નવી દિલ્હીઃ ક્રિકેટ સહિત કોઈ પણ ગેમમાં જીત-હારના પરિણામનું પાસું ગમેત્યારે બદલાઈ શકે છે. T20 વર્લ્ડ કપ જીતવા ટીમ ઇન્ડિયા મોટી દાવેદાર હતી, પણ પાકિસ્તાન સામે શરમજનક હારે ટીમ ઇન્ડિયાને ફસાવી દીધી છે અને હવે સ્કોટલેન્ડ સામે અફઘાનિસ્તાનની જીતે ગ્રુપ-2માં હલચલ મચાવી દીધી છે. ટીમ ઇન્ડિયા હવે સેમી-ફાઇનલમાં પહોંચશે જ એવી કોઈ ગેરન્ટી નથી.
આ વખતના T20 વર્લ્ડ કપના સુપર 20માં ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે અને બંને બે-બે ટીમોને સેમી ફાઇનલમાં પ્રવેશ મળશે. આમ કુલ આઠ ટીમોના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ થશે. જોકે નોકઆઉટ સ્ટેજમાં ટીમોમાં પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.
હાલ ગ્રુપ-2ના પોઇન્ટ્સ ટેબલમાં જોઈએ તો અફઘાનિસ્તાનના 2-2 અંક છે, પણ સ્કોટલેન્ડની સામે 130 રનોથી જીત મેળવ્યા પછી અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ ક્રમાંકે છે. તેમનો રન રેટ 6.500 (+) : છે. જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ (+) 0.973 છે, પણ પાકિસ્તાનથી હeર્યા પછી ટીમ ઇન્ડિયાનો ચોખ્ખો રન રેટ (-) 0.973 છે, જ્યારે ન્યુ ઝીલેન્ડે પહેલી મેચ રમવાની બાકી છે.
ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે યેનકેનપ્રકારે જીતવું જ પડશે. એ સિવાય અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાની સામે મોટા અંતરથી જીતવું પડશે. વળી, જો ટીમ ઇન્ડિયા મેચ જીતી પણ જશે તો તો ટીમ સેમી ફાઇનલમાં પહોંચવાની ગેરન્ટ નથી. ટીમ ઇન્ડિયાનો નેટ રન રેટ અન્ય ટીમોની જીત-હાર પર નિર્ભર રહેશે.
