મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) 2022 સીઝનમાં IPLના વિસ્તરણ કરવા માટે દેશમાં હિન્દી ભાષી ક્ષેત્રોનો લાભ ઉઠાવવા માગે છે. બોર્ડ IPLની આગામી સીઝનમાં મોટો નાણાં લાભ ખાટવા માગે છે. વળી, ક્ષેત્રીય અસંતુલન યોગ્ય કરવા માટે બોર્ડે છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં આગામી સીઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝીનો ઉમેરો કરવામાં આવશે. આ શહેરોમાં ગુવાહાટી, રાંચી, કટક (પૂર્વ ક્ષેત્ર), અમદાવાદ (પશ્ચિમ) લખનઉ (મધ્ય ક્ષેત્ર) અને ધર્મશાલા (ઉત્તર)નો સમાવેશ થાય છે. જોકે હજી લિલામીની તારીખ નક્કી નથી, પણ ટૂંક સમયમાં પ્રક્રિયા પૂરી થવાની અપેક્ષા છે. નવી ટીમો માટે રૂ. 2000 કરોડની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.
બોર્ડના ડેટા અનુસાર દેશનાં હિન્દી ક્ષેત્રોમાં બધાં ક્ષેત્રો કરતાં સ્પોર્ટ્સની વધુ જોવાય છે. 2020માં સ્ટાર સ્પોર્ટ્સ પર IPLનું કવરેજ ચાર અબજ મિનિટ્સમાંથી 65 ટકા હિન્દી ક્ષેત્રમાંથી આવ્યું છે. હાલ ચાલી રહેલી ઇંગ્લેન્ડ-ભારત સિરીઝમાં પણ વ્યૂઅરશિપમાં 50 ટકા કરતાં વધુ દર્શકો હિન્દી ક્ષેત્રમાંથી છે.
બોર્ડે દક્ષિણ શહેરને એટલા માટે સામેલ નથી કર્યું, કેમ કે પહેલેથી IPLમાં બોર્ડ પાસે ત્રણ ટીમો CSK, RCB SRH છે. આ ઉપરાંત નોર્થ ઝોનમાંથી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ અને પૂર્વ અને પશ્ચિમમાંથી એક-એક કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ છે, જ્યારે મધ્ય ઝોનમાંથી રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે.