નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોથી યૌન શોષણ મામલામાં કેસરગંજથી ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ નક્કી થયા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે તેમની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.
કોર્ટમાં ACMM પ્રિયંકા રાજપૂતે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ આદેશ પસાર કર્યો હતો. કોર્ટે તેમની પર યૌન શોષણની સાથે કોઈ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ નક્કી કર્યા છે. કોર્ટે તેમના સેક્રેટરી વિનોદ તોમરની વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યા છે. યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણ શરણ સિંહને ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમને બદલે કેસરગંજથી તેમના પુત્ર કરણ ભૂષણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
તેમના પર છ મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ છે. મહિલા પહેલવાનોના યૌન શોષણ મામલામાં પોલીસે ચાર્જશીટમાં બ્રિજ શરણ સિંહની વિરુદ્ધ IPCની કલમ 354, 354-A, અને 354 D અને સહઆરોપી વિનોદ તોમરની વિરુદ્ધ IPCની કલમ 109, 354, 354 (A) Dvs 506 હેઠળ આરોપ લગાવ્યા છે.તેમની વિરુદ્ધ આશરે સાત સાક્ષીઓ મળ્યા છે અને યૌન શોષણની જગ્યાએ તેમની હાજરીના પુરાવા મળ્યા છે. કોર્ટે આ કેસ MP-MLA કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. કોર્ટે દિલ્હી પોલીસને આ ચાર્જશીટની કોપી ફરિયાદકર્તા મહિલા પહેલવાનોને આપવા પણ આદેશ આપ્યો હતો. મહિલા પહેલવાનોના કેસમાં પોલીસે 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.