સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ‘નેમ પ્લેટ વિવાદ’, આજે થશે સુનાવણી

નવી દિલ્હી: ઉત્તર ભારતના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારથી લઈને દિલ્હી વચ્ચે આવેલા માર્ગ પર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારના ખાદ્ય સામગ્રી વેચનારા લોકોએ ફરજીયાતપણે પોતાની લારી અથવા તો દુકાન પર તેમની ઓળખ સ્પષ્ટ થાય તે રીતે નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આ્યો છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેના પર સોમવારે સુનાવણી કરવામાં આવશે. આ મુદ્દા પર અત્યાર સુધીમાં ટી.એમ.સી. સાંસદ મહુઆ મોહિત્રા, પ્રોફેસર અપૂર્વાનંદ અને આકાર પટેલની સાથે-સાથે અને એન.જી.ઓ. દ્વારા પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

પ્રોફેસર અપૂર્વાનંદ અને આકર પટેલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના એ નિર્દેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે જેમાં શ્રાવણ મહિનામાં કાંવડ માર્ગ પર ખાદ્ય સામગ્રી વેચનારા દરેક દુકાનદારે પોતાની દુકાન બહાર માલિક અને કર્મચારીયોંના નામ લખવા પડશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો સંવિધાનના અનુચ્છેદ 14,15 અને 17 અંતર્ગત વ્યક્તિને આપવામાં આવતા પાયાના અધિકારોને પ્રભાવિત કરે છે. સાથે જ તે મુસ્લિમ પુરૂષોના અધિકારોંને પણ પ્રભાવિત કરે છે, જે અનુચ્છેદ 19(1)નું ઉલ્લંઘન કરે છે. કારણ કે આ આદેશના કારણે તેમની આજીવિકા પર અસર પડશે. આ આદેશ અસ્પૃશ્યતાની પ્રથાનું પણ સમર્થન કરે છે જે ભારતના સંવિધાનના અનુચ્છેદ 17 અંતર્ગત સ્પષ્ટ રૂપથી કોઈપણ રીતે માન્ય નથી.