બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો મુદ્દે ઉગ્ર દેખાવો

અમદાવાદ: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ઉભી થયા બાદ પ્રજા હિંસક બની ગઈ. અનામતના આંદોલનથી શરૂ થયેલી અરાજક પરિસ્થિતિનો ભોગ બાંગ્લાદેશના હિંદુઓને બનાવવામાં આવ્યા. તેમના પર અત્યાચાર થયા ધાર્મિક સ્થાન, મકાનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો બાંગ્લાદેશ સહિત આખીય દુનિયાના હિંદુઓએ સડકો પર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો હતો.હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં પણ હવે બાંગ્લાદેશના હિંદુઓની સહાનુભૂતિ અને સમર્થનમાં લોકો માર્ગો પર આવી રહ્યા છે. દેશમાં ઠેર ઠેર હિંદુઓ પર અત્યાચાર બંધ થાય એ માટે ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સી.ટી.એમ વિસ્તારમાં શ્રી શિવ રાણા સેવા ટ્રસ્ટ, યુથ ઓફ યુનિવર્સ, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ જેવા હિંદુ હિત માટે સતત જાગૃત સંગઠનોએ હિંદુઓના રક્ષણ માટે ઉગ્ર માંગ કરી હતી. હિંદુ સંગઠનોએ બાંગ્લાદેશી ઘુસપેઠીયાઓને પણ તગેડી મુકવાની માંગ કરી બેનર્સ અને પોસ્ટર્સ સાથે માર્ગ પર દેખાવો કર્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)