નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાં નિર્ણાયક મેચોમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેથી ટીમ વર્લ્ડ કપમાંથી જલદી બહાર થવાનું મુખ્ય કારણ છે, એમ ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે કહ્યું હતું. તેમણે ટીમને પાવરપ્લેની ઓવરોમાં વલણ બદલવાનો આગ્રહ કર્યો હતો. ભારત સુપર 12ની પહેલી બે મેચોમાં પાકિસ્તાન અને ન્યુ ઝીલેન્ડ સામે હારી જતાં સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
પાકિસ્તાન અને ન્યુ ઝીલેન્ડના બોલરોએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા અને તેમને સેટ થવાની તક નહોતી આપી- આ જ કારણ છે કે ભારત બંને મેચમાં મોટો સ્કોર કરી નહોતું શક્યું. વળી બીજી ઇનિંગ્સમાં ઝાકળ બેટસમેનો માટે પિચ સરળ બનાવી રહ્યું હતું કેમ કે બોલ પિચ પર ટર્ન નહોતા થતા અને સ્પિનરોના બોલ સીધા જઈ રહ્યા હતા.
બીજી ઇનિંગ્સમાં બેટ્સમેનોને બેટિંગ કરવાનો લાભ મળ્યો હતો અને સ્કોર નીચો હોય તો સ્કોર સરળતાથી ચેઝ કરી શકાય છે. વળી, બંને મેચોમાં ટીમ ઇન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેનો પણ પિચ પર ટકી નહોતા શક્યા, જેને લીધે મોટો સ્કોર ઊભ ન થઈ શકેયો, એમ તેમણે કહ્યું હતું.વળી, તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે ટીમમાં મોટા બદલાવ કરવાથી મોટો ફરક પડશે. તમારે તમારું વલણ બદલવું પડશે- જેમ કે પાવરપ્લે ઓવરોનો લાભ ઉઠાવવો પડશે- જે ભારત છેલ્લા કેટલાક વિશ્વ કપની મેચોમાં નથી કરી શક્યું.