રિલાયન્સની પેટા કંપની UAE T20 લીગમાં ટીમ ખરીદશે

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ તેની સબસિડિયરી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિ. (RSBVL) વતી જાહેરાત કરી હતી કે કંપનીએ અમિરાત ક્રિકેટ બોર્ડની આગામી સંયુક્ત આરબ અમિરાતની T20 લીગમાં એક નવી ફ્રેન્ચાઇઝીની માલિકી હાસંલ કરવા તૈયાર છે. આ પગલું વિશ્વ ફ્રેન્ચાઇઝી આધારિત ગેમ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ક્રિકેટ સંચાલનનું પહેલું મોટું વિસ્તરણ છે.

રિલાયન્સ મુંબઈ ઇન્ડિયન્સની માલિક છે, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આઠ ટીમની સભ્ય ટીમ છે. કંપનીના વ્યવસાયમાં હવે બે ક્રિકેટ ક્લબો સિવાય અન્ય ક્રિકેટ સંબંધિત જેવા કે સ્પોન્સરશિપ, કન્સલ્ટન્સી, બ્રોડકાસ્ટ અને ટેલેન્ટ મેનેજમેન્ટ સામેલ છે.

હાલના મિડિયા અહેવાલો કહે છે કે કોલકાતા નાઇટ રાઇડર્સના માલિકોની સાથે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક, રિલાયન્સ ફેમિલી પણ બે ટીમો ખરીદવા માટે તૈયાર છે. UAE T20 લીગના ચેરમેન અને ECBના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝરુનીએ કહ્યું હતું કે T20 લીગમાં UAE વિશ્વ સ્તરીય ક્રિકેટ સ્પર્ધામાં કોર્પોરેટ ઉદ્યોગનો વિશ્વાસ દર્શાવે છે.  

તેમણે કહ્યું હતું કે અમારો હેતુ UAEમાં ક્રિકેટને બદલવાનો છે અને લીગ ફ્રેન્ચાઇઝી દ્વારા વિકાસના કાર્યક્રમોના માધ્યમથી ક્રિકેટનું વિસ્તરણ સામેલ છે, જેમાં ટેલેન્ટ હંન્ટ, કોચિંગ અને તાલીમ સામેલ છે.

મુંબઈ ઇન્ડિયન્સની સહ-માલિક નીતી અંબાણીએ કહ્યું હતું કે અમે મુંબઈ ઇન્ડિયન્સ બ્રાન્ડની ક્રિકેટને નવી ભૂગોળમાં લઈ જવા માગીએ છીએ. હું અમારા વૈસ્વિક ફેનબેઝને મજબૂત કરવા માટે આ નવી લીગના માધ્યમથી તેમની સાથે લાંબા સમય સુધી જોડાવા તૈયાર છું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]