નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર રેમન્ડ ગ્રુપ, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને વેદાંતા ગ્રુપનું શું કહેવું છે?
ક્ષિતિજ પટેલ, મેનેજિંગ પાર્ટનર, મનુભાઈ અને શાહ LLP“આ બજેટ લાંબા ગાળા માટે અનેક ફાયદાઓ આપી શકે છે. કર માળખાને સરળ બનાવીને, બોજ ઘટાડીને અને TDS/TCS ધોરણોને સુવ્યવસ્થિત કરીને, સરકારે ભારતમાં વ્યવસાય કરવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. આ સુધારાઓ સ્થાનિક અને વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપશે. 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો નહીં રાખીને, આવકવેરા સ્લેબનું તર્કસંગતકરણ એ ખૂબ જ રાહ આપનારું અને આવકારદાયક છે. જો કે, આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આવતા અઠવાડિયે લાવવામાં આવનારા નવા આવકવેરા બિલમાં શું હશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સરળ KYC ધોરણો અને ક્રેડિટ સપોર્ટ મૂડીની સરળતા સુનિશ્ચિત કરશે, વ્યવસાયોને સમૃદ્ધ આર્થિક વાતાવરણમાં વિકાસ અને નવીનતા માટે સશક્ત બનાવશે. એકંદરે, બજેટ આર્થિક વિકાસનો મજબૂત પાયો નાખે છે.”
પ્રિયમ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, એન. કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિ.નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલસીડ્સ દ્વારા ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના નિરંતર પ્રયાસો ભારતની આયાત પરની નિર્ભરતાને ઘટાડવા માટે એક મહત્વનું પગલું છે. તેનાથી ખેડૂતોને વધુ સારા બિયારણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ધિરાણની સવલત મળશે. વધુ ઊંચી ઉપજ આપતા બિયારણો પરનું નેશનલ મિશન ઉત્પાદકતા વધારીને તથા આબોહવા સ્થિતિસ્થાપકતા દ્વારા આ વિઝનને પૂરક બનાવે છે. સરકારના આ પ્રયાસો ખાદ્ય તેલની કિંમતોને સ્થિર બનાવવાની મદદરૂપ બનશે તથા સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપશે. મધ્યમ વર્ગ માટે વધુ કરવેરા રાહતોથી માગને પ્રોત્સાહન મળશે, જેનાથી કૃષિ તથા ફૂડ ઇન્ડસ્ટ્રી બંનેને લાભ થશે. આ બજેટ સમગ્ર વેલ્યુ ચેઇનમાં મજબૂત વૃદ્ધિને વેગ આપશે.
જી. પી. હિંદુજા, ચેરમેન, હિંદુજા ગ્રુપવપરાશમાં વધારો કરવા અને તેના પગલે માંગને પુનઃજીવિત કરવા માટે એક દાયકા પછી મધ્યમ વર્ગને મહત્વપૂર્ણ કરવેરા રાહતો મળી છે ત્યારે આ પગલાં સાથે નાણાંપ્રધાને બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. 4.4 ટકાની નાણાંકીય ખાધનો લક્ષ્યાંક રાખીને નાણાંકીય રીતે જવાબદાર રહીને તેમણે આ પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. માનવ-કેન્દ્રિત ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી રોજગારી ઊભી થશે. વીમામાં 100 ટકાના સીધા વિદેશી રોકાણની મર્યાદા અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સહિત રિન્યૂએબલ્સ પર વિશેષ ધ્યાન સ્પષ્ટપણે હકારાત્મક છે. કરવેરા નીચા રાખીને મૂડી ખર્ચનું સ્તર જાળવી રાખવું મોટી બાબત છે પરંતુ તેના વિશે વધુ વિગતો મળે તે જરૂરી છે. આ બધા પગલાં સાથે સરકાર 2047 સુધીમાં વિકસિત ભારત પર સ્પષ્ટપણે ધ્યાન આપી રહી છે.
દિનેશ ઠક્કર,ચેરમેન, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ“બજેટ માર્કેટ અપેક્ષાઓનું પાલન કરવામાં સફળ રહ્યું છે. તેણે કન્ઝમ્પ્શન અને કેપેક્સ પર ફોકસ જાળવી રાખ્યું છે. મૂડી ખર્ચમાં રિવાઈવલથી અર્થતંત્રને મજબૂતી મળશે. ઈન્કમ ટેક્સમાં રાહતથી ખર્ચયોગ્ય ક્ષમતા વધશે. એગ્રીકલ્ચર માટેની યોજનાઓ તથા ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના પગલાઓની પણ અમે સરાહના કરીએ છીએ. વિવિધ નાણાકિય સ્કિમ્સની રચનાથી ઈનોવેશન, જોબ ક્રિએશન અને સમાવેશિક ગ્રોથને વેગ મળે તેવી અપેક્ષા છે.”