સીરિયા: બળવાખોરોએ આ દેશના દક્ષિણી શહેર દારા પર કબ્જો કરી લીધો હતો. આ શહેર રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સામે 2011માં શરૂ થયેલા વિદ્રોહનું જન્મસ્થાન છે. દારા, સીરિયાનું ચોથું મોટું શહેર છે જેને બશર અલ-અસદ સરકારના સમર્થનવાળી સેનાએ બળવાખોરોના હાથે ગુમાવી દીધું છે.
The #Syrian armed factions say they liberated a “serious battalion” in the northern countryside of #Daraa. pic.twitter.com/kuT5D5ifhY
— Hamdan News (@HamdanWahe57839) December 7, 2024
સીરિયાના બળવાખોરોએ જણાવ્યું કે, સેનાએ દારાને પાછું લેવા માટે એક સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ બળવાખોરો સેનાના અધિકારીઓને લગભગ 100 કિમી ઉત્તરમાં રાજધાની દમિશ્ક સુધી સુરક્ષિત માર્ગ પ્રદાન કરશે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં મોટરસાઇકલ પર સવાર બળવાખોરો દારાના રસ્તા પર સ્થાનિક નિવાસીઓ સાથે વાતચીત કરતાં અને મળતા જોવા મળી રહ્યા છે. લોકો શહેરના મુખ્ય ચાર રસ્તા પર હવામાં ગોળીબાર કરીને જશ્ન મનાવતા જોવા મળ્યા હતાં.