નવી દિલ્હીઃ ભારતીય ટીમે શુક્રવારે અંડર-19 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને ફાઇનલ ફાઇનલમાં જગ્યા બનાવી ટીમ ઇન્ડિયાની કેપ્ટન શેફાલી વર્માએ પોચેફસ્ટ્રુમના સેનવેસ પાર્કમાં ટોસ જીતીને ન્યુ ઝીલેન્ડને પહેલાં બેટિંગ કરવાની તક આપી હતી. કિવી ટીમે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા.
ભારતે આ સરળ લક્ષ્યને માત્ર 14.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો, જેમાં આક્રમક બેટસમેન શ્વેતા સહરાવતે 61 રનની મેચ વિનિંગ ઇનિંગ જીતી હતી. અન્ય બેટ્સમેનો સૌમ્યા તિવારીએ 22 રન બનાવ્યા હતા. ન્યુ ઝીલેન્ડ માટે એના બ્રાઉનિંગે બંને વિકેટ લીધી હતી.
A dominant performance sends India through to the #U19T20WorldCup final!
📝 Scorecard: https://t.co/s4DNWC2Sr7
Watch the action live and for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/ccqSFmFMTj
— ICC (@ICC) January 27, 2023
ભારતીય બોલરોએ મેચના પ્રારંભે જ ઓપનિંગ બેટ્સમેનોને સસ્તામાં ઘરભેગા કર્યા હતા. જ્યોર્જિયા પ્લિમર (35 રન) અને ઇસાબેલા ગેજ (26)ને ન્યુ ઝીલેન્ડને મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ બંને બેટ્સમેનો વધુ ક્રીઝ પર ટકી નહોતા શક્યા. ભારત માટે પાર્શવી ચોપડાએ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ચાર અન્ય બોલરોએ એક-એક વિકેટ લીધી હતી. પાર્શવીને તેના દેખાવ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ન્યુ ઝીલેન્ડના 108 રનના લક્ષ્યના જવાબમાં મહિલા ટીમને કેપ્ટન શૈફાલી વર્માએ નવ બોલ પર 10 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શ્વેતા શેહરાવતે 45 બોલમાં 61 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી.