સુરત: એનેસ્થોલોજિસ્ટ એસોસિએશન અને આઈ.એસ.એ. સુરત સીટી બ્રાન્ચ દ્વારા અડાજણ ખાતે એક રેસ્ટોરેન્ટમાં એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણી અંતર્ગત તબીબો એનેસ્થેસિયા વિશે પ્રાચીન અને આધુનિક જાણકારી મેળવી શકે એ રીતે પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આધુનિક સારવાર પદ્ધતિથી સૌને પાવર પ્રેઝન્ટેશનથી વાકેફ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્વિઝ માધ્યમથી પ્રાચીન એનેસ્થેસિયા પદ્ધતિથી રસપ્રદ શૈલીમાં સૌને માહિતી પીરસવામાં આવી. જેમાં જૂના એ સમયના સાધનોના ચિત્રો અને વ્યક્તિઓ બતાવીને ઓળખ માટે સ્પર્ધાનો માહોલ બનાવાયો હતો.
ચાર ટુકડીમાં વહેંચાયેલા તબીબોએ રમતની મજા સાથે જ્ઞાનનું ભાથું બાંધ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ડો ધૈર્ય પંડિત, ડો ધવલ પટેલ, ઓનરરી સેકેટરી; ડો ધ્રુવા સવાણી, આઈ.પી.પી.; ડો કિશોર રૂપાણી, વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રેઝરર; ડો દિનેશ ઘોઘારીએ હાજરી આપી હતી. સાથે સાયન્ટિફિક કમિટીના ડો. પરેશ કોઠારી, ડો. જતીન પ્રેસવાળા પણ હાજર રહ્યાં હતા.
(અરવિંદ ગોંડલિયા- સૂરત)
