MCCએ ક્રિકેટના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા

દુબઈઃ માંકડિંગને કારણે ક્રિકેટમાં કેટલાક વિવાદ થયા છે. એને રમતની ભાવનાની વિરુદ્ધ માનવામાં આવે છે. IPLમાં રવિચન્દ્રન અશ્વિને જોસ બટલરને એવો આઉટ કર્યો હતો, એ મામલે ક્રિકેટ જગતમાં બે ભાગમાં વહેંચાયેલો છે. જૂના નિયમના અનુસાર માંકડિંગ લો-41ને આધીન આવે છે. હવે એ લો-38 (રનઆઉટ)માં તબદિલ કરવામાં આવ્યો છે. એ સાથે ક્રિકેટના કેટલાક નિયમમાં પણ બદલાવ થયા છે.

મેચમાં કેટલીક વાર બેટ્સમેનનો કેચઆ ઉટ થયા પછી અસમંજસની સ્થિતિ ઊભી થાય છે. એ પછી આગામી બોલ પર નવો બેટ્સમેન સ્ટ્રાઇક લેશે અથવા નોન-સ્ટ્રાઇક પર ઊભેલો બેટ્સમેન. આને લઈને પણ રમત રોકવી પડે છે. હાલના નિયમ મુજબ બેટ્સમેન કેચ લેતા સમયે એકબીજાથી ક્રોસ કરી જાય છે તો નવો બેટ્સમેન નોન-સ્ટ્રાઇકર એન્ડ પર જશે. જો તેઓ ક્રોસ નહીં કરે તો નવો બેટ્સમેન સ્ટ્રાઇક લેશે. કેટલીક વાર સ્થિતિ સ્પષ્ટ નથી થવાથી મેદાનના અમ્પાયર ત્રીજા એમ્પાયરની મદદ લે છે.

મેરીલેબોન ક્રિકેટે ક્લબ (MCC)એ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યો છે. એમાં એક ફેરફાર છે કે જો ઓવરના પાંચ બોલ પછી બેટ્સમેન કેચઆઉટ થાય તો નવો બેટ્સમેન સ્ટ્રાઇક લેશે. જ્યારે ઓવરના છેલ્લા બોલ પર વિકેટ પડે છે તો બીજા એન્ડ પર ઊભેલો બેટ્સમેન આગામી ઓવરમાં સ્ટ્રાઇક લેશે. ગયા વર્ષે ઇંગ્લેન્ડની નવી ટુર્નામેન્ટમાં ધ હન્ડ્રેડમાં આ નિયમ લાગુ થયો હતો. કોરોના પછી ક્રિકેટના નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા, જેમાં બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.