સોશિયલ મિડિયા પર “Trump is Dead” શા માટે થઈ રહ્યું છે ટ્રેન્ડ?

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ‘Trump is Dead’ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ છે. આ ટ્રેન્ડે દુનિયાભરના યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. આ ટ્રેન્ડ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી અફવાઓને કારણે પણ હોવાની શક્યતા છે.

જેડી વેન્સનું નિવેદન ચર્ચામાં

આ ટ્રેન્ડે યુઝર્સને અંદાજ લગાવવાનું મજબૂર કર્યું છે કે શું તેઓ કોઈ આરોગ્ય સંબંધિત ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પ અંગે ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સનું તાજેતરનું નિવેદન પણ ખૂબ ચર્ચામાં છે.

ટ્રમ્પની જગ્યાએ લેવા તૈયાર છું: જેડી વેન્સ

ઉપ રાષ્ટ્રપતિ વેન્સે USA ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ‘અદભુત ઊર્જા’ અને સારા આરોગ્યમાં છે. તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ ‘ભયાનક દુર્ઘટના’ બને તો તેઓ ટ્રમ્પની જગ્યાએ લેવા માટે તૈયાર છે, કારણ કે ઉપ રાષ્ટ્રપતિ તરીકે તેમને ‘ઓન-ધ-જોબ ટ્રેનિંગ’ મળી છે.

ટ્રમ્પને છે આ બીમારી

ટ્રમ્પના ડોક્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને ક્રોનિક વેનોસ ઇનસફિશિઅન્સી (CVI)  છે, જે સામાન્ય અને જીવલેણ ન ગણાતી સ્થિતિ છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ બીમારી જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા મીમ્સ

એક યુઝરે (AlwaysAsrith) X એક કાર્ટૂન અપલોડ કરી મીમ શેર કર્યો છે. તેની કેપ્શનમાં લખ્યું હતું –જો ટ્રમ્પ મરી ગયા હોય તો હું આ ટ્વીટને લાઈક કરનારને 100 ડોલર આપીશ.

વિવિધ પ્રકારના મીમ્સ

એક X યુઝરે લખ્યું છે કે આ બાબતે ચુપ્પી હોવા છતાં કે તેઓ મરી ગયા છે કે નહીં, હું એ દરેક ટ્વીટને લાઈક કરતો રહીશ, જેમાં લખેલું હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ મરી ગયા છે.