શિખર ધવને પત્ની આયશા સાથે છૂટાછેડા લીધા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જી આઠ વર્ષના લગ્નજીવન બાદ છૂટાં થયાં છે. બંનેએ છૂટાછેડા લીધાં હોવાનું આયેશાએ એનાં ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. એણે આ વિશેની બે દર્દભરી પોસ્ટ મૂકી છે. ધવન અને આયશાએ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેને સાત વર્ષનો એક પુત્ર છે, નામ છે, ઝોરાવર.

આયશા એમેચ્યોર કિકબોક્સર છે. આયશાનાં આ બીજાં લગ્ન હતાં. બીજી વખત છૂટાછેડા થવાથી એ હૃદયથી ભાંગી પડી છે. એણે ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પોતાનાં બંને અનુભવને દર્શાવ્યાં છે. ધવન સાથે એની સગાઈ 2009માં થઈ હતી અને ત્યારબાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. મેલબોર્નસ્થિત આયશા તે પહેલાં એક ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિને પરણી હતી. એનાથી તેને બે પુત્રી થઈ હતી.

Aesha Mukerji

Aesha Mukerji Shikhar Dhawan divorce

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]