટે આવ્યા હતા. એમણે રિચાને હોટેલમાં મળવા બોલાવી. એ જ દિવસે રિચાનો શહેરમાં સંગીત શૉ હતો. ત્યાં જતાં પહેલાં રસ્તામાં જુહુ પર આવેલી હોટેલમાં એ મળવા ગઈ. ત્યાં બીજા ઘણા લોકો એમને મળવા આવ્યા હતા.
રહેમાને બધાંની વચ્ચે પૂછ્યું કે તને ઠુમરી ગાતા આવડે છે? રિચાએ તરત જ કહ્યું કે,‘હા, હું ગમે તે ગાઈ શકું છું.’ અસલમાં રિચાને ઠુમરી ગાવાનું આવડતું ન હતું. પરંતુ એને પિતાએ શીખવાડયું હતું કે ક્યારેય કોઈ સારા કામ માટે ના પાડવી નહીં. પછીથી વિચારવાનું કે કરી શકાશે કે નહીં પણ પ્રયત્ન જરૂર કરવાનો. રહેમાને કહ્યું કે આજે રાત્રે ૯-૧૦ વાગે સ્ટુડિયો પર આવી જજે. રિચાએ કહ્યું કે આજે રાત્રે મારો શૉ છે. હું અહીંથી ત્યાં જ જઈ રહી છું. શૉ પછી હું આવું તો ચાલશે? રહેમાને સમય પૂછ્યો એટલે રિચાએ અંદાજે રાત્રે ૧ વાગે આવી શકશે એમ કહ્યું. રહેમાને કહ્યું કે નિર્દેશક શ્યામ બેનેગલ પણ હાજર રહેવાના છે. એ વૃધ્ધ છે અને રાત્રે મોડું એમને માટે મુશ્કેલ બનશે.
રિચાએ વિનંતી કરી કે તમે એમને સમજાવશો. હું મારું કામ પતાવીને તરત જ નીકળીને આવી જઈશ. એમણે સંમતિ આપી. રિચા શૉમાં ગઈ અને સ્ટેજ પર સુવર્ણ રંગનો લહેંગો અને અનેક ઘરેણાં પહેરીને પોતાનું પર્ફોર્મન્સ આપી ત્યાંથી એ જ કપડામાં રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી ગઈ. કેમકે કપડાં બદલવાનો અને ઘરેણાં કાઢવાનો સમય ન હતો. એ પહોંચી ત્યારે એનો ડ્રેસ જોઈને બધાંને નવાઈ લાગી. રિચાએ કહ્યું કે હું ઠુમરી ગાવા માટે વિશેષ ગેટઅપમાં આવી છું! બેનેગલે એને આવકારી અને ઠુમરી ગીત ‘સૈયાં છોડો મોરી બૈયાં’ ગાવા મુખડું અને અંતરા આપ્યા. રિચાને એમાં પોતાની રીતે આલાપમાં ફેરફાર કરવા છૂટ આપી. રિચાએ પોતાની રીતે પણ એને ગાયું. અને એટલું સરસ રીતે ગાયું કે જાણે એ વર્ષોથી ઠુમરી ગાતી હોય.
આ કેમ શક્ય બન્યું કેમકે એ જ્યારે રહેમાનને મળીને શૉ માટે જવા નીકળી ત્યારે રસ્તામાં એક દુકાનમાંથી ગિરિજાદેવી, શોભા ગુર્ટુ વગેરેની ઠુમરીની સીડી ખરીદી હતી અને કારમાં સાંભળતી ગઈ હતી. એને સમજમાં આવી ગયું હતું કે ઠુમરીમાં બધો ખેલ ભાવનો હોય છે. એ મુજબ જ રિચાએ ઠુમરી ગીતને સારો અંજામ આપ્યો હતો. રિચા માને છે કે ફિલ્મોમાં ભાગ્યે જ ઠુમરી ગીત આવે છે ત્યારે એને આ તક મળી હતી. પાછળ જતાં સંગીતના રિયાલીટી શૉમાં ગાયિકા પોતાની પસંદગી થાય અને પોતે સારું ગાઈ શકે છે એ સાબિત કરવા ખાસ આ ગીત રજૂ કરતી રહી છે. અને ‘સૈયાં છોડો મોરી બૈયાં’ એક ઓડિશન ગીત જેવું બની ગયું છે.
નવી દિલ્હીઃ દિલ્હી સરકાર આવતી કાલથી (મહિલા દિવસથી) મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરશે . આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. જોકે અત્યાર સુધી ભાજપની આ મુખ્ય યોજનાને કેબિનેટ દ્વારા પસાર કરવામાં નથી આવી. કેબિનેટ દ્વારા પ્રસ્તાવ પસાર થયા પછી પાત્રતા અને અન્ય માહિતી શેર કરવામાં આવશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હીનાં CM રેખા ગુપ્તા અને ભાજપની મહિલા વિંગનાં અધ્યક્ષ ત્યારે હાજર રહેશે.
આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે, જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ ટેક્સ નથી ભરતી. આ યોજનાનો લાભ 18થી 60 વર્ષની વયની એવી મહિલાઓને મળશે, જેમની પાસે સરકારી નોકરી નથી અને જેમને અન્ય કોઈ સરકારી નાણાકીય સહાય મળતી નથી.
આ યોજના હેઠળ નોંધણી માટે આઠ માર્ચે ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવશે: મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઈ-રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ માટે સરકાર 8 માર્ચે એક ખાસ પોર્ટલ અને મોબાઇલ એપ લોન્ચ કરશે, જ્યાં મહિલાઓ મતદાર કાર્ડ, BPL કાર્ડ, આધાર કાર્ડ અને આવક પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને અરજી કરી શકશે.
આ યોજનાનો લગભગ 20 લાખ મહિલાને લાભ મળશે: દિલ્હીમાં 72 લાખ મહિલા મતદારો છે. આમાંથી લગભગ 50 ટકા મહિલા મતદારો છે. હાલ મહિલા લાભાર્થીઓને ઓળખવા માટે સરકાર વિવિધ વિભાગો પાસેથી ડેટા એકત્રિત કરી રહી છે.
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજના શરૂ કરવામાં આવશે: મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવા માટે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એક મોટો કાર્યક્રમ યોજાશે. આમાં લગભગ 5000 મહિલા ભાગ લે એવી અપેક્ષા છે.
કચ્છ: લક્ઝમબર્ગ, રોમાનિયા અને સ્લોવેનિયા સહિત નવ દેશના મહિલા રાજદૂતોના એક પ્રતિનિધિમંડળે અદાણી ગ્રુપના નવીનીકરણીય ઉર્જા અને અન્ય પ્રોજેક્ટ્સનો અભ્યાસ કર્યો અને આ સુવિધાઓમાં મહિલા કાર્યબળની ભાગીદારીની પ્રશંસા કરી. કચ્છ જિલ્લાના ખાવડા ખાતે અદાણી ગ્રીન એનર્જીના 30-ગીગાવોટના સ્વચ્છ ઉર્જા પ્લાન્ટમાં મહિલા ઇજનેરો સાથે વાતચીત કરતા સમયે, પ્રતિનિધિઓએ ભાર મૂક્યો કે કાર્યસ્થળો પર લિંગ સમાનતાનો અમલ કેવી રીતે દેશના આર્થિક વિકાસ માટે ચાવીરૂપ છે.પ્રતિનિધિમંડળના સભ્યોમાં ભારતમાં ઇન્ડોનેશિયાના રાજદૂત ઇના ક્રિષ્નામૂર્તિ; માર્જે લુપ (એસ્ટોનિયા); ડાયના મિકેવિસિએન (લિથુઆનિયા); અના તાબાન (મોલ્ડોવા); માટેહા વોદેબ ઘોષ (સ્લોવેનિયા); સેના લતીફ (રોમાનિયા); અને પેગી ફ્રાન્ટઝેન (લક્ઝમબર્ગ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સેશેલ્સના હાઈ કમિશનર લલાટિયાના એકુચે અને લેસોથોના હાઈ કમિશનર લેબોહાંગ વેલેન્ટાઇન મોચાબા પણ પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
#WATCH | Gujarat: Ahead of #InternationalWomensDay on 8th March, a delegation of women Ambassadors from nine nations visited Adani Group’s projects in Khavda and Mundra, where they witnessed India’s strides in clean energy, infrastructure and industrial development. pic.twitter.com/fRWv4FYMjg
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા તેમના પ્રવાસ દરમિયાન, સાત રાજદૂતો અને બે ઉચ્ચ કમિશનરોએ પોર્ટ્સ-ટુ-એનર્જી સમૂહની પરોપકારી શાખા, અદાણી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત સ્વ-સહાય જૂથો (SHG)ના મહિલા સભ્યો સાથે પણ વાતચીત કરી.”રાજદૂતોએ પ્રત્યક્ષ રીતે જોયું કે નવીનીકરણીય પ્રોજેક્ટ કેવી રીતે અત્યાધુનિક ટેકનોલોજીને ટકાઉ વિકાસ સાથે સાંકળે છે, જેમાં મહિલા ઇજનેરો દ્વારા દેખરેખ હેઠળ એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (ENOC)નો સમાવેશ થાય છે,” અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું.મુન્દ્રા બંદર જે દેશના લગભગ 11 ટકા દરિયાઈ કાર્ગોનું સંચાલન કરે છે અને તેના 33 ટકા કન્ટેનર ટ્રાફિકનું સંચાલન કરે છે. ત્યાં મુલાકાતી રાજદૂતોએ મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (EMC)ની મુલાકાત કરી, જ્યાં વૈશ્વિક ખેલાડીઓ અદ્યતન ઉત્પાદનમાં રોકાણ કરી રહ્યા છે.
“અદાણી ફાઉન્ડેશનના કાર્યબળને જોઈને ખૂબ જ પ્રભાવશાળી લાગ્યું. અમે યુવા ઇજનેરોને કેમ્પસમાંથી ભરતી કરીને અહીં પ્રયોગશાળાઓમાં લાવતા જોયા. તેઓ તેમના પરિવાર કલ્યાણમાં પણ… ભારતના સમગ્ર સામાજિક અને આર્થિક વિકાસમાં ફાળો આપી રહ્યા છે. આ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ સારા સમાચાર છે,” રોમાનિયન રાજદૂત લતીફે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું. તેમણે કહ્યું કે અદાણી જૂથે બિનખેતીલાયક જમીનને સૌર પ્લાન્ટ, ઉત્પાદન સ્થળો અને કાર્યાત્મક શહેરોમાં પરિવર્તિત કરી છે જેણે માત્ર રોજગારીનું સર્જન જ નહીં પરંતુ પ્રદેશ અને ભારત માટે ઊર્જા પણ પૂરી પાડી છે. તેમણે વધુમાં કહ્યું કે રોમાનિયા ભારત સાથે સહયોગ કરવાની તકો શોધી રહ્યું છે.
“તમને મારો સંદેશ એ છે કે એક મહિલા તરીકે તમે જે સમાજમાં રહો છો તેના ઇજનેર છો, તમારા પરિવારના ઇજનેર છો. તમારે બહાદુર બનવું પડશે, તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવું પડશે,” લેસોથોના હાઇ કમિશનર મોચાબાએ મહિલા ઇજનેરોને કહ્યું.
“મહિલાઓ આ ગ્રુપમાં ઓપરેશનલ લેવલથી લઈને ટોપ મેનેજમેન્ટ સુધીના તમામ હોદ્દા પર કામ કરી રહી છે… તેથી તે સશક્તિકરણ છે કે મહિલાઓ ભારતના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં મોખરે છે,” તેણીએ કહ્યું, અને ઉમેર્યું કે આ ગ્રુપ વિવિધ હસ્તકલા વસ્તુઓ બનાવતી અને તેમના પરિવારોને ટેકો આપવા સક્ષમ સ્વ-સહાય જૂથની મહિલાઓને પણ ટેકો આપી રહ્યું છે.સેશેલ્સના રાજદૂત એકુચે કહ્યું કે તે ભારતમાં હાઇ કમિશનર બનનારી તેમના દેશની પ્રથમ મહિલા છે. “હું મેનેજમેન્ટ (અદાણી ગ્રુપ)નો આ માટે આભાર માનું છું. મહિલાઓ બાળકોના શિક્ષણ અને વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે…”.
એસ્ટોનિયાના રાજદૂત લુપે પણ કહ્યું, “વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓને કામ કરતા જોવું ખૂબ જ રસપ્રદ હતું. આટલા મોટા પાયે સોલાર પેનલનું ઉત્પાદન અને તેમાં મહિલાઓની ભાગીદારી જોવી પ્રભાવશાળી હતી.
લક્ઝમબર્ગના રાજદૂત ફ્રાન્ટઝેન પણ “આ પ્રોજેક્ટ અને સામાજિક અને આર્થિક મોરચે મહિલાઓને સશક્તિકરણને પ્રોત્સાહન આપતા વ્યવસાયના વિકાસમાં ભાગ લેતી ઘણી બધી યુવા મહિલા એન્જિનિયરો જોઈને પ્રભાવિત થયા”.
સ્લોવેનિયાના રાજદૂત વોદેબ ઘોષે જણાવ્યું હતું કે, “અમે અહીં જે વાર્તાઓ જોઈ છે તે ખૂબ જ પ્રોત્સાહક છે અને એવું લાગે છે કે ભારતીય મહિલાઓ આર્થિક વિકાસમાં જોડાવા અને પરિવારોને સહાય પૂરી પાડવા માટે પ્રયત્નો કરી રહી છે.”
અમદાવાદ: 8 અને 9 માર્ચે છઠ્ઠા ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ (GVCCC) હેરિટેજ કાર શોનું આયોજન અમન આકાશ પાર્ટી પ્લોટ ખાતેે કરવામાં આવ્યું છે. GVCCC અને હાઉસ ઓફ અમન આકાશ દ્વારા આયોજિત, આ કાર્યક્રમમાં 125થી વધુ દુર્લભ વિન્ટેજ કાર અને મોટરસાયકલ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઓટોમોબાઈલના ઉત્ક્રાંતિની ઝલક રજૂ કરશે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બારવાનીના મહારાજા માનવેન્દ્ર સિંહજી દ્વારા કરવામાં આવશે. જે કાર રસિકો, ઇતિહાસ પ્રેમીઓ અને સંગ્રહકોને આકર્ષિત કરશે. મુલાકાતીઓને ઓટોમોટિવ ઇતિહાસના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણો જોવાની તક મળશે. જેમાં પ્રખ્યાત 1950 MG YT, જેને લાલપરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 14 દેશોમાં 13,500 કિમીની નોંધપાત્ર મુસાફરી પૂર્ણ કરનારી ભારતની પ્રથમ વિન્ટેજ કાર છે. તેને પણ પ્રદર્શિત કરવામાં આવશે.અન્ય મુખ્ય આકર્ષણોમાં 1956 શેવરોલે બેલ એરનો સમાવેશ થાય છે, જે ત્રણ પેઢીઓથી એક જ પરિવાર પાસે છે, અને 1956 ડોજ સબર્બન, જે અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનરની કાર હતી.GVCCCના સ્થાપક અને પ્રમુખ સુબોધ નાથે જણાવ્યું હતું કે, “અમે પાંચ વર્ષના અંતરાલ પછી અમદાવાદમાં હેરિટેજ કાર શો લાવવાનો આનંદ માણીએ છીએ. આ વાહનો આધુનિક પરિવહનનો પાયો રજૂ કરે છે, અને અમે ભવિષ્યની પેઢીઓ માટે તેમને ઉજવવા અને સાચવવાનો ધ્યેય રાખીએ છીએ. આ શો વિન્ટેજ સુંદરતાને જોવાની એક દુર્લભ તક છે અને અમે અમદાવાદના લોકોને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”કાર શો 8 માર્ચે સવારે 11:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી અને 9 માર્ચે સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતા સાથે પ્રવેશ મફત છે અને ટિકિટ 109 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખરીદી શકાય છે.
અમદાવાદ: ભારત માટે એક મહત્વપૂર્ણ પગથિયું સમાન, કોરિયા પ્રજાસત્તાકના રાજદૂત લી સીઓંગ હો અને કોરિયાની ટીમની ઉપસ્થિતિમાં “ખંભટ્ટા ઇટર્નલ આઇ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે જ “વિઝન ઓન વ્હીલ્સ” ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, જે દૃષ્ટિ ખોઇ બેઠેલા દર્દીઓ માટે નવાં આયામ ખોલી દેશે. આ પહેલ, જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ અને દ્રષ્ટિ બચાવવાની માનવતાવાદી સેવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ કાર્ય છે, બારેજા સ્થિત આંખની હોસ્પિટલમાં સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
આ પ્રસંગે અરીઝ ખંભટ્ટા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને ખંભટ્ટા પરિવાર દ્વારા ઉદારતાથી આ પ્રોજેક્ટને સમર્થન આપવામાં આવ્યું. આ ઉદ્દઘાટન પ્રસંગે રસના ઇન્ટરનેશનલના ચેરમેન પીરુઝ ખંભટ્ટા, ટ્રસ્ટ સંચાલક બિનૈશા ખંભટ્ટા, તેમના પરિવારના સભ્યો અને BPA (Blind People’s Association) ના વરિષ્ઠ અધિકારીઓની હાજરી હતી. કોર્નિયા ડેમેજ થવા પર દર્દીઓને દૃષ્ટિ ગુમાવવાનો મોટો ખતરો રહે છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર વિકલ્પ છે જેની મદદથી દર્દી ફરીથી જોઈ શકે. બારેજા હોસ્પિટલમાં આંખ બેંકની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે દાતા દ્વારા આપવામાં આવેલી આંખની કીકીના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે ખાસ રચાઈ છે.
ઉદ્ઘાટન પ્રસંગે કોરિયન રાજદૂત લી સીઓંગ હો એ ગુજરાતમાં પરોપકાર અને સામાજિક જવાબદારીની સરાહના કરી. તેમણે જણાવ્યું કે, “કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દૃષ્ટિ બચાવવી એ માનવતાવાદી સેવા છે. લોકોમાં આંખ દાનની વિભાવના જાગૃત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.” બિનૈશા ખંભટ્ટા એ અરીઝ ખંભટ્ટા બેનેવોલન્ટ ટ્રસ્ટ ની માનવતાવાદી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને આંખ દાન પ્રચારની પ્રક્રિયાને સતત પ્રોત્સાહન આપવાની ખાતરી આપી. આ પ્રસંગે BPA પ્રમુખ રાજેન્દ્ર શાહ, જનરલ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાની અને BPA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી નંદિની રાવલ હાજર રહ્યા હતા.”વિઝન ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ દૃષ્ટિ વિહોણા દર્દીઓ સુધી આધુનિક તબીબી સારવાર પહોંચાડવાનો પ્રયાસ કરશે, જેથી જે દર્દીઓ હોસ્પિટલ સુધી નહીં પહોંચી શકે, તેઓ પણ આસાનીથી નિષ્ણાત સારવાર મેળવી શકે.આ પહેલ દ્વારા ગુજરાત અને સમગ્ર દેશમાં દૃષ્ટિ સંબંધી સમસ્યાઓ માટે વધુ અસરકારક ઉકેલ લાવવામાં સહાય મળશે.