સુરેન્દ્રનગર: જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશ સંગઠનની નવનિયુક્ત ટીમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. પંડિત દિનદયાળ હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમ પ્રદેશ મહામંત્રી તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગૌતમ ગેડિયાની નિમણૂક કરવામાં આવી.
કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત સરકારનાં નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પી. કે. પરમાર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વરિષ્ઠ આગેવાન આઈ. કે. જાડેજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોષી, હિંમતભાઈ પડશાળ, સીનિયર આગેવાનો, પાર્ટીના પદાધિકારીઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ નિમણૂકો ડિસેમ્બર 2025માં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેર કરાયેલી નવી પ્રદેશ ટીમના ભાગરૂપે છે, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.


