નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શનિવારે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં E20 પેટ્રોલ વિરુદ્ધ રાષ્ટ્રીય ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, જાણીતા કોમેડિયન શ્યામ રંગીલા, લોકપ્રિય યુટ્યુબર મનીષ કશ્યપ તેમ જ કાર-બાઈકની મરામત કરતા મિકેનિકોએ ભાગ લીધો હતો.
કેજરીવાલે માગ કરી હતી કે પેટ્રોલ પંપ પર લોકોને ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ અને સામાન્ય પેટ્રોલમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવવો જોઈએ. તેમણે E20 પેટ્રોલની કિંમત ઘટાડવા અને પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવાની માગ કરી હતી. તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર લોકોને E20 અને સામાન્ય પેટ્રોલમાંથી કોઈ એક પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ.
પીએમ મોદીના નિવાસ તરફ માર્ચ કાઢવાની જાહેરાત
આ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મંગળવારે બપોરે હસ્તાક્ષર અભિયાન હેઠળ એકત્રિત કરાયેલાં આવેદનો લગભગ 100 લોકોના જૂથ સાથે લોકકલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ માર્ચ કાઢશે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલે કેન્દ્ર સરકારને તે અહેવાલ જાહેર કરવાની માગ કરી, જેને આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે E20 પેટ્રોલથી વાહનોને કોઈ નુકસાન થતું નથી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે અભ્યાસ મુજબ E20 પેટ્રોલથી વાહનોને કોઈ નુકસાન થતું નથી. હું ઇચ્છું છું કે તેઓ તે અહેવાલ જાહેર કરે.
मेरी देश के लोगों की तरफ से सरकार से 3 मांगें हैं..
1) पेट्रोल पंप पर E20 और प्योर पेट्रोल का ऑप्शन होना चाहिए
2) प्योर पेट्रोल से E20 सस्ता होना चाहिए
3) पेट्रोल का दाम 84 रुपए/लीटर से कम होना चाहिए pic.twitter.com/ukbfNVDwVQ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 1, 2026
ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની અપીલ
તેમણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વાહનો ખરીદવાનું બંધ કરો. હવે ઇલેક્ટ્રિક વાહનો જ ખરીદો, કારણ કે આજે મોદી સરકાર E20 લાદી રહી છે. કાલે આ મુદ્દો શાંત થઈ જશે તો E25 અને E30 પણ લાવી દેશે. ત્યાર બાદ તમારી નવી ગાડીઓ પણ સુરક્ષિત નહીં રહે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર પ્રશ્નોના ઉત્તર આપવાને બદલે પ્રશ્ન પૂછનારાઓ સામે FIR નોંધાવી રહી છે. AAPપ્રમુખે લોકોને આ મુદ્દે પોતાનો વિડિયો બનાવીને સોશિયલ મિડિયા પર તેમને ટેગ કરવાની અપીલ કરી હતી.




