સરકારનો ગેમ્સનાં આયોજનોને આઝાદીના નેતાઓ સાથે જોડવા નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં આઝાદીના નેતાઓની વીર ગાથાઓ હવે ગેમ્સના આયોજનો દ્વારા યાદ કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપને ના માત્ર યજમાન રાજ્યને આઝાદીના નેતાઓ સાથે જોડવામાં આવશે, પણ આ નેતાઓની સાથે ચેમ્પિયનશિપનું બ્રાન્ડિંગ પણ થશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બધા નેશનલ ગેમ્સ એસોસિયેશનોને ગેમ્સના આયોજનોમાં આઝાદીના 75 વર્ષ પૂરાં થવાના અવસરે અમૃત મહોત્સવ ઊજવવા માટે SOP જારી કરી છે.

આ SOPમાં કહેવામાં આવ્યું છે કે એનાથી આઝાદીના નેતાઓને ના માત્ર સાચી શ્રદ્ધાંજલિ મળશે, બલકે તેમના વિશે લોકો અને ખેલાડીઓને જાણવાની તક મળશે. સ્પોર્ટ્સ એસોસિયેશનનો એનો પ્રારંભ કરવા પણ જઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના ઉનામાં થનારી રાષ્ટ્રીય સબ-જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપની બ્રાન્ડિંગ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વતંત્રતાસેનાની રહેલા ડો. વાય. એસ. પરમારની યાદમાં કરવામાં આવી રહી છે. આ આયોજનને રાષ્ટ્રીય સબ-જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ ડો. વાય. એસ. પરમારનું નામ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ 15 ઓગસ્ટ, 2023 સુધી ઊજવવામાં આવશે.

દરેક સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા વર્ષમાં કમ સે કમ ત્રણ સિનિયર, જુનિયર, સબ-જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ કરાવવામાં આવે છે. એ સાથે અન્ય નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સના આયોજનો પણ કરવામાં આવે છે.

સ્પોર્ટ્સ મંત્રાલયથી માન્યતા પ્રાપ્ત સ્પોર્ટ્સ એસોસિયેશનોની સંખ્યા 50થી વધુ છે. એને ધ્યાનમાં રાખતા સરકારે આઝાદીના અમૃત મહોત્સવને આ ગેમ્સના આયોજનોને સાંકળવાનો નિર્ણય લીધો છે.