ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આવનારા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.

ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ 16 માર્ચ સુધી યોજાશે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ લગભગ 10 દિવસ વહેલી શરૂ થશે.
|
ધોરણ-10
26 ફેબ્રુઆરી- ગુજરાતી(પ્રથમ ભાષા)
28 ફેબ્રુઆરી – વિજ્ઞાન
4 માર્ચ – સામાજિક વિજ્ઞાન
6 માર્ચ – બેઝિક ગણિત
9 માર્ચ – સ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચ – અંગ્રેજી ( દ્વિતીય ભાષા)
16 માર્ચ – હિન્દી અને સંસ્કૃત
|

|
ધોરણ-12 સામાન્ય પ્રવાહ
26 માર્ચ – અર્થશાસ્ત્ર
28 માર્ચ – વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ – નામાના મૂળતત્વો
5 માર્ચ – મનોવિજ્ઞાન
6 માર્ચ – સમાજશાસ્ત્ર
7 માર્ચ – ગુજરાતી અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચ – આંકડાશાસ્ત્ર
10 માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા )
11 માર્ચ – હિન્દી( દ્વિતીય ભાષા)
12 માર્ચ – સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ – ભૂગોળ
14 માર્ચ- કોમ્પ્યુટર
16 માર્ચ – સંસ્કૃત પારસી અરબી
|

| ધોરણ-12 સાયન્સ પ્રવાહ
26 ફેબ્રુઆરી – ભૌતિક વિજ્ઞાન
28 ફેબ્રુઆરી – રસાયણ વિજ્ઞાન
4 માર્ચ – જીવવિજ્ઞાન
6 માર્ચ – અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ – અંગ્રેજી (પ્રથમ ભાષા)
9 માર્ચ – ગણિત
11 માર્ચ – કોમ્પ્યુટર
12માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા)
13 માર્ચ – ગુજરાતી (દ્વિતીય ભાષા) |
