અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના કાફલાની કારનો થયો અકસ્માત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના કાફલાની એક કાર એક SUV સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી. કારની ટક્કર ત્યારે થઈ જ્યારે બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન એક ઈવેન્ટમાંથી પરત ફરી રહ્યા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર બાયડન અને તેની પત્ની સુરક્ષિત છે, બંનેમાંથી કોઈને પણ કોઈ નુકસાન થયું નથી. અકસ્માત પછી બાયડનના સિક્રેટ સર્વિસ એજન્ટોએ તેમની બંદૂકો ટક્કર મારનાર ડ્રાઇવર તરફ તાકી હતી. સિક્રેટ સર્વિસે આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બાયડન રાત્રે 8:07 વાગ્યે વિલ્મિંગ્ટનમાં બિડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. બાયડને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી ડેલવેર લાયસન્સ પ્લેટોવાળા વાહને ઝુંબેશ કાર્યાલયના પ્રવેશદ્વારની સામે મોટરકૅડની રક્ષા કરતી એસયુવીને ટક્કર મારી હતી, અહેવાલમાં જણાવાયું છે. કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં સિક્રેટ સર્વિસ એજન્ટ્સ બિડેનને તેની કારમાં લઈ જતા બતાવવામાં આવ્યા છે. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. અકસ્માત પછી તરત જ, સુરક્ષા અધિકારીઓએ તેને ઘેરી લીધો અને ડ્રાઇવર તરફ તેમના હથિયારો બતાવ્યા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ઘટના બાદ બાયડન સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફર્યો હતો.