પૂજારાને સસેક્સ કાઉન્ટી ટીમે પસંદ કર્યો

લંડનઃ કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયનશિપ અને રોયલ લંડન વન-ડે કપ સ્પર્ધા માટેની સસેક્સ ટીમમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડની જગ્યાએ ભારતના બેટર ચેતેશ્વર પૂજારાને પસંદ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે તેમજ પોતે અને એની પાર્ટનર એમનાં પ્રથમ સંતાનને જન્મ આપવા તૈયારીમાં હોવાથી પોતાને રિલીઝ કરવાની ટ્રેવિસ હેડે સસેક્સ ક્રિકેટ ક્લબના સત્તાવાળાઓને વિનંતી કરી હતી. એમણે તે માન્ય રાખી છે અને એની જગ્યાએ પૂજારાને કરારબદ્ધ કર્યો છે. 2022ની મોસમનો ઘણો ખરો ભાગ પૂજારા સસેક્સ સાથે કરારબદ્ધ રહેશે. ક્લબે એક નિવેદનમાં કહ્યું છે કે, પૂજારા જેવા અનુભવી આંતરરાષ્ટ્રીય ટોપ ઓર્ડર બેટરને અમારી ટીમમાં સામેલ કરતાં અમને આનંદ થાય છે. એનો સમાવેશ અમારા ટોપ ઓર્ડરના બેટર્સને પ્રોત્સાહિત કરશે. ટ્રેવિસ હેડ અને એની પાર્ટનર જેસિકાને અમારી શુભકામના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]