અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)માં વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સના ડેડિકેશન, ગાઈડન્સ અને કમિટમેન્ટસને સન્માનિત કરવા, તેમજ તેમના પ્રત્યે આદર અને આભાર દર્શાવવા માટે ‘શિક્ષક દિવસ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી.સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કન્સેપ્ચ્યુલાઇઝ અને મેનેજ કરવામાં આવ્યું. જેમાં દરેક વિભાગ માટે કૃતજ્ઞતા, સર્જનાત્મકતા અને પ્રશંસાનુ સંયોજન જોવા મળ્યું હતું. વિચારશીલ ભાષણોથી લઈને આકર્ષક સાંસ્કૃતિક પ્રદર્શનો સુધી આ ઉજવણીએ બિઝનેસ લીડર્સના ભાવિને ઘડવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
એસ.બી.એસ. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ વિદ્યાર્થીઓના આ પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના જીવનભરના સંબંધોને પ્રકાશિત કરતા ગાઇડસ, મેન્ટર્સ, અને ટ્યુટર્સ તરીકે શિક્ષકોની બહુવિધ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે, SBSના સ્ટુડન્ટ મેનેજર્સે જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાની જાતનું વધુ સારું સંસ્કરણ બનવાની પ્રતિબદ્ધતા સાથે તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શાંતિ બિઝનેસ સ્કૂલ વિદ્યાર્થીઓને એક એવું વાતાવરણ પુરું પાડે છે. જ્યાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વ્યક્તિગત વૃદ્ધિ બંને થાય. SBS અમદાવાદ એવા તમામ શિક્ષકોને સલામ કરે છે. જેઓ વિદ્યાર્થીઓના જીવનને સશક્ત બનાવવાના મિશન પર છે અને તેમને સર્વગ્રાહી જીવન જીવવામાં મદદ કરે છે.
