વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને વાંધો નહીં આવેઃ ICC

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન સાઉધમ્પ્ટનના એજીસ બોલ સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરને કારણે ખૂબ કેસો વધી ગયા છે. એને પરિણામે બ્રિટિશ સરકારે તેની પ્રવાસ પ્રતિબંધ લાલ યાદીમાં ભારતનો ઉમેરો કર્યો છે અને ભારતમાંથી વિમાનપ્રવાસીઓને બ્રિટનમાં પ્રવેશવા પર નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મનાઈ ફરમાવી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રવક્તાનું કહેવું છે કે બ્રિટિશ સરકારના આ નિર્ણય છતાં WTC ફાઈનલ મેચને કોઈ અવરોધ નહીં નડે. મેચ નિર્ધારિત તારીખોએ જરૂર રમાશે. બ્રિટિશ સરકાર સાથે અમારી ચર્ચાવિચારણા હાલ ચાલુ જ છે. અમને વિશ્વાસ છે કે ફાઈનલ મેચ જૂનમાં નિર્ધારિત સમયે યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]