વોટર-સ્પોર્ટ્સ એથ્લીટોને પેરાલિમ્પિક ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ

નવી દિલ્હીઃ દેશના વોટર સ્પોર્ટસનું ડેલિગેશન (દળ) –માં બે પુરુષ સ્વિમર્સ અને એક મહિલા કેનોએ સ્પ્રિન્ટ એથ્લીટ સામેલ છે, જેમને વિશ્વાસ છે કે ટોક્યો પેરાલ્પિમક ગેમ્સમાં તેઓ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. સુયશે વર્ષ 2018ના એશિયન પેરા ગેમ્સમાં પુરુષ 50 મીટર બટરફ્લાય S7માં 32.71 સેકન્ડની સાથે જીત હાંસલ કરી હતી, જેને લીધે તે ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશ કરી શક્યો હતો, જ્યારે મુકુંદન અને પ્રાચી યાદવ પહેલી વાર ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે. ત્રણે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS)નો ભાગ છે.

સુયશ જાધવે જીત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2016ના રિયો પેરાલિમ્પિક પછી સુયશે 2018 એશિયા પેરા ગેમ્સમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમને 2018માં એકલવ્ય એવોર્ડ અને 2020માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુયશની 200 મીટર વ્યક્તિગત SM7 ઇવેન્ટ 27 ઓગસ્ટે થવાની છે. એ પછી તેઓ નિરંજનની સાથે પુરુષ 50 મીટર બટરફ્લાય S7 ઇવેન્ટમાં ત્રીજી સપ્ટેમ્બરે ભાગ લેશે.

નિરંજન એવા એથ્લીટ છે, જેમને નામે 60 આંતરરાષ્ટ્રીય મેડલ છે અને તેઓ એકમાત્ર પેરા સ્વિમર છે, જેમણે 50 મેડલને પાર કર્યા છે. પ્રાચી પહેલી ભારતીય છે, જેણે પેરા કેનોઇંગ ઇવેન્ટ માટે પેરાલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો. તે મહિલા VL 200 મીટર હીટસમાં બીજી સપ્ટેમ્બરે ભાગ લેશે. તે નિરંજનને રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં ભાગ લેવામાં મદદ કરશે.